વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્રત


"ગોરમા ગોરમા રે, સસરા દેજો સવાદિયા...

ગોરમા ગોરમા રે, સાસુ દેજો ભૂખરવી..."


આના મંદિરની બહાર ઊભી હતી. અંદરથી આવતું આ ગીત સાંભળીને તેને કુતૂહલ થયું. તેણે પોતાના બાને પૂછ્યું, "બા, આ બધાં શું ગાય છે? અને કોની પૂજા કરે છે?"


બા હસતાં-હસતાં આનાની મમ્મી સાન્યા સામે જોઈને બોલ્યા, "બેટા, આ બધાં ગોરમાની પૂજા કરે છે અને ગૌરીવ્રત કરે છે. તું મોટી થઈશ ને, એટલે તારે પણ આ વ્રત કરવાનું."


આનાએ તરત જ બીજો સવાલ પૂછ્યો, "પણ મારે કેમ કરવાનું?"


ત્યારે બા બોલ્યા, "બેટા, ગૌરીવ્રત કરવાથી સારું સાસરું મળે, પ્રેમાળ સાસુ-સસરા મળે અને સારો પતિ મળે."


આના થોડું વિચારમાં પડી ગઈ. પછી તેણે સાવ નિર્દોષ ભાવે પોતાની મમ્મી સામે જોઈને પૂછ્યું, "મમ્મી, તો તે કેમ આવાં વ્રત નહોતાં કર્યા?"


આ સવાલ સાંભળતાં જ સાન્યાની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું, અને આનાના બા પણ ક્ષણભર માટે ભોઠા પડી ગયા.

✍🏻 સુચિતા રાવલ 

       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ