વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્યામલી

*????શ્યામલી????*

    *(આગંતુકની નાનકડી રચના)*


*લગ્નના નોંધણી માટેનું ફોર્મ ભરવા ઉભેલા એ જોડામાં રહેલ યુવતીને જોઈને એડવોકેટ દ્વારા પૂછવામાં આવ્યું, "તમારો હાલનો દરજ્જો શું લખું? વિધવા, ત્યકતા, કુંવારા કે છૂટાછેડાવાળા...?"*

 *એક પળ માટે ઝટકો ખાઈ ચૂકેલી યુવતીએ પોતાને સંભાળી લીધી, અને સાવ કાળા રંગની સ્યાહી ધરાવતી પેન વડે ત્યકતા શબ્દ પર ટિક કરી.*

*આ યુવતી સાથે લગ્ન કરવા આવેલા યુવકે લાગણીપૂર્વક તેણીની હથેળી દબાવી. ઓફિસની દીવાલ પર લાગેલ તસવીરમાં રહેલ શ્યામ પ્રભુ મરક મરક હસી રહ્યા હતા.*


 *-- અનિરૂદ્ધ "આગંતુક"*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ