વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માઈક્રો ફીક્શન


1)       છેલ્લીવાર કુંતલ અને દિક્ષાને દરિયા કિનારે  ભીની માટીમાં એમ કહેતાં સાંભળ્યા હતાં કે, 'તું જ મારો સાચો પ્રેમ છે.' ત્યારબાદ તેમણે સીધી ફેમિલિ કોર્ટ માં જ દેખા દીધી. 

2)     નીલા પાંજરામાં પૂરી રાખેલાં પોપટને મરચા ખવડાવતાં પડોશણ સાથે વાત કરી રહી હતી કે, "મારે તો રોજનો નિત્યક્રમ છે, મારા પોપટને મરચાં આપીને જ જમવું." ત્યાં જ ફોનની રીંગ વાગી. જોયું તો વૃધ્ધાશ્રમ માંથી મૅનેજરશ્રી બોલી રહ્યા હતા કે, બિમારીને લીધે તમારાં સાસુ મૃત્યુ પામ્યાં છે. 

3) એષણા ને એમ.બી.એ થવું હતું પણ પિતા નિરવકુમારની ઇચ્છા હતી કે દિકરીના લગ્ન લઇ લેવા. એષણા નાં લગ્ન પછી ગામની શાળાની નાની બાળાઓના કૌશલ્ય વિકાસ માટેનાં કાર્યક્રમમાં  નિરવકુમાર  મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતાં.  

4) અમૃતલાલનું કુટુંબ ખરેખર દાનેશ્વરી છે,-અનાથાશ્રમના બાળકોને દાન કરી રહેલાં અમૃતલાલ પોતાની પ્રસંશા સાંભળી પોરસાતા હતાં. ત્યાં જ એમના ઘરની કામવાળી બાઈ આવી. એના દિદાર જોઇ એમને સૂગ ચડી આવી. 'શું કામ છે તે અહીં સુધી લાંબી થાય છે' લગભગ બરાડતા અમૃતલાલ બોલ્યાં. 'બાપુ! કાલે મારા દિકરાની શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ છે.બે મહિનાંનો પગાર  બાકી છે, રુપિયા મળી જતાં તો ફી ભરી દે'તી.' બોલતાં બોલતાં બાઈ રડી પડી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ