સાહિત્યની વાતો!
ઈશ્વરે પર્વતો તરાશ્યાં.
પૃથ્વી ખોદીને સમુદ્રો ભરી દીધાં પણ ઈશ્વરને શૂન્યનું શિલ્પ ન આવડ્યું!
શૂન્ય માણસે બનાવ્યું. સીધી લીટીની જેમ! સીધી લીટી ઈશ્વરને બનાવતાં આવડી નથી.
સમગ્ર પ્રકૃત્તિમાં દરેક લીટી વળેલી છે, ત્રાંસી છે, આડી છે, પણ સ્ટ્રેઈટ લાઈન નથી.
ક્ષિતિજ પણ વળેલી છે! માણસે સીધી લીટીને વાળી દીધી અને બે અંતબિંદુઓને જોડી દીધાં અને શૂન્યનો જન્મ થયો!
સીધી લીટી ગોળ વળે છે અને એનાં પોતાનામાં જ લીન થઈ જાય છે ત્યારે શૂન્ય પ્રકટે છે.
- ચંદ્રકાંત બક્ષી ("સમકાલ")
