વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગોત્સવ ની અનોખી યાદ.

સદગુરુ કૃપા હી કેવલમ.
વિષય - રંગોત્સવ.
શીર્ષક રંગોત્સવ ની અનોખી યાદ.

     મિત્રો ઘણા બધા બુદ્ધિજીવીઓ એ પ્રેમની પોતપોતાની રીતે અલગ અલગ વ્યાખ્યા કરી છે. પરંતું વસંત એટલે જ પ્રેમ, અને પ્રેમ એટલે વસંત ઋતુ એવું દ્રઢ પણે માનવું પડે એવો એક પ્રકૃતિનાં પ્રેમથી ભરપુર સાચાં પ્રેમનો કિસ્સો આજે હું અહીં રજૂ કરી રહી છું આશા છે આપ સૌને એ પસંદ આવશે.

              ફાગણનો ફાગ ખૂબ ફુલ્યો ફાલ્યો હતો, આખો કેસુડો ફૂલોથી છવાઈ ગયો હતો, અને કેસૂડાની ધીમી ધીમી સુગંધ વાતાવરણને પણ મદહોશ કરતી જતી હતી. આ ઋતુમાં જુવાનિયાઓ આ બગીચામાં ખાસ જોવા મળતાં, અને ભર બપોરે પણ આ કેસુડો તેમના જીવનમાં ઠંડક કરતો, વસંતનો વાયરો આમ પણ પ્રેમ ના ભાવ ને વધારનારો હોય છે. આજે કોલેજમાંથી ક્લાસ બંક કરીને આ જ રીતે રિદ્ધિ અને રોનક બંને અહીં આવ્યા હતાં. તેઓના જીવનમાં પ્રણય રંગ ધીમે ધીમે ખીલી રહ્યો હતો, એકાંતની તલાશમાં તેઓ બપોરના 2:00 અહીં આવ્યાં. જ્યારે સામાન્ય રીતે બધા પોતાના ઘરમાં હોય, અને કોઈ સગા સંબંધીનો પણ તેમને ડર ન રહે, અને ખરેખર બન્યું પણ એવું જ. શહેરની બહાર નીકળતા માર્ગે આવેલો આ બગીચો અત્યારે સાવ સુમસામ હતો, અને રસ્તા પર પણ વાહનોની અવર-જવર નહિવત હતી. એસ.ટી.ની બસો ક્યારેક ક્યારેક હોર્ન વગાડી અને, વાતાવરણની શાંતિ ને ડહોળી નાખતી હતી. આ કેસુડાના ઝાડ પર એક પોપટ અને મેના પણ રહેતા હતા રોજ બંને જણા આ રીતે પ્રેમી પંખીડા ઓનાં મધુર મિલનને જોઈ આનંદ લેતા હતાં, અને અંદરો-અંદર પોતે કંઈક ગુસપુસ કરતા હોય એ રીતે મીઠો કલરવ પણ કરતા હતા.

        રોનકનો હાથ પોતાના હાથમાં લઈ રિદ્ધિ બોલી હવે તો આ દૂરી સહેવાતી નથી, જલ્દીથી આ કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થઈ જાય, અને તને સર્વિસ મળી જાય, એટલે આપણે તરત જ લગ્ન કરી લઈશું. રોનક બોલ્યો તારી વાત એકદમ સાચી છે, મારાથી પણ હવે આ દુરી સહેવાતી નથી. એમ કરી પોતાની પ્રિયાને બાહોમાં જકડી લીધી, મીઠી મૂંઝવણ અનુભવતી પ્રિયતમાં એટલે કે રિદ્ધિ બોલી ચલ છોડ! કોઈ જોઈ જશે! અને રોનક હસવા લાગ્યોને બોલ્યો, આવા ભર બપોરે કોણ અહીં આવે!!  અચાનક રિદ્ધિ ની નજર કેસુડાના વૃક્ષ પર જાય છે, અને કહે છે કેટલું સુંદર લાગે છે. આ વૃક્ષ જો તો! એકોએક ડાળ પર ફૂલો છવાયેલા છે. મને કેસુડાના ફૂલ બહુ જ ગમે છે, એક-બે તોડી આપને!! રોનક એ કહ્યું એક બે શું કામ પથારી કરી દઉં!! અને તેણે ડાળ હલાવી તો ખરેખર ઘણાં બધાં ફૂલ ખરી પડ્યા, રિદ્ધિ એ મીઠો છણકો કરીને કહ્યું અકારણ આટલા ફૂલો ને ખેરવી નાંખ્યા! ઝાડ પર કેટલા સરસ લાગતા હતાં, અને મેં તો માત્ર બે જ ફુલ માંગ્યા હતાં. બસ આ બાબતે બંને જણા વચ્ચે મીઠો ઝઘડો થયો, રિદ્ધિ એ કહ્યું ફુલ હંમેશા ઝાડ પર જ શોભે છે, નીચે તો એ કરમાઈ જાય, કોઈના પગ નીચે આવે અને તેની કોમળતા નો આપણે આ રીતે મૂલ્ય ચૂકવતા હોઈએ છીએ. એતો અમારી જેવા કોમળ હૃદયના હોય તેને જ ખબર પડે કે કોમળતા ચગદાઈ ત્યારે કેટલું દુઃખ થાય. તમારી જેવા કઠોર દિલનાને તો એ આઘાત વિશે કંઈ કલ્પના પણ ના આવે!!ખેર છોડ પેલો પોપટ કેવો સુંદર છે, અને પેલી મેના ઓહ એ પણ કેટલું સુંદર પ્રેમ ગીત ગાતી હોય એ રીતે આલાપ છેડે છે, લાગે છે આ વસંતોત્સવ ની અસર પ્રકૃતિ ના દરેકે દરેક જણ ઉપર થતી હશે! તેઓ પણ પ્રેમ માટે કેવા થનગને છે, અને ચાંચમાં ચાંચ નાખી પોતાનો ભાવ વ્યક્ત કરે છે. કાશ આપણે પણ એ પંખીની જેમ કોઇ બંધન વગર મળી શકતા હોઈએ, અને આ જ રીતે મુક્ત પ્રેમ કરી શકતા હોઈએ તો કેવું સારું! આવતે જન્મે પંખી બનીશું અને આકાશમાં ઉંચી ઉંચી ઉડાન ભરી આ જન્મના બધા જ સ્વપ્ન પુરા કરીશુ. રોનક બોલ્યો સાચી વાત છે મારી જાનુ તું કહે તે બનવા હું તૈયાર છું,અને તું કહે તે બધું કરવા પણ હું તૈયાર છું! બોલ મારી જાન! મારી પ્રિયે ! રિદ્ધિ એ કહ્યું  એમ સાચે !!  બંધ કર હવે આ નાટક! વેવલાવેડા મને બિલકુલ પસંદ નથી, સમજ્યો! દિવાનગી બતાવવા નો સમય આવે ત્યારે બતાવજે, રોનકે કહ્યું સાવ સાચું તું કહે તો ઉંચી ટેકરી પરથી પડી બતાવું,તું કહે તો ઝેર ગટગટાવી લઉ, તું કહે તો નદી તળાવ કે સમુદ્ર માં ડુબી જાઉં!! બોલ ઝટ બોલ આખરે હું શું કરું કે તને ખાતરી થાય ! છટટટ પાગલ મને ખાતરી છે જ એટલે જ આવી છું, પણ મારી ખાતરીથી કંઈ નહીં થાય સમજ્યો! તારે ડેડીને ખાતરી થાય એવું કરવું પડશે,રોનક રિદ્ધિ ના ખોળામાં આરામથી પડ્યો હતો, અને રિદ્ધિ એના વાંકડિયા વાળ માં આંગળાં ફેરવતી હતી. બરાબર એજ સમયે એક SUV ગાડી આવીને ઉભી રહી અને એમાંથી રિદ્ધિનાં પપ્પા અને તેના ત્રણ ભાઈઓ ઉતરી આવ્યા અને આવીને રોનક નો સીધો કાંઠલો પકડી બોલ્યા, બહુ પ્રેમ ઉભરાઇ આવે છે નહીં!! ચાલ તને ખરેખરની મજા ચખાડું. બંને પ્રેમી પંખીડાઓ હતભ્રત થઈ ગયાં, અને તેમને પરાણે છુટા પાડી, અને રિદ્ધિને ઢસડીને લઈ ત્યાંથી ચાલ્યા ગયાં. બસ આહ રંગોત્સવ કહો કે, વસંતોત્સવ કહો, એ રોનકના જીવનનો છેલ્લો રંગોત્સવ બની રહ્યો. રિદ્ધિ એ પછી એને કદી મળવા આવી ન શકી, કારણ કે તેના પિતાએ તેના તાત્કાલિક લગ્ન વિદેશમાં કરી દીધાં. પણ એ પછી ના દરેક રંગોત્સવ માં રોનક આ બગીચામાં આવી, એ યાદ ને વાગોળી અને પોતાના પ્રેમને તાજો કરે છે. તેને આશા છે કે એક ને એક દિવસ તેનો પ્રેમ તેને અહીં જ મળશે! આજે તો એ વાતને 20 વર્ષ થઇ ગયા છે, અને ઝાડ પરના પોપટ અને મેના પણ હવે રહ્યા નથી. તેમના સંતાનો એ પણ અહીં જ માળો કર્યો હોવાથી રોનકના પ્રેમના તે અબોલ પક્ષીઓ સાક્ષી બની અને ગવાહી આપી શકે તેમ છે. પોતાના દેખાવ પ્રત્યે બિલકુલ બેધ્યાન એવો રોનક લગ્ન વગર વાળ અને ફાટેલા જીન્સ તથા ટીશર્ટ માં આજે મધ્યાને અહીં બેઠો છે, ત્યારે વર્ષો પહેલા આવેલી SUV ગાડી પાછી ઉભી રહે છે, અને તેમાંથી રિદ્ધિ  એક નાનકડો એવો દ્વિજ અને રિદ્ધિ નાંપપ્પા ઉતરે છે. રિદ્ધિનો હાથ રોનકનાં હાથ માં આપી અને બોલે છે મારાથી ખરેખર બહુ મોટી એ સમયે ભૂલ થઈ ગઈ, મને માફ કર, અને મારી દીકરી ને સ્વીકારી લે! નાનકડા દ્વિજ એ સવાલ કર્યો નાનુ આ અંકલ કોણ છે? એટલે રિદ્ધિ નાં પપ્પા રમાકાન્ત ભાઈ બોલ્યા એ તારા ડેડી છે. રોનકની આંખોમાં રોશની આવીને તેણે રમાકાન્ત ભાઈ તથા રિદ્ધિ બંને સામે વારાફરતી જોયું, એટલે રમાકાંત ભાઈએ કહ્યું હા હું સાચે જ તમારા બંનેના લગ્ન કરાવવા ઈચ્છું છું. આ નાનકડા એવા બાળકને તારું નામ આપીશ ને? આમ એ ત્રણે જણાને એકલા છોડી ગાડીમાં રાહ જોઉં છું એમ કહી ચાલવા લાગ્યા.
રિદ્ધિ રોનક ને વળગી ને ખૂબ જ રડવા લાગી અને રોનકનો પ્રેમભર્યો હાથ તેના વાંસામાં ફરતો હતો, પછી એણે દ્વિજ ને માય બીયર સન એમ કહી તેડી લીધો.

     આમ રિદ્ધિ અને રોનકના જીવનમાં એક રંગોત્સવ એ પ્રેમની કબૂલાત થઈ, બીજા રંગોત્સવ એ છુટા પડ્યા, અને કેટલા વર્ષો બાદ એવા જ એક રંગોત્સવ માં વળી પાછા ભેગા થયાં.  પછીના તો દરેક રંગોત્સવમાં કાયમનો તેઓનો સાથ થયો, અને એ કેસુડો એ વાતની આજે પણ સાક્ષી પૂરવા અડીખમ ઉભો છે.

         લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ