જીવન
મારું કામ થઈ ગયું હતું, હું મનોમન ખુશ હતી, હું જે કરું છું એ સાચું છે કે ખોટું તે તો સમય કહી દેશે! મે મારી એક્ટિવા પાર્ક કર્યું ને લિફ્ટ પાસે જઈને ઉભી રહી, ત્યાંજ મારાથી પાછળ વિનય આવ્યા, તેમને જોઈને મે એક સુંદર સ્મિત આપ્યું પણ ખબર નહિ શું થયું કે તેમને મને જોરથી પકડી ને સાથે આવી કે લઈ ગયા, ચહેરા પર ગંભીર ભાવ ને ગુસ્સા ભરી નજર, કહેવા પૂરતું ઘણું હતું કે મારાથી એક ભૂલ થઈ છે? પણ શું? કઈ ભૂલ? મે કઈ કર્યું? મારા મનમાં ઘણું ચાલતું હતું પણ ચેહરા પર કઈ જ દેખાવા નાં દીધું!
વિનય એ લોક ખોલ્યું ને મને સોફા પડ બેસાડી, હું તેમની સામે જોઈ રહી, તેમને મને ધારી ધારી ને જોવા લાગ્યા!
આટલો સુંદર ચહેરો ને દિલ કાળું, દિલના દરવાજા બધા માટે ખુલા જ હોય છે ને? તેમને પૂછ્યું ને મે હસીને વાત ને સહમતી આપી.
આજે તું બહુ ખુશ લાગે કેમ? વિનય એ મારા પાસે આવીને પૂછ્યું ને મારા કપાળ પળ ચુંબન કર્યું પણ હું ત્યાંજ તેમનાથી દૂર થઈ ગઈ.
હવે તો મારો સ્પર્શ પર કાટા જેવા લાગવા લાગ્યા છે કે શું? તેમને મને પોતાની તરફ ખેંચી પણ હું ફરીથી દૂર થવા માટે તરફડીયા મારવા લાગી! તેમને ગુસ્સો આવ્યો ને એક ઝાટકે મને છોડી, અંદર જઈને એક મોટી બેગ ભરીને લાવ્યા તે બેગ મારી હતી, હું કઈ પૂછું તેની પહેલા જ મને તેમને કહ્યું.
"તું અહીંયાથી નીકળી જા, તારો ચહેરો જો હું વધારે જોઈશ તો કદાચ આજે ખૂન કરી નાખીશ!" વિનય એ ગુસ્સામાં કહ્યું ને હું જોઈ રહી, મારા ચેહરા પર સ્મિત રમી રહ્યું, હું જે ઈચ્છતી હતી એ થઈ ગયું, મે પણ સામે હસતા મોઢે જવાબ આપ્યો"
મમ્મી પપ્પા આવે બસ એટલી વાર, હું કારણ આપીને જઈશ, ચિંતા ના કરો! કહો તો ચા બનાવું? છેલ્લે જતા એટલું તો કરી જ શકું ને? મે કહ્યુ ને તેમને રૂમમાં જઈને દરવાજો જોરથી પછાડી ને બંધ કરી દિધો, હું હજી હોલમાં બેસીને હસી રહી, હવે આવશે મજા! મે મનમાં જ કહ્યું.
મમ્મી પપ્પા આવ્યા ત્યાં સુધી મે મસ્ત પૌંઆ અને ચા બનાવી દીધી! અનુ બેટા જલ્દી ચા અને નાસ્તો લાવી દે, બહુ જ ભૂખ લાગી છે, આ તારા મમ્મી તો ઘણું થકવી દે છે!
કેમ પપ્પા એવું તો શું કર્યું મમ્મી? મે કહ્યુ ને રૂમમાંથી બહાર આવીને વિનય એ મારા સામે જોયું ને પપ્પા પાસે જઈને બેસી ગયા.
શોપિંગ કરી બેટા, એટલે તો થાકી ગયો, જો...પપ્પા એ કહ્યું ને મમ્મી હસવા લાગ્યા હું પણ હસી ને, મેં વિનય સામે જોયું, તેમજ ગંભીર રીતે મારા સામે જોયું.
મમ્મી પપ્પા મારે તમને કઈક કહેવું છે! વિનય એ મારા સામે જોઈને પછી મમ્મી પપ્પા સામે જોયું ને કહ્યું .
હા બેટા બોલ! મમ્મી પપ્પા આટલું કહીને પછી મારા સામે જોઈને આંખો બંધ કરીને બોલ્યા, "અનુ થોડા દિવસથી બહાર વધારે રહે છે, હા હું આવું ત્યાં સુધી આવી જાય પણ મને હમણાં વાત મળી એક.... મે વધારે કઈ વિચાર્યું નહિ કેમ કે મને અનુ પર પૂરો વિશ્વાસ હતો, કે અનુ એવું કંઈ કામ નાં કરે જેથી ઘરની ઈજ્જત શરમ થી જુકી જાય, પણ છતાં હું આ બધું ખોટું સાબિત કરવા માટે આજે હું અનુ પાછળ ગયો, તે કોઈ છોકરો સાથે બેસી હતી ને આ કોઈ આજની વાત નથી ઘણા સમયથી આ બધું ચાલે છે, હવે મારે શું કરવું જોઈએ? મમ્મી પપ્પા તમે કહો? જેમ જેમ વાતો આગળ જતી હતી તેમ તેમ મમ્મી પપ્પા બને મારા સામે જોઈ રહ્યા, તેમની નજર સમજતા વાર ના લાગી મને! પણ હું ચૂપ રહી, ત્યાં સુધી ચૂપ રહીશ જ્યાં સુધી કોઈ ફેંસલો નહિ આવે! મે વિચાર્યું મમ્મી પપ્પા નાં સામે જોયું.
અનુ શું વિનય સાચું બોલ છે? પપ્પા એ પૂછ્યું ને હું કઈ બોલું તેની પહેલા જ મમ્મી બોલ્યા, "તમે શું પૂછો છો? એ હવે કઈ સાચું બોલવાની? મારો દીકરો એમના એમ થોડી બોલે, મને પહેલાથી કઈક લાગતું હતું, પણ હવે તો એ સાબિત પણ થઈ ગયું" મમ્મી એ મારા સામે ગુસ્સાથી જોઈને કહ્યું ને પપ્પા તેમને શાંત રાખી રહ્યા, મમ્મી પહેલાથી જ મને નાપસંદ કરતા આવ્યા છે, મારી સાસુ ને હું માં સમાન ભલે સાચવું પણ મને એ વહુ જ સમજતા અને એ રીતે જ વ્યવહાર કરતા હું પણ વધારે ધ્યાન નહતી આપતી કેમ કે આજુબાજુ ના લોકો થોડા ચડાવે ને ચડી જાય એવું હતું મમ્મી નું, ને બધાંની નજર મારા પર... ખૂબસૂરતી લઈને આવી હતી, આ એક જ મારી ભૂલ, બધાંની નજર ઘરમાં આવતા પહેલા મારા પડ પડે, "આટલી સુંદર વહુ, અનુ તો તમને પણ ભારી પડશે, કઈ ચાલશે જ નહિ બેન તમારું તો, આવી કેટલીય વાતો કોઈને કોઈ કહેતા, અને ત્યારથી જ મમ્મી નું વલણ મારા માટે કઠણ થતું ગયું"
છોડી દે બેટા છોડી દે, આ ને રાખીને આપણે પહેલા જ ભૂલ કરી છે, આજે જ...નાં ....હમણાં જ જઈને આના ઘરે મૂકીને આવ અને કહી દેજે એના માં બાપ ને કે નથી રાખવી અમારે, કારણ પણ ચોખું આપીને આવજે, મમ્મી ગુસ્સામાં બોલ્યા ને આજ શબ્દો હમણાં મે સાંભળ્યા જ હતા!
મમ્મી પપ્પા હું તો જાઉં છું, તમારા પુત્ર એ પહેલા જ બેગ ભરીને લાવ્યા ને તો રાહ શેની, પણ એક હું વાત કહું? દગો મે નહિ પણ તમારા છોકરા એ આપ્યો છે, એ પણ મને! હું બોલીને વિનય મારા પાસે આવ્યો ને જોરથી મારો હાથ પકડ્યો, મે પણ પૂરી હિંમત થી હાથ છોડાઈ નાખ્યો ને ફરીથી બોલી, "હું જેને મળું છું તે મારો ભાઈ છે એ હું સાબિત કરી દઉં, પણ હું નહિ કરું, બીજી વાત.... ગવાહ જોઈએ? વિનય? મે વિનય તરફ હસીને કહ્યું ને તેને પરેશવો થવા લાગ્યો, એક પણ મિનિટ બગાડ્યા વગર ફોનમાં વિડિયો ચાલુ કરીને મમ્મી પપ્પા સામે કરી દીધો, તે વીડિયોમાં થતી વાતો ને ચિત્રો એટલું દેખાડવા પૂરતું હતું કે દગો દેનાર કોણ?
પપ્પા વિનય પાસે ગયા ને બે ઝાપટ લગાવી દીધી, તે ગુસ્સાથી મારા સામે જોઈ રહ્યા, હું તેમના પાસે ગઈ ને મારા પેટ પર હાથ મૂકીને કહ્યું, "આ બાળક હતી આવ્યું પણ નથી, તેના શ્વાસ હું મેહસૂસ કરી શકું છું, આટલું કહેતા મારી આંખો ભરી ગઈ....એટલું જ કહીશ, એના ખાતર કબુલ કરી લો કે ખોટું કોણ છે? હવે આ ઘર માંથી કોણ નીકળશે? વિનય એ નજર નીચી કરી, એ આંખ નાં મળાવી શક્યો,
હું મમ્મી પાસે ગઈ ને બોલી, હું બહાર જાઉં ને આવું કઈક કરું તો મારી સજા. મને શું મળશે તે. મને ખબર પડી ગઈ, હું જાણવા માંગુ છું કે જ્યારે બધું જ સાચું સામે છે તો વિનય ને શું સજા આપવામાં આવશે? હું ભીની આખે મમ્મી પપ્પા સામે જોઈ રહી, બધાંની નજર નીચી હતી, મમ્મી ને અફસોસ તો પપ્પા એ મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો!
અમે ચાહીને પણ વિનય ને ઘરમાંથી નાં નીકાળી શકીએ, અમારો એકનો એક દીકરો છે, તારી મમ્મી નો જીવ નહિ ચાલે, તું બોલીશ તારે શું સજા આપવી છે, હું સાથે છું આજે અને હંમેશા બેટા, પપ્પા એ કહ્યું ને મે મારું બેગ લીધું....હું ઘર છોડીને જાઉં છું, મમ્મી કે વિનય તરફ નજર કર્યા વગર હું બહાર નીકળી ગઈ પપ્પા પણ પાછળ આવ્યા ને તેમને મને ગળે લગાવી દીધી, "દીકરા તું કરે એ સાચું, તારા પપ્પા હરેક ક્ષણ તારા સાથે છે, બોલ ક્યાં જઉં છે? હું લઈ જઉં?" પપ્પા એ કહ્યું ટ્રેન સુધી પપ્પા મારા સાથે જ હતા, હું નીકળી ગઈ અમદાવાદથી રાજકોટ માટે! ત્યાં પહોચીને મમ્મી પપ્પા ને ભાઈ સાથે વાત કરી બધી, તેમનો સપોર્ટ ને આજે હું અહીંયા છું, પોતાનું કઈક કરી રહી છું, મારી 3 વર્ષની દીકરી બાપ વગરની છે છતાં તેના ચહેરા પર સ્મિત હતે નહિ તેનું ધ્યાન રાખું છું, ક્યારેય મને સવાલ પણ નાં કરે, પપ્પા ક્યાં? શું કરે? ખબર નથી મને આટલી સમજદાર એ ક્યારે થઈ? હું ને મારી દીકરી ખુશ છીએ, ક્યારેક પપ્પા આવે મળવા.
એ એક રાત પછી હું કોઈ દિવસ વિનય ને નાં મળી, નાં મારી દીકરી પર તેનો પડછાયો પડવા દીધો, મને આ મંજૂર નહતું કે પ્રેમ હું કરું ને દગો પણ મને મળે, હું એવા વ્યક્તિ સાથે કઈ રીતે રહ્યુ જ્યાં મને સન્માન નાં મળે, પ્રેમ ના નામ પર છલ મળે? પ્રેમ આવો ના હોય, આટલો ભેદભાવ? હું ભૂલ કરું તો ઘર ની બહાર, અને છોકરો કરે તો માફી બસ? પતી ગયું? એ સબંધ ફરીથી ક્યારેય એવો નાં થાય, હું વધારે મારી જાત ને દુઃખી કેમ કરું? બસ એટલે જ મને જે યોગ્ય લાગ્યું તે જ કયું.
ભલે હું આજે એકલી પણ ખુશ છું, મારી ફૂલ જેવી દીકરી સાથે!
એ રાત પછી, હમેશા સવાર ખુશીની થઈ છે!
