વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનો મીઠો અહેસાસ

વીણાને નાનપણથી માથામાં ફૂલ કે ફૂલની વેણી લગાવવા ખૂબ જ પસંદ હતા. વીણાને જ્યારે છોકરા વાળા જોવા આવ્યા ત્યારે તેને આકર્ષક ગૂંથેલા કેશમાં ફૂલોનો ગજરો સજાવ્યો હોય તેમ બે કલરનાં ફૂલોને વ્યવસ્થિત રીતે ગોઠવીને કેશમાં સજાવ્યા હતાં. 


           આદર્શે તે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને લાગ્યું કે વીણાને જરૂરથી ફૂલો ખૂબ પસંદ છે! લગ્નના દિવસે તેની સખીઓ ચિડવતી હોય છે કે," હવે બેનબા ક્યાં ફૂલની વેણી શોધવા જશો?" વીણા શરમાય જાય છે.


          ગૃહ પ્રવેશ કર્યા પછી તે નવા ઘરમાં વીણાનો પહેલો દિવસ હોય છે. લાંબા લચકતા કેશ જ્યારે વીણા ગૂંથી રહી હોય છે ત્યારે મનમાં એક ખૂણે ઉદાસી છવાયેલી હોય છે. પણ મોં પર આવવા નથી દેતી.


         આદર્શ આ બધું છાનું છાનું નિરીક્ષણ કરતો હોય છે.જ્યારે વીણા કેશ ગૂંથી લે છે ત્યારે અચાનક આદર્શ પાછળથી આવે છે અને વીણાને માથામાં તાજા ફૂલોનો ગજરો લગાવી દયે છે અને વીણા આદર્શને કહે છે, " પ્રેમનો આ મીઠો અહેસાસ કાયમ યાદ રહેશે" કહીને શરમાઈને આદર્શની બાહોમાં લપેટાઈ જાય છે.


અલ્પા નિર્મળ "અમી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ