મન નું પરિવર્તન
મન નું પરિવર્તન
માનસિકતા ના રહસ્ય કહો કે , પતિની પરપીડન વૃત્તિ ,કે કબૂલાત ના નામે પણ ઘણાખરા પતિ નાઈટ ક્લબ ની મુલાકાત લીધા પછી પત્નીને આંશિક જણાવતા હોય અને પોતાના પુરુષત્વ નું ગૌરવ લેતા હોય છે.! એથી વિપરીત ગર્લફ્રેંડ થી છુપાવતા હોય છે . મોટા બીઝનેસમેન કે કોર્પોરેટ જગતમાં સુરા અને સુંદરી નો ઉપયોગ પોતાનો મકસદ પુરો કરવા માટે કરતા હોય છે..
એક વાર્તા છે. બે મિત્રો જય અને વિજય ઘરના થી દુર બહારગામ ભણવા માટે ગયા, હૉસ્ટેલ માં એક રૂમમાં સાથે રહેતા સાથે જમતા.. આમ બન્ને માં ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ .પણ એક બાબતમાં બન્ને જુદા પડતા હતા .સાંજ પડતા જય અને વિજય સાથે રુમમાંથી નીકળતા .જય જતો ભજન સાંભળવા મંદિરમાં અને વિજય જતો મુજરો જોવા કોઠા પર ,, બન્ને એકબીજાને પોતાની સાથે આવવા આગ્રહ કરતા . જય ભજન સાંભળવા થી મનની શાંતિ , મોક્ષ અને ભગવાનના આશીર્વાદ મળશે તેવી વાત કરતો જ્યારે વિજય મુજરા માં મળતા આનંદ અને અમીર રહીશ સાથે ઉઠક બેઠક અને જીંદગી માણવાની વાત કરતો .બન્ને પોત પોતાનો રસ્તો સાચો છે તેવુ સાબિત કરવાની કોશિશ કરતા છતાં અંતે પોતાની રુચી પ્રમાણે ના રસ્તે જ જતા.
ઘણા સમય પછી બન્ને મૃત્યુ પામ્યા અને ચિત્રગુપ્ત જ્યારે ચોપડો ખોલીને ભજન ના શોખીન જય ને નરક માં અને મુજરા ના શોખીન વિજય ને સ્વર્ગ માં જવાનું કહ્યું ત્યારે જય પોતાનો વિરોધ નોંધાવ્યો. ચિત્રગુપ્ત નો ખુલાસો નોધનીય હતો. ભજન સાંભળતી વખતે જય ને , વિજયની વાતો યાદ આવતી પોતાનો મિત્ર જલસો કરી રહ્યો છે અને પોતે જીંદગી વેડફી રહ્યો છે જય ને મંજીરાના અવાજ માં ઠુમકાના અવાજ સંભળાતા અને મન કોઠાએ પહોંચી જતુ . જ્યારે વિજય ને મિત્રની વાત સાચી લાગતી અને ધર્મ અને મોક્ષ નુ જ્ઞાન સુઝવા માંડ્યુ અને તેનુ મન મંદિરમાં પહોંચી જતુ અને વિજયને નાચનારી બાઇ માં પૂજારી અને ઠુમકામાં આરતી ના દર્શન થવા લાગ્યા
કપડા નીચે સૌ કોઇ નગ્ન હોય છે .કપડા થી વૈભવ નુ પ્રદર્શન થાય ,પણ શરીર વગરના કપડા એ કબાટ માં હૅન્ગર માં લટકાવેલા સિવાય વધુ કંઇ અસ્તિત્વ નહિ. અને મન વગર શરીર કંઇ કાર્ય કરી શકે નહિ શરીર કોઇ નુ આકસ્મિક મૃત્યુ નિપજાવે તો એક્સીડન્ટ કહેવાય ખૂન નહિ પણ મનમાં મલીન ઉદ્દેશ સાથે કોઇ નુ મૃત્યુ નીપજાવે તો ખૂન કહેવાય . જય મંદિરમાં હોવા છતાં મનથી વ્યભિચાર કરી રહ્યો હતો ,જ્યારે વિજય મુજરો સાંભળતા પણ મન ને સ્વચ્છ અને નિર્મળ રાખી શક્યો હતો આમ ચિત્રગુપ્ત નો નિર્ણય યોગ્ય હતો
