વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વીજળીનો ચમકારો

વીજળીનો ચમકારો
**************

બાલ્કનીમાં બેઠેલી શ્રુતિ આજે ગમે ત્યાં હોઈ પણ હોટલના એ રૂમમાં એની હાજરી હોય એવું લાગતું ન હતું. સતત થતો બફારો, પ્રસ્વેદ બિન્દુથી લથપથ શરીર ને હોઠ સુધી આવેલું માથાના ઘામાંથી વહેતુ લોહી. આજે શ્રુતિના મનનું આકાશ કઈક અગમ્ય કારણોથી ગોરંભાતું હતું. રૂમમાં આવતી સિગારેટમિશ્રિત આલ્કોહોલની વાસ ને પથારી પર પડેલા પ્રમોદના એ બારદાન જેવા નિશ્ચેતન શરીરની શ્રુતિને ચીડ ન ચડી. એને મન ત્યાં કોઈનું અસ્તિત્વ જ ન હતું. નિર્લેપી-સી એ બહાર વરસવાની તૈયારી કરતા આકાશને જોઈ રહી. મનનું  વાદળ ધોધમાર વરસી ગયું હતું. હવે એક સ્વચ્છ, નિર્મળ ને મક્કમ વાદળી બહાર આવી હતી.

એક વીજળીનો ચમકારો થયો ને જાણે આખી ધરા પ્રકાશી ઉઠી, શ્રુતિ પણ..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ