વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ શાળાના દિવસો

જીવનમાં શાળાનું અનેરું મહત્વ હોય છે જ્યાં કોઈ પણ પ્રત્યે ઈર્ષા કે દ્વેષ નથી હોતો જ્યાં નિર્દોષ હાસ્ય અને સહજ જીવન હોય છે.યે યાદગાર દિવસો યાદ આવતાં જ રડી પડાય છે  કારણ કે એટલી નિખાલસતા અને તે શાળા શિક્ષકનો પ્રેમ એ મહાશાલા માં મસમોટી ફિ ફરતા પણ ક્યારેય ના મળે  એ વાત પણ સાચી છે

તેવી જ એક સત્ય ઘટના સાથે હું અને મારી શાળા મારા શિક્ષક


હું નાનપણથી જ ખૂબ જ તોફાની હતો. શાળા પરિસર માં પરાક્રમ કર્યા હોય અને હું ના હોવ તેવું ક્યારેય બનતું નહિ નાનો - મોટો મારો રોલ હોય જ .🤔 અને કદાચ એટલે જ કદાચ હું શાળા યે ક્યારેય જતો નહિ તેવું ના બનતું.


એક દિવસ હું મારા મામાના ઘરે પ્રસંગ હતો બધા ઘરેથી જતા હતા એટલે મારે પણ જવું જ પડે અને હું મામા ના ઘરે ગયો.હું શનિવારે શાળાએ ના ગયો રવિવારની તો રજા જ હોય અને બે દિવસની મારી આતુરતા સાથે સોમવારે શિયાળાની સવારે શાળાએ ગયો.

શાળાના પરિસરમાં પગ મૂક્યો ત્યાં જ મારા શિક્ષકે મને પકડ્યો અને કઈ પણ કહ્યા વગર જ પરિસરમાં બધાની સામે એ લીમડાની સોટી થી સમ.... સમ.... પાંચ છ મારી દીધી પણ મારો વાંક શું છે સાહેબ કહ્યું ત્યાં બીજી બે પડી એટલે પછી હું મૌન રહ્યો અને પછી વર્ગખંડમાં જવા માટે શિશકે કહ્યું.


થોડીવાર પછી હું રૂમમાં પહોંચ્યો અને બધાને પૂછ્યું કે શનિવારે શું બન્યું ત્યારે એક વિદ્યાર્થીએ યે બ્લેકબોર્ડ તરફ આંગળી ચીંધી અને કહ્યું કે તે અમે રમતા હતા ત્યારે અમારાથી તુટી ગયું ત્યારે મે કહ્યુ તો બરોબર બાકી આપણને કોઈ એમ જ મારી ના જવું જોઈએ.. ત્યાં જ બધામાં હાસ્યનું મોજું ફરી વળ્યુ અને હું પણ હસી પડ્યો.


એટલામાં શિક્ષક આવ્યા અને અમે બધા વ્યવસ્થિત બેસી ગયા ત્યાં જ શિક્ષક મારી પાસે આવ્યા ત્યાં મને વધારે ડર લાગ્યો કે મને ફરી મારશે ..પણ તેણે મારા માથા પર હાથ મુકીને કહ્યું બેટા આજે મારાથી ભૂલ થઈ ગઈ છે અને તે રડી પડ્યા મને ખબર ના હતી કે શનિવારે તું ના હતો.

ત્યારે મે સહજતાથી કહ્યું મારા પર આપને સાહેબ વિશ્વાસ કેટલો છે...ત્યારે સાહેબ પણ હસી પડ્યા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ