ખાલી ખિસ્સે મેળામાં
પુસ્તક - ખાલી ખિસ્સે મેળામાં
લેખક - ભુપત વડોદરિયા
ગુજરાતી નવલકથાઓમાં હાસ્યરસથી ભરપૂર નવલકથાઓમાંની એક નવલકથા એટલે ખાલી ખિસ્સે મેળામાં. રાજબાબુનું મુખ્ય પાત્ર બીજા દરેક પાત્ર સાથે જોડાયેલું છે. દરેક વ્યક્તિની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરતા રાજબાબુ એમાંથી ફળસ્વરૂપે કમાણી પણ કરે છે.
પતિવ્રતા પન્ના અંત સુધી રાજબાબુ પર પોતાનો વિશ્વાસ જાળવી રાખે છે. બંને પતિ-પત્ની દરેક પડકારનો સામનો સાથે મળી ને કરે છે.
નવલકથાના દરેક પાત્રો પોતાના જીવનમાં ઉભી થતી સમસ્યાઓના સમાધાન માટે રાજબાબુ પર પુરેપુરો વિશ્વાસ રાખે છે. મિત્રતા, પ્રેમ, સ્વાર્થ, ઈમાનદારી અને વફાદારી જેવા અનેક રંગો નવલકથામાં સુંદર રીતે પુરાયેલા છે. નવલકથાના અંત સુધી પૈસા માટે કાર્યરત રહેલા રાજબાબુ અંતે સ્થાયી થઈ જાય છે. પૈસા કમાવવાના રાજબાબુના અવનવા સાહસો હાસ્ય ઉત્પન્ન કરે છે.
અર્થસભર વાક્યો :
“ભરા હો પેટ તો સંસાર ઝગમગતા હૈ,
લગી હો ભૂખ તો ઈમાન ડગમગતા હૈ.”
“ગોરમહારાજ લગ્ન કરાવી આપે, પણ ઘર ચલાવી ન આપે.”
“કોઈને પણ પ્રેમથી કરેલી શિક્ષા સામી વ્યક્તિ માટે હંમેશા છાંયો આશીર્વાદ જ સાબિત થતી હોય છે.”
