વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ આમ જ રહેશે..


હેપી વેલેન્ટાઇન ડેની શુભેચ્છા આપતો મેસેજ મોબાઈલની સ્ક્રીન પર ડિસ્પ્લે થયો. ધરાએ યુ ટુ કહી વાત પૂરી કરવાનો પ્રયત્ન કર્યો.સામેથી વોઇસ મેસેજ આવ્યો જેના શબ્દો હતા.."ગુલાબ ન આપી શકાયું ન તો ચોકલેટ આપી શક્યો કોઈ ગિફ્ટ કે કઈ પણ નહિ બસ હવે એમ થાય છે કે તમે મને મળી જાઓ તો હું દર વર્ષની ઉજવણી આ બધું આપીને કરું."સ્નેહા આછું શરમાઈ.


સામો મેસેજ કર્યો.."આ આમ જ રહેશે?"


"હા કેમ તને કોઈ શંકા છે?હું સાચું કહું છું આ લાગણીમાં કોઈ ફેરફાર ક્યારેય નહિ આવે." લાગણીનો ઘૂઘવાટ આજે મેસેજ બનીને ગુંજી ગયો.


ધરા એ એક સેલ્ફી ક્લિક કરી અને મોકલી. આછેરા ગુલાબી ગાલો પરની શરમ જાણે ક્યાંક સંતાવા સરનામું શોધતી હોય એમ સામેના ફોન તરફ આગળ વધી.


અને વધુ એક મેસેજ.." આ આમ જ રહેશે?"


"હા હમેશા એમ જ રહેશે.કેમ તને હું નથી ગમતી?"ધરાએ હા ના જવાબની રાહમાં સવાલ પૂછ્યો.


"હા તું તો ગમે છે પણ આ ગળા પરનો ડાઘ આમ જ રહેશે?"વાંચીને ધરા પોતાને પૂછી રહી હતી સમાજની રીત છે આ આમ જ રહેશે?

       - ભૂમિ પંડ્યા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ