વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેવિશાળ

પુસ્તક – વેવિશાળ

લેખક – ઝવેરચંદ મેઘાણી


‘વેવિશાળ’ એક સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને લખાયેલી સુંદર કથા છે. સુખલાલ અને સુશીલાનું વેવિશાળ બાળપણથી જ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં બંને પરિવારોની આર્થિક સ્થિતિમાં તફાવત ઊભો થાય છે. આર્થિક અસમાનતાને કારણે સુશીલાના મોટા પપ્પા આ વેવિશાળ તોડવા માટે અનેક પ્રયત્નો કરે છે.

સુખલાલની માતાની અંતિમ ઈચ્છા સુશીલાને મળીને પૂર્ણ થાય છે અને ત્યારબાદ તેઓ મરણ પામે છે. સુશીલા સુખલાલના નાના ભાઈ-બહેનની જવાબદારી સ્વીકારી લે છે. બીજી તરફ, સુશીલાના ભાભુ, પિતા અને સુખલાલના પિતા વેવિશાળ રાખવું કે નહીં, એ અંગે સુશીલાની જે ઈચ્છા હશે તેને જ માન્ય રાખવાનો નિર્ણય કરે છે.


સુખલાલ અને સુશીલાના વેવિશાળને લગ્ન સુધી પહોંચાડવાની સફર આ કથામાં સુંદર રીતે આલેખવામાં આવી છે.


‘વેવિશાળ’ જેવી સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને બહુ ઓછા લેખકોએ લખ્યું હશે. ગુજરાતી તળપદી ભાષામાં લખાયેલી આ એક સરળ, સહજ અને સમાજનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતી કથા છે.


અર્થસભર વાક્ય :-


“વેવિશાળ કહો કે વિવાહ કહો, એ માત્ર એક પુરુષ અને એક કન્યા વચ્ચેનો સંબંધ નથી. કન્યા વરે છે ત્યારે માત્ર પતિને નહીં, તેના આખા ઘર, કુળ, કુળદેવતા અને સાસરિયાના આંગણાને પણ અપનાવે છે; તેમ પુરુષ પણ માત્ર કન્યાને નહીં, પરંતુ તેના માવતર, ભાંડરડાં, સગાંવહાલાં અને તેના ઘરના આંગણાની લીલી લીંબડી-પીપળીને પણ સ્વીકારે છે.


વેવિશાળ એટલે માત્ર વર-કન્યા વચ્ચેનો સંબંધ નહીં, પરંતુ બે કુળ વચ્ચે બંધાતું એક પવિત્ર બંધન, એક ધર્મ અને જીવનમૂલ્ય છે.”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ