લીલી નસોમાં પાનખર
પુસ્તક - લીલી નસોમાં પાનખર
લેખક - ચંદ્રકાન્ત બક્ષી
નાની અને સરળ ભાષામાં લખાયેલી આ નવલકથામાં મુખ્ય પાત્ર કુશાન છે, જેના લગ્ન એક પૈસાદાર અને પિતાનું એકમાત્ર સંતાન રૂપા સાથે થયા છે.
લગ્ન પછી તેને રૂપાના ભૂતકાળ વિશે જાણ થાય છે અને તેના સસરા વિશે પણ કેટલીક વાતો જાણવા મળે છે. કુશાનના મિત્રો સાથેના થોડા સંવાદો પણ રજૂ કરવામાં આવ્યા છે.
આ નવલકથામાં પૈસાદાર લોકોના જીવન જીવવાની રીતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
કુશાન, રૂપાના ભૂતકાળ વિશે જાણ્યા પછી પોતાના વર્તમાન અને ભવિષ્ય વિશે જે વિચારો કરે છે અને જે ગડમથલ અનુભવે છે — એ જ આ કથાની મુખ્ય બાબત છે.
આખરે, એક મધ્યમવર્ગીય છોકરો કેટલું બધું સહન કરીને અને સમાધાન કરીને એ સંબંધ જોડી રાખે છે, તે સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તક્ષશિલાનું પાત્ર એક સ્વતંત્ર સ્ત્રી તરીકે આલેખાયું છે.
રૂપાનો ગર્ભપાત અને ત્યારબાદ તે ફરી ક્યારેય માતા બની શકશે નહીં — આ વાતો કુશાનને પાછળથી જાણવા મળે છે.
રૂપા અને કુશાનના લગ્નજીવનની આસપાસ લખાયેલી આ કથા છે, જેમાં રહસ્ય, રોમાન્સ અને થોડો ડર ઉત્પન્ન કરે તેવો ભાગ પણ સામેલ છે.
નવલકથાના મને ગમતા અર્થસભર વાક્યો:
-) દીકરીનું સુખ પાસેથી જોવું અને દીકરાનું સુખ દૂરથી જોવું.
-) દરેક સુખની કિંમત ચૂકવવી પડે છે.
-) સમાધાન તો જીવનનો એક ભાગ છે.
