વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રિધમ..!!

"આજે સાંજે મારા ફ્રેન્ડ રાહુલની સગાઈમાં જવાનું છે તો તૈયાર રહેજે.." અવ્યાને ઓફિસ જતાં મને કહ્યું.


સાંજે હું અને અવ્યાન તૈયાર થઈ તેના ફ્રેન્ડની સગાઈમાં પહોંચ્યા અને અવ્યાન મને તેના ફ્રેન્ડ રાહુલ ને મળવા લઈ ગયો પછી અમે લોકો બેસેલા હતાં ત્યાં એક કપલ મારી નજર સમક્ષ આવ્યું જેને જોઈને મારા સ્મૃતિપટલ પર ભૂતકાળ ચીતરાય ગયું.

◆◆◆◆◆

હું અને નિત્યા બેસ્ટ ફ્રેન્ડ હતાં. કોઈ પણ જગ્યાએ જતાં અમે બંને સાથે જ જતાં.. અમારા ક્લાસમાં અવ્યાન ન્યૂ એડમીશન આવ્યો. એ નિત્યાને જોયા કરતો ત્યારે મને નિત્યાથી ઈર્ષા થતી કેમ કે ક્યાંક હું પણ અવ્યાનને પસંદ કરતી હતી. પણ મને ખબર પડી કે નિત્યા પણ એને પસંદ કરે છે.. એટલે મેં તેનાથી દૂર જવાનું નક્કી કર્યું હતું.


અમારો ક્લાસ વન ડે પિકનિક માટે જઈ રહ્યો હતો એટલે હું તૈયાર થતી હતી ત્યાં નિત્યા આવી અને બોલી, "ઓહો હિરોઈન.. ખૂબ જ સુંદર લાગે છે."


"હા તો વળી હું ફ્રેન્ડ કોની છું.!" મે હસતાં કહ્યું


પછી અમે બસમાં બેઠાં હતાં ત્યાં નિત્યાએ કહ્યું, "મારી એક વાત માનીશ.. તને આપણી દોસ્તીની કસમ.."


"અરે પણ વાત તો સાંભળવા દે પહેલા પછી કસમ આપ.."

મે નિત્યાને કહ્યું.


"આજે તું અવ્યાનને તારા મનની વાત કહી દે કે તું એને પ્રેમ કરે છે.." નિત્યાએ કહ્યું.


"તું આ શું બોલે છે ખબર છે કે નહીં..મને ખબર છે તું અવ્યાનને પ્રેમ કરે છે અને અવ્યાન પણ તને પસંદ કરે છે પ્લીઝ.." મે કહ્યુ.


"પણ મને ખબર છે કે તું અવ્યાનને પ્રેમ કરે છે અને મારી વાત તો હું ફક્ત પસંદ કરું છું પ્રેમ નહીં.." નિત્યાએ કહ્યું.


"અવ્યાન તો તને ચાહે છે ને હું કોઈ પાસેથી એની ચાહત કેમ દૂર કરું.? પ્લીઝ.." મે નિત્યા સામે લાચારીથી જોઈને કહ્યું.


"કોઈ પણ ખરાબ કામ પાછળ સારો ઈરાદો હોય તો તે ખોટું ન કહેવાય..એટલે તું માની જા." નિત્યાએ મને અટકાવતાં કહ્યું.


આખરે નિત્યાની વાત મે માની લીધી અને અવ્યાનને મારા મનની વાત કહી દીધી પણ તે ન માન્યો. પરંતુ નિત્યા એ મને કસમ આપી હતી એટલે મેં હાર ન માની..


આખરે અવ્યાન માની ગયો અને અમારા પરિવાર પણ એકબીજાને જાણતા હોવાથી અમારા લગ્ન થઈ ગયાં. નિત્યા પરિવાર સાથે બીજા શહેરમાં રહેવા ચાલી ગઈ. એણે મને નંબર આપ્યો હતો તે પણ ખોટો હતો. ક્યારેક ક્યારેક મને એની ખૂબ જ યાદ આવતી.

◆◆◆◆◆

આજે નિત્યા મારી સામે એના પતિ સાથે ઊભી હતી.


"કેમ, તારી બેસ્ટ ફ્રેન્ડને ભૂલી ગઈ.?" નિત્યાએ મારી પાસે આવતાં કહ્યું.


"હું ભૂલી નથી મારી ફ્રેન્ડને પણ તું ક્યાં ગઈ હતી એની મને ખબર ન હતી અને તે નંબર આપ્યો તે પણ ખોટો હતો." મે નિત્યાને ફરિયાદ કરતાં કહ્યું.


"બસ બસ ફરિયાદ કરીને વ્યાનની સામે મારી બેઇજ્જતી ન કર.." નિત્યાએ કહ્યું.


પછી અવ્યાન અને વ્યાન બંને રાહુલને મળવા ગયાં.


મે નિત્યાને એકલાં જોઈને પૂછ્યું, "સાચું બોલ કેમ તારા પ્રેમને મને સોંપ્યો.. તું પણ એને પ્રેમ કરતી જ હતી ને.?"


" હા હું એને પ્રેમ કરતી હતી. અવ્યાન અમીર બાપનો બગડેલો છોકરો હતો અને તું એની એવી ફ્રેન્ડ હતી જેની વાત એ ક્યારેય ટાળતો ન હતો એટલે એને સારો છોકરો બનાવવાં માટે મે એને તને સોંપ્યો.." નિત્યાએ કહ્યું.


"પણ હું એની ફ્રેન્ડ બનીને પણ એની બધી આદતો છોડાવી શકું ને..એના માટે લગ્નની શું જરૂર હતી.?" મે કહ્યુ.


"જો પહેલી વાત લગ્ન પછી એની પત્ની સામે ફ્રેન્ડનો હક ઓછો થઈ જાય અને એના જીવનમાં તારા બોલવાથી એના લગ્નજીવનમાં મુશ્કેલી પણ આવી શકે..બીજી વાત તું પણ એને પ્રેમ કરતી જ હતી ને.. અને ત્રીજી વાત કોણે કહ્યું કે પ્રેમ સાથે રહીને જ નિભાવી શકાય.? ક્યારેક એના સારા માટે એને પોતાનાથી દૂર કરીને પણ પ્રેમ નિભાવી શકાય..." નિત્યાએ મને સમજાવતા કહ્યું.


"ઓહો નિત્યા તે તો પ્રેમ પીએચડી કરી લાગે છે..ખરેખર તારી આ પ્રેમ નિભાવવાની રીતે તારા માટે મારા મનમાં સૌથી ઉપર સ્થાન લઈ લીધું...પણ તને ક્યારેય અવ્યાનની યાદ ન આવી.?" મે નિત્યાને પૂછ્યું.


"તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. અવ્યાન કરતાં પણ વધુ પ્રેમ હું તને કરું છું..અને અવ્યાનની યાદ માટે મે એનું રિધમ શોધી લીધું.. વ્યાન." નિત્યાએ મારી સામે આંખ મારતાં કહ્યું.!!


-માનસી પટેલ "મુસ્કાન"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ