મિત્રતા
મિત્રતા
વાત છે આ કોલેજના સમયની. નિયતિ અને સંજય એક બીજાના ખાસ મિત્રો હતા.કોલેજમાં કોઇ પણ ફંકશન હોય કે કાર્યક્રમ બંને સાથે જ હોઈ. આવી મિત્રતા જોઈને સૌને આશ્ચર્ય થતું.
સંજય એક ગરીબ કુટુંબમાંથી આવતો હતો.બિચારો કોલેજ પૂરી થાય કે તરત તે જોબ પર ચાલ્યો જતો. નિયતિ તેને ખૂબ. મદદ કરતી. સંજય પાસે બાઇક ન હતું પણ તેણી તેને રોજ કૉલેજથી લઈને તેના જોબ ના સ્થળ પર પોતાની સ્કૂટી પર પાછળ બેસાડીને પહોંચાડતી.
કોલેજના એક્ઝામ ફોર્મ ભરવાનાં શરુ થઈ ગયાં હતાં. સંજય ફોર્મ ભરવા લાઈન માં ઊભો તો પણ મૂંઝાતો હતો. તેની મૂંઝવણને નિયતિએ દૂર કરી નાખી. નિયતિ આવી ને કહ્યું આ લે ફીના રૂપિયા. ને સંજય ખૂબ ખુશ થઈ ગયો.
- સુરેશ વાળા
