વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનસાથી...

"હિરણ્યા.... ઉઠ ને, આજે ફરીથી કૉલેજ જવામાં મોડું થઈ જશે", બૂમો પાડતા ગુસ્સે થઈ ને કાજલે કહ્યું, ને આળસ મરડી ને ઊંઘરેટી આંખો ને ચોળતા ચોળતા હિરણ્યા એ  સહેજ છણકો કરી કહ્યું, "અરે મારી કાજુ, કેટલું સરસ સ્વપ્ન હતું, તે તોડી નાખ્યું મને જગાડી ને !"

"એમ, કોણ આવ્યું હતું તારા સ્વપ્ન માં જે આટલો બધો અફસોસ કરે છે ?" કાજલે મસ્તી થી પૂછ્યું.

"તને તો ખબર જ છે, મારો પંથ ...બીજું કોણ તે?' હિરણ્યા ઉવાચ,

"તો શું કેહતા હતા , તમારા મિ. પંથ?" કાજલે વધુ પાનો ચડાવ્યો.

"અરે યાર! તને તો ખબર જ છે ને, કે પંથ કેટલો શાંત છે, આટલા વર્ષો થી સાથે ભણીએ છીએ, આ એમબીએ પતવા આવ્યું, પણ એ મને કશું કહેતો નથી, આજ ના સ્વપ્ન માં એ કંઇક બોલવા જ જતો હતો ને, ત્યાં તારી રાડો સંભળાઈ..." હિરણ્યા ના ચેહરા પર ઉદાસી આવી ગઈ...કાજલે તેને બાથ ભરીને કહ્યું, " પંથ તને જરૂર કેહશે, મને લાગે છે કે આ એન્યુઅલ ફંકશન માં એ તને જરૂર પ્રપોઝ કરશે, ચલ હવે ફટાફટ તૈયાર થઈ જાઓ પંથ ની મંઝિલ, મોડું થાય છે,"

કાજલ અને હિરણ્યા હોસ્ટેલ માં રૂમ મેટ છે, બંને પાકી ફ્રેન્ડ્સ બની ગઈ છે. હિરણ્યા, ખૂબ જ હસમુખી  ને બોલકી છોકરી, મુગ્ધાવસ્થા ની ચંચળતા ને અલ્લડતા થી તરબતર, વળી નમણી પણ એવીજ, કોઈ નું પણ દિલ જીતી લે, ....પણ એનું દિલ પેલા ધીર ગંભીર , ભણવા માં અવ્વલ , મીઠા સ્વભાવ વાળા પંથ ની પાસે ક્યારનુંય અટકી પડ્યું હતું, ક્યારેક એને લાગતું કે પંથ પણ એને ચાહે છે, વળી ક્યારેક લાગે કે એવું નથી, હિરણ્યા પોતે ખૂબ બોલકી હોવા છતાં એને આ દિલ ની વાત કેહવા માં જીભ સિવાય જતી હતી, આમ ને આમ એમબીએ પતવા આવ્યું, આ વાર્ષિક દિવસ પછી બધા છૂટા પડી પોત પોતાને ઘરે જતા રેહવા ના હતા, હિરણ્યા ને હતું કે આ છેલ્લો મોકો છે.


જોત જોતામાં એન્યુલ ફંકશન  નો દિવસ પણ આવી ગયો, બધા ખૂબ ઉત્સાહિત હતા, ખાસ કરીને હિરણ્યા...તે ખૂબ સુંદર લાગી રહી હતી વ્હાઇટ  વેસ્ટર્ન ડ્રેસ માં, તો પંથ પણ બ્લ્યુ જિન્સ અને વ્હાઈટ  ટી શર્ટ માં શોભી રહ્યો હતો, કાર્યક્રમ ના સમાપન થતાં બધા ,એકબીજા ની સ્લેમ બુક ભરી રહ્યા હતા,એકબીજા ના સરનામા ને યાદો ની આપ લે, ધીમે થી પંથ હિરણ્યા તરફ વળ્યો ને કહ્યું, " હિરણ્યા માટે તારી સાથે બે મિનિટ વટ કરવી છે," ને હિરણ્યા માં દિલ ની ધડકન વધી ગઈ, બંને ગાર્ડન ના બાકડે બેઠા , પંથ એ કહ્યું, " હિરણ્યા, હું ખૂબ ખુશ છું, માટે તેને એક સારા સમાચાર આપવાના છે".

"શું? " હિરણ્યા એ અધીરાઈ થી પૂછ્યું,

પંથે કહ્યું ," હું બેંક માં પીઓ તરીકે સિલેક્ટ થઈ ગયો છું, અમદાવાદ માં પોસ્ટિંગ મળ્યું છે, નેકસ્ટ મંથ થી જોઈન કરું છું, છે ને ગુડ ન્યૂઝ ??"

હિરણ્યા, ની આંખો માં ખુશી ની સાથે થોડી નિરાશા પણ ડોકિયું કરી ગઈ, તેણે પંથ ને અભિનંદન પાઠવ્યા, પંથ ખૂબ ખુશ દેખાતો હતો, ત્યાં એના રૂમ મેટ અવિનાશ નો કૉલ આવ્યો, ને એ બાય કહી નીકળી ગયો, હિરણ્યા ને ખૂબ ગુસ્સો આવ્યો, તે સમસમી ઊઠી, આખી રાત ઊંઘી ના શકી, ને બીજા જ દિવસે ઘરે ગામ જવાની વાટ પકડી, ઘરે જઈ ને પણ એને ચેન ના પડ્યું, પંથ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, તેણે પંથ ને ભુલાવી દેવાનું નક્કી કર્યું, બે દિવસ પછી મમ્મી એ કહ્યું કે તેને કોઈ છોકરો જોવા આવે છે, તેને હા કહી, ને મનોમન લગ્ન કરી લેવાનો નિશ્વય કર્યો. બીજા દિવસે એ સરસ  આસમાની રંગ ની સાડી પેહરી તૈયાર થઈ, મન માં ઉદાસી છવાયેલી હતી, પણ મન મક્કમ કરીને એ છોકરા અને એના ઘરવાળા માટે પાણી લઈ ને ગઈ, નજર નીચી હતી, ત્યાં એને કહ્યું પંથ નો અવાજ? એને આંખો ઊંચકી ને જોયું તો પંથ!!! ને એની આંખો માં ચમક ને હાસ્ય આવી ગયું.....








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ