વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દાવ થ‌ઈ ગયો યાર

          હોસ્ટેલ નો હેપ્પી ડે એટલે રવિવાર .


sunday it's funday 🙌

            

          હવે જોય આ રવિવાર ના દિવસે અમને "શનિ " કેવો ભારે પડે છે .

                   રવિવાર નો દિવસ એટલે શનિવાર રાત્રે નુ ફિક્સ ટાઈમ ટેબલ રીડિંગ પુરુ થાય કે બધા રૂમ માં આવી ચોપડા બંધ કરી મુકી  દેવાના. જ્યાં સુધી એમ ન થાય કે મેડમ સુઈ ગયા એની ચેકિગ માં આવે ત્યાં સુધી પોતાના સુખ દુઃખના ગપાટા મારવા ના .                 ‌‌.  ‌.                                              આ દિવસે અમે બધા મર્ડર મિસ્ટ્રી સોલ કરતા હતા "સુરાગ મીલ હી ગયા થા મે દયા કી તર દરવાઝા તોડ ને હી વાલી થી કી ....કી અલામ બજ ગયા "

યાર સોમવારે મારા દુશ્મન એટલે કે ગણિત નૂ ૫૦ માકૅ નૂ પેપર હતુ .સારુ આ વખતે ઊઠી તો ગ‌ઈ દર વખતે ની જેમ કંટાળી ને કોયે બંધ નથી કર્યું . વિચાર્યું કયું ચેપટર કરુ હજુ તો ચાર વાગ્યા છે મારી પાસે બે કલાક છે .બે કલાકમાં મારા ભુખખડ યારો નાસતો પતાવી નાખે ને હું એક ચેપટર ન કરી શકું. પછી વિચાર્યું શું વાંચું ...?

અંતે  સાડા ચાર વાગ્યે મે નક્કી કર્યું . "આંકડાશાસ્ત્ર ."

બે પેજ વાંચ્યા ત્યાં નજર આજુબાજુ વાળા પર પડી રવિવાર છે તો કેવા શાંતિ થી સુતા છે . પછી વિચાર્યું ટેસ્ટ તો એને પણ છે . કાલ નો આખો દિવસ વાંચવાનું જ છે તો અત્યારે હું કેમ જાગું છું  ? ફોડી લ‌ઈશુ કહીને હું પણ સુઈ ગઈ.પોણી કલાક માં માત્ર સાડા સાત મિનિટ વાંચી હું કુંભ કરણ ની જેમ સુઈ ગઈ.


શું કયે પેલું

તુમ કિસી ચીઝ કો સિદ્ધત સે જાહો તો પુરી કાયનાથ તુમે મિલાને કી સાઝિસ કરતી હૈ.


મિસ્ટર કાયનાથ બોવ મોટી સાજિશ હતી . ગણિત ની સાડા સાત મિનિટ મને સાડા બે કલાક માં પડી.કહેવાય છે કે ઊંઘ શેરડી ના સાંઠા જેવી હોય છે માંડ માંડ મજા આવે ત્યાં શેરડી માં ગાંઠ ને ઊંઘ માં સવાર પડી જાય. 

         

               સવારે વેલા ઊઠીને વાંચ્યું સાડા સાત મીનીટ પણ સુતી વખતે સવારે છ નુ એલામ લગાવતા જ ભુલી ગ‌ઈ . અને અંતે  સ્કૂલ બસ નુ હોર્ન જ સંભળાયુ અને પછી તો મીલખા સિંહ ની જેમ દોડવું પડ્યું પણ પછી તો શું શુઝ, બેગ , લંચ બોક્ષ નું બેલેગસીન એકટ કરતા સીડી ઉતર્યા . ફાઈનલી બસ માં આખી હોસ્ટેલ માથી માત્ર પાંત્રીસ જ બેઠી હતી અને આખી હોસ્ટેલ જાપલી ની અંદર એ વાત નું દુઃખ ન હતુ કે આખો રવિવાર બગડશે પણ મજા એ વાત ની હતી કે હું એકલી આ સજા નહીં ભોગવું પણ મારા રૂમમૅટ પણ સાથે હશે . પછી શું અમારા કાન પાયલ મેડમ અને હીના મેડમ ના એ અણમોલ વચનો સાભળવા તળપતા હતા .

આખો દિવસ બગડશે એ વાત થી બધા ના મોઢા સડેલ કેરી ની જેમ  લટકેલા હતા ને મારા રૂમમેટ કંઈક અલગ જ ચર્ચા માં પડ્યા હતા . શું ચર્ચા ચાલુ એ સાંભળીએ .



"યાર હું તો નાસ્તા ના ડબ્બા ભરતા જ ભુલી ગ‌ઈ"


ઓહ" " હું તો મેથ્સ ની પાકી બુક લેતા ભુલી ગ‌ઈ પણ નાસ્તા નો ડબ્બો યાદ કરી ને ભરી લીધો "


" મારે પણ એમ જ છે નાસ્તા ના બે ડબ્બા ભરી લીધા છે"


બધા ને એ પણ નતી ખબર કે સવાર નો નાસ્તો મળશે  કે કેમ પણ અમારા ભુખખડો તો પોતાની વ્યવસ્થા મા હતા. અચાનક સિંહ ત્રાડ નાખે એવી ત્રાડ સંભળાઈ કંઈ નવીન નથી હવે તો અમે પણ ટેવાય ગયા છીએ.જોઈ આજે ક‌ઈ પડીકી આપે .

"તમને ક‌ઈ લાડ લડાવા જેવા જ નથી "

સવાર મા અડધી કલાક વેલા ઊઠો તો શું ફેર પડે

લખજો સાયન્સ નું પેલું ચેપટર ત્રણ વાર  મારે ક‌ઈ જ સાભળવુ નથી .

અચાનક બસ ડ્રાઈવર નકુમ ભાઈ નો અવાજ આવ્યો

"હાલો હવે મોડું થાય છે મારે"

સારું બોલાવી લીધા નકર બે-ચાર વાકયો વધુ સાભળવા મળેત

અને એમને પણ કોણ સમજાવે કે માત્ર એમને જ નહીં અમને પણ મોડું થતું હતું . અમારી રાહ જોઈ રહ્યું હતું કોઈક હા અમારી રાહ "થેપલા " બીજું કોણ તમે શુ સમજ્યા ???

જેમ જળીબુટી ન મળતાં હનુમાનજી આખો પવૅત ઊપાડી લાવ્યા એ વખતે એમને જેવો આનંદ થયો હશે એવો જ આમારા નંગો ને થતો હતો.સારુ વેલા પત્યું પણ અચાનક બીગ બ્રેકીગ ન્યુઝ આવી . સ્કૂલે જ‌ઈને કોએ નાસ્તો કરવા જવાનું નથી પેલા પાંત્રીસ જે બસ માં છે એટલા જ નાસ્તો કરવા જશે બાકી બધા આખા મેદાન ના ૧૦ રાઉન્ડ લગાવશે અને ખબરદાર જો પેલા પાંત્રીસ માથી કોએ આ લોકો ની થાળી લીધી છે તો . જાવ બેસો બસમાં.

બસમાં બેઠા પછી પણ શોક સભા ની શાંતિ હોય એવું વાતાવરણ હતું .

પણ......

છેલલી શીટ પર ક‌ઈક મહતવના નિર્ણય અંગે વિચાર વિવાદો ચાલી રહ્યાં હતા કારણ કે બસની લાસ્ટ સીટ પર અમારા નાલાયકો નો કબજો હતો .

"આજે આ નાસ્તો ન આપે તો કેવું છે ફીઝ પણ આપો."


"હા સાચી વાત છે યાર કેવી રીતે દોડી શકીશું "


ફોડી લ‌ઈશુ યાર રિલેક્ષ.


સ્કૂલ ના મેદાન ને જોઈ ને જ મને ચક્કર આવતાં હતાં તો ચક્કર મારવાની વાત જ ક્યાં કરવી .

મેડમે હાથ નો ઈશારો કરી કહ્યું શરૂ કરી દો

એક લાઈન મા દોડવાનું છે , લાંબુ રાઉન્ડ દોડવાનું છે જે ઊભા રહી જાય તેને બીજા બે રાઉન્ડ વધારે

હાલો, ચાલુ કરી દો .


બે રાઉન્ડ માં તો બધાનું બસ થ‌ઈ ગયુ સાલુ એક એલામ ના કારણે આવા વખત જોવા પડશે વિચાર પણ નહોતો કર્યો .

મેડમ ની અસીમ કૃપા થી અમને પાંચ રાઉન્ડ મા જ જામીન મળી ગ‌ઈ .

હાથ મો ધોઈ બધા ભોજનાલયમાં પહોંચ્યા થેપલા અમારી રાહ જોતા હશે એવા વિચાર થી પણ આ શું ???????


" ખાખરા"

" ખાખરા"

સપને દેખે થેપલા વીથ ચટની કે ઓર મીલે રુખેસુખે ખાખરા!!

અહીંયા પણ દાવ થ‌ઈ ગયો ...

ખબર નહીં આજ નો દિવસ ન જોયેલ શું બતાવશે .



અડધો દિવસ તો આમ જ નીકળી ગયો બપોરે ત્રણ વાગ્યા ની રીડિંગ માં મેડમ  બધા સામે જોઈ રહ્યા હતા અચાનક જ ખુરશી પર થી પડી નથી ગયા ઊભા થયા અને અમારા એક સાથી નુ પુસ્તક લ‌ઈ ને ધબાધબી બે ચડાવી. હવે ક‌ઈ મેડમ ગાંડા તો થ‌ઈ નથી ગયાકે  પેલી ને વાંક વગર ચડાવી દે . અને પેલી પણ ક‌ઈ ડાય નહોતી ચાલુ રીડીગ મા બુકમાં ટેડી બીયર દોરતી હતી મજા આવી હજુ બે-ચાર વધુ પડવી જોતી હતી મનોરંજન મળતુ હતું.

બથૅ ડે પર ન મળે એવી સરપ્રાઈઝ આજે મળતી હતી .

ફાઈનલી રાત્રે જમવાનો ટાઇમ થ‌ઈ ગયો

હાસ હવે પત્યુ પણ ના.......

જમવામાં એ જ રીંગણા નુ શાક  પીરસવામાં પણ આપણુ કોઈ ન હોવાથી એ જ કદડો મળ્યો પણ અમે પણ નિણર્ય કર્યો હતો મરી જાશુ પણ રીંગણા નહીં જ ખાય .

        ગણિત ના દાખલા ન આવડે પણ રીંગણા ન ખાવા ના બાના તો અમે અંતરીક્ષ માથી પણ ગોતી લ‌ઈએ.

આ તો અમારુ રોજ નું હતું ન ભાવે એવું શાક હોય એટલે થાળી ની આજુબાજુ વેરી દેવાનું પણ બીજો ક‌ઈ રસ્તો જ નહોતો આ રીંગણા થી બચવાનો ખબર નહીં રોજ તો બધુ બરોબર ચાલતું હતું આજે કેમ ભુલ થઈ ગઈ .આ કપરું કાર્ય કરતા અમને હોસ્ટેલ ની એક છોકરી જોઈ ગ‌ઈ પછી તો શું દાવ થ‌ઈ ગયો . મેડમ અમને ધણું કીધું શું કીધું એ યાદ નથી કારણકે અમારું રોજ નુ હતું .અને પેલા રીંગણા પણ બધા ની સામે ખવડાવ્યા નહીં  સાફ કરાવીયા. પણ મને પકડાય ગયા એ વાત નું દુઃખ નહોતુ પણ મજા એટલે આવતી હતી કે ભેગી મારી બે-ચાર રૂમમેટ્સ પણ હતી  .અહિયાં સુધી તો ઠીક હતું પણ અમે  એ  રીંગણા લેતા હોય એવા ફોટો પણ પાડયા હવે તેમને અમારા ફોટો જ જોતા હોય તો કં‌ઈક સારા  પોઝમા આપેત ને .આજનો દિવસ જેવો દિવસ ભગવાન ક્યારેય ન બતાવે  રવિવાર તો નિકળી ગયો પણ બીજે દિવસે .........

તુ તો એ જ છો ને કાલે ભોજનાલય મા.............

એવૂ ન કરતા હોય તો ............

બસ આજ સાંભળવા મળ્યું પણ એ કિસ્સાઓને વાગોળવા ની ખુબ આનંદ આવે છે ......

     હા, કયારેક એમ થાય કે હોસ્ટેલે નથી જાવું પણ


એ તો મજબુરી છે સાહેબ બાકી

રામ વનમાં

કૃષ્ણ જેલમાં ને

હું થોડી હોસ્ટેલ માં જાવ.🙄



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ