વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન - મેઘધનુષ્ય કાવ્ય સંગ્રહ

પુસ્તક - મન - મેઘધનુષ્ય કાવ્ય સંગ્રહ

લેખક - મીના માંગરોલીયા 'મીનુ'


જીવનના દરેક મુદ્દાને આવરીને કાવ્યનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વધારે કાવ્યો કૃષ્ણ સાથે જોડાયેલા છે, બાકી જીવનના દરેક રંગને આ કાવ્યસંગ્રહ દર્શાવે છે, એટલે જ કદાચ નામ ‘મનનું મેઘધનુષ્ય’ રાખવામાં આવ્યું હશે. બાળપણના સપનાઓને મનના કોઈ ખૂણે દબાવીને ચિતામાં સાથે લઈ જવા કરતાં, એ સપનાઓને તક મળતા પ્રયત્ન કરીને પૂરાં કરવા જોઈએ.

એવી પ્રેરણા લેખક દ્વારા મળે છે. પોતાની દરેક જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરી મીનાબેને પોતાના સપનાને પણ જીવ્યું છે. તેઓ શીખવે છે કે ઉંમર તમને રોકતી નથી; બસ તમારા સપનાની આગ સતત તમને પ્રેરતી રહે, તો તમે કોઈપણ ઉંમરે તમારું સપનું પૂરું કરી શકો છો.


કાવ્યાત્મક રચના ગમતી હોય એવા લોકોને આ પુસ્તક ગમી શકે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ