વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અતિરેક

             એ આળસ મરડીને બેઠો થયો, એના પર પ્રમાણસરનો વરસાદ પડ્યો હતો, એથી એ આનંદિત હતો. ગજબની સ્ફૂર્તિ શરીરમાં દોડી રહી હતી. હવે બસ ઈચ્છા થાય એમ ખીલવાનું અને વિકસવાનું હતું. એણે પોતાનું એક પર્ણ ઊંચુ કર્યું અને પોતાને કોમળ તડકો આપવા બદલ સૂરજદાદા સામે જોઈને આભાર માન્યો. પણ આ શું? સૂરજદાદાને તો કાળાડિબાંગ વાદળોએ પળમાં ઘેરી લીધા. એ થોડો ગભરાયો, વરસાદનો અતિરેક થશે કે શું? પોતે મોટો થવા ઈચ્છે છે, હજી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા ઇચ્છે છે પણ વરસાદ પોતાને અટકાવશે કે શું?

             એ હજુ વિચાર કરી રહ્યો હતો ત્યાં બાજુના ઘરમાં રહેતો રોહન અને એની મમ્મી બહાર નીકળ્યા. મમ્મીએ રોહનનો કાન ખેંચેલો. બિચારો ચાર વર્ષનો રોહન! મમ્મી કહી રહી હતી, "તારે ડ્રોઈંગ ક્લાસમાં નથી જવું, તારે ડાન્સ ક્લાસમાં નથી જવું, સ્કૂલે નથી જવું, ટ્યુશનમાં નથી જવું, એરોબિક શીખવા નથી જવું, તો તારે કરવું છે શું? કોઈ વસ્તુની ગંભીરતા જ નથી! બધી ફી ભરીને મૂકી છે અને તું પૈસાનું પાણી કરવા બેઠો છે."

           બિચારો રોહન રડતો રડતો માંડ બોલ્યો, "મમ્મી મારે રમવા જવું છે." 

            એ છોડવો બિચારો રોહન પ્રત્યે સહૃદયતા અનુભવી રહ્યો, કારણ કે રોહન પર પણ વરસાદનો અતિરેક થયો હતો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ