વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એટોમિક હેબિટ્સ

પુસ્તક - એટોમિક હેબિટ્સ

લેખક - જેમ્સ ક્લિયર


સારી આદતો વિકસાવવાના અને ખરાબ આદતો છોડવાના સરળ અને અસરકારક ઉપાયો આ પુસ્તકમાં આપેલા છે. નાના બદલાવથી અવિશ્વસનીય પરિણામો આવી શકે છે. જ્યારે જીવનમાં બદલાવ કરવાનો સમય આવે છે, ત્યારે લોકો વિચારે છે કે કંઈક મોટું કરવું પડશે, પણ આ પુસ્તકમાં લેખક એક નવો રસ્તો બતાવે છે.

એમનું માનવું છે કે ખરેખર બદલાવ એ અનેક નાના-નાના નિર્ણયોનો સરવાળો છે. નાના-નાના બદલાવોથી મોટો બદલાવ આવે છે. જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરવા માટે જેમ્સ કેટલીક સરળ ટેકનિક સમજાવે છે. ઉદાહરણો અને સમજવા યોગ્ય પદ્ધતિથી દરેક વાત સમજાવવામાં આવી છે. પોતાની જાતમાં બદલાવ લાવવા, કોઈપણ કાર્યને સરળતાથી સફળતા સુધી કેવી રીતે લઈ જવું — એ દરેક વાત આ પુસ્તકમાં સમજાય છે. નાના બદલાવનો જીવનમાં મોટો પ્રભાવ પડે છે.


પુસ્તકના થોડા વાક્યો, જે પુસ્તકની આછેરી ઓળખ આપશે:


એક મહાન પુસ્તક લખવા માટે, તમારે પહેલા એ પુસ્તક જેવું બનવું જોઈએ.


આ ભૂલોનો સરવાળો આખરે સમસ્યા તરફ દોરી જાય છે.


તમારે તમારા વર્તમાન પરિણામો કરતાં તમારા વર્તમાન પ્રયત્નોની દિશા અંગે વધુ ચિંતિત હોવું જોઈએ.


દરેક મોટી વસ્તુની શરૂઆત નાના પાયેથી જ થાય છે.


જાતને બદલવા માટેનો ધ્રુવતારક એટલે આદતમાં બદલાવ.


સજાગતા એ બદલાવની પૂર્વશરત છે.


તમે આદત બદલી શકો છો, ભૂલી શકતા નથી.


લાગણીઓ જ તમને વસ્તુઓને સારી, ખરાબ કે તટસ્થ છે તે નક્કી કરવાની ક્ષમતા આપે છે.


શ્રેષ્ઠ એ સારાનો દુશ્મન છે.


તમારે કંટાળાના પ્રેમમાં પડવું પડશે.


સુખ એ એક ઈચ્છા પૂરી થાય અને નવી ઈચ્છા આકાર લે, એ વચ્ચેની જગ્યા છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ