એક અનોખી દાસ્તાન!!
સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક- એક અનોખી દાસ્તાન!
બહારથી પપ્પાનો અવાજ આવ્યો સુમન જો તો કોણ આવ્યું છે! ઝડપથી આવ! અને બેતાળાનાં ચશ્મા ચડાવી સુમન બહાર નીકળી જોયું તો સામે સૌરભ ઉભો હતો, એને પણ વાળમાં ક્યાંક ક્યાંક સફેદી દેખાતી હતી, અને આંખે ચશ્માં પણ આવી ગયાં હતાં.સોનેરી ફ્રેમમાં તો તું અસલ વેપારી જેવો જ લાગે છે એમ કહી મેં તેને મીઠો આવકાર પણ આપ્યો. બસ હું સુમન તું ના ઈચ્છતી હો તો હું અહીંથી જ ચાલ્યો જાવ હવે તો ઉતારવાનું બંધ કર. સુમને કહ્યું સોરી બાબા!! બંને જણા બેઠકના ખંડમાં આવ્યા અને પપ્પા બંને ને એકલા મુકવા માંગતા હોય એ રીતે કહ્યું, સુમન હું પેલા શિવજીના મંદિરે આંટો મારી આવું, કેટલા બધા ફ્રેન્ડસ મારી ત્યાં રોજ રાહ જોતા હોય છે. સાચું કહું હું એટલે કે સુમન પણ સૌરભ સાથે થોડું એકાંત ઈચ્છતી હતી,કારણ કે જાણવા માગતી હતી એને વિશે, એટલે મે સહજ થઈ હા કહ્યું. પહેલી પાંચ મિનિટ તો બંને જણાને એકબીજાને જોવામાં જ ગઈ, પછી મને મૌન તોડતા કહે ચાલ હું કડક કોફી બનાવીને લઈ આવું પછી આપણે વાત કરીએ સુમન કિચનમાં ગઈ અને સૌરભ ઉભો થઇ રૂમમાં આંટા મારતો હતો ત પણ જાણવા ઈચ્છતો હતો કે સુમનનાં જીવન માં બીજું કોઈ આવ્યું છે ખરું! પણ એ રૂમની અને આસપાસની બધા જ રૂમની દીવાલોમાં જોઈ વળ્યો પણ ક્યાંક સુમન એકલી તો ક્યાંક મોટાભાઈ સાથે ક્યાંક નાની બહેન સાથે,અને કયાંક પપ્પા સાથે એમ ફોટા હતાં. થોડીવારે સુમન કડક કોફી ના બે મગ લઈ આવી અને પૂછ્યું શું શોધે છે! મારા જીવનમાં તારી સિવાય કોઈ આવ્યું એ જ ને નથી આવ્યું! સુમી આંખો ભરાઈ આવી અને સૌરભ પણ ગળગળો થઈ ગયો ચાલ હવે કોફીને mjap એમ કરી અને કોફીનો મગ તેના હાથમાં પકડાવ્યો અને બંને જણા કોફી પીવા લાગ્યા ફરી પાછી ચૂપકીદી છવાઈ ગઈ.
કોફી પી લીધા પછી સૌરભ બોલ્યો મને ખરેખર બહુ જ ગિલ્ટ ફીલ થાય છે સુમન અને હું હવે તો જીવી પણ શકતો નથી. સ્વાતિ ખરેખર બહુ જ સારી સ્ત્રી હતી અને એનાથી મને એક દીકરો અને દીકરી પણ છે. પરંતુ તને અન્યાય કર્યાની લાગણી મને છોડતી નથી. સુમને કહ્યું, છોડ હવે કુદરતે આપણો સાથ એટલો જ લખ્યો હશે, અને આમ પણ તે મને ક્યાં છોડી છે મેં તને મુક્ત કર્યો હતો કારણકે હું તારી સાથે લગ્ન કરી અને પપ્પાને એ હાલતમાં છોડવા માગતી ન હતી, બાકી તો ક્યાં કંઈ પ્રશ્ન હતો,વળી સૌરભ બોલ્યો હા પણ ને તારા પપ્પા સાથે તને અપનાવવાની પણ તૈયારી બતાવી હતી એક માર્ગ તો ખુલ્લો જ હતો પણ એ હું ચૂકી ગયો તું મને કહે હું જે થયું તે સારા માટે થયો જો તને કેવી સુંદર અને સુશીલ પત્ની મળી કદાચ મારી સાથે લગ્ન કર્યા હોત તો જવાબદારીના બોજા હેઠળ તારું જીવન કચડાઈ પણ જાત!! ના એવું કંઈ જ ન થાત! ઉલટું આપણે બંને સાથે હોત, અને આપણો પરિવાર પણ. એકાએક વાક્યના સંદર્ભમાં એ પકડી અને સુમન બોલી હતી મતલબ સ્વાતિને શું થયું? સૌરવ કહ્યું ત્રણ મહિના પહેલા સ્વાતિ પણ મને આ ફાની દુનિયામાં એકલો છોડી ચાલી ગઈ છે અને તને આશ્ચર્ય થશે પણ કોઈ જ રોગ વગર એક દિવસ બાથરૂમમાંથી ન્હાઇને નીકળતા પગ લપસ્યો અને પડી બસ, ઘટનાસ્થળે જ હેમરેજ થઈ જતાં મૃત્યુ પામી. અને મારા દિવસોમાં એક ગમ નો વધારો થયો. પણ છેલ્લા એક મહિનાથી મને સતત એવું થાય છે કે મેં તને તરછોડી એટલે કુદરતે આ રીતે એ વાતનો બદલો લીધો! સૌરભ કેટલી વાર કહું તને કે મેં તને એક ક્ષણ માટે પણ એની માટે જવાબદાર ગણ્યો નથી પછી એકદમ નહોતું કઈ રીતે ભાગીદાર બની શકે અને હંમેશા મે તારી સુખ શાંતિ માટે જ પ્રાર્થના કરી છે એ જે હોય તે પણ મારે ખરેખર એવું નહતું કરવું જોઈતું હતું એ હકીકત ને ઈન્કારી શકાય તેમ નથી. સુમન બોલી તો હવે તારું ઘર કંઈ રીતે ચાલે છે? એટલે કે કોઈ લેડીસ મેમ્બર છે ખરું? સૌરભભાઈ કહ્યું દીકરી 14 વર્ષની છે એટલે થોડું ઘણું એ થોડું ઘણું અને બાકી બીજા કામ બાઈ કરે છે. સુમનને તેની નજર આગળ પોતાનો જ ઇતિહાસ દેખાવા લાગ્યો જ્યારે મમ્મી જતા તેની ઉંમર પણ લગભગ ૧૪ ૧૫ વર્ષની જ હતી અને ભાઈ તો પહેલેથી જ વિદેશ ભણવા ચાલ્યો ગયો હતો અને નાનકી તો હજી આઠ-નવ વર્ષની હતી એટલે ત્રણ-ચાર મહિનામાં તો તેણે ઘર અને નાનકી ને સંભાળતા શીખી લીધું,પોતે જુવાન થઇ અને સૌરભ સાથે પરિચય થયો બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા અને કબૂલાત પણ કરી પરંતુ પોતાની મર્યાદા જાણતી હોવાથી તેણે પોતે જ સૌરભને આ સંબંધમાં થી મુક્ત કર્યો હતો. કારણકે નાનકી એટલે કે સ્નેહા મેં મેડિકલનું ભણાવી ડોક્ટર બનાવવાનું મમ્મીનું સ્વપ્ન પણ તેને પૂરું કરવાનું હતું, અને આ રીતે બંને સ્વેચ્છાએ છુટા પડ્યા બસ એ વાતને આજે બરાબર 21 વર્ષ થયાં, ત્યારે વળી પાછા આજે આ રીતે ભેગા થયા છે.હવે તો નાનકી એટલે કે સ્નેહા પણ ડોક્ટર બની ગઈ હતી અને તેણે પણ પોતાનું ઘર વસાવી લીધો હતો બસ સુમન અને સૂર્યકાંત ભાઈ એટલે કે તેના પપ્પા એ બંને એકબીજાની ઓચરે જીવન જીવતા હતા સૂર્યકાંત ભાઈ નો શારીરિક સ્વાસ્થ્ય પ્રમાણમાં સ્વાસ્થ્ય હોવાથી આમ બીજી કોઈ તકલીફ ન હતી પરંતુ ઉંમરના આ મુકામે તેને એક સાથીની જરૂર તો ઘણીવાર અનુભવ માણી હતી પરંતુ તે મૌન રહેતી. થોડી ઘણી આડીઅવળી વાત કરી અને સૌરભ એ દિવસે ચાલ્યો ગયો પરંતુ કોલેજ બાદ છૂટા પડ્યા ત્યારે પણ જેટલો અઘરો નથી લાગ્યું એટલો આજે બંને અઘરું લાગતું હતું.
રવિવારની રાત્રે બાપ-દિકરી બન્ને ટીવીમાં ઇન્ડિયન આઇડલ નો શો જોતા હતા અને સાથે સાથે ગરમાગરમ ઢોકળા અને ચટણી આરોગતા હતા ત્યાં ડોરબેલ વાગી સુમન એ બારણું ખોલ્યું તો સામે સૌરભ અને તેના બંને બાળકો એવા હતા મને સહર્ષ તેમને આવકાર્યા અને બંને બાળકોને વ્હાલ કર્યું પ્રા સંગીત પ્રસ્તાવના વગર જ સૌરભ સુમનના પપ્પાને કહ્યું અંકલ 21 વર્ષ પહેલા ગુમાવેલી તક આજે હાથમાં લઇ અને સુમન નો હાથ માગવા આવ્યો છું, જો આપની અનુમતિ હોય તો હું સુમન સાથે લગ્ન કરવા માંગુ છું. સુમન બે-પાંચ મિનિટ સ્તબ્ધ થઈ જાય છે આને વિચારે છે કે,આ પુરુષ! આ તે વળી કેવી જાતિ !! હજી તેની પત્નીને ગુજરી ગયે ચાર મહિના પણ થયા નથી ત્યાં અને બીજા લગ્ન કરવા છે પરંતુ થોડી જ વારમાં તેની દીકરી કાજલ ના મુખ પર તેની નજર જાય છે. કેટલી ભોળી અને માસુમ છે બિલકુલ પોતાની જેમ જ ખરેખર સૌરભ નો ના વિચારતા મારે આ દીકરી વિશે વિચારીને પણ એની સાથે લગ્ન કરવા જોઈએ નહીં તો સમાજમાં એક બીજી સુમન જન્મ લેશે! અને તેણે સૌરભના પ્રસ્તાવને સ્વીકારી લીધો. પરંતુ ગયા વખતે સૌરભના જતા જે અનુભવ્યું હતું એ ભાવ આમાં બિલકુલ ન હતો,માત્ર ને માત્ર પેલી બે માસુમ આંખો ના સ્વપ્ન રોળાઈ ન જાય તેની માટે એણે લગ્ન કરવાનું સ્વીકાર્યું.
ઉંમરના આ મુકામે કંઈ જાગજમાળ હોય નહીં, એટલે સાવ સાદગીથી બંનેનાં લગ્નનો વિધિ સંપન્ન થયો, અને મને તેના પપ્પા સાથે સૌરભ શાહના ઘરમાં પ્રવેશ કર્યો રાત્રે સુમન સેજ પર બેસી અને સૌરભ ની પ્રતીક્ષા કરી રહી હતી ત્યાંજ સૌરવ આવ્યો અને મનને એક લાલ ગુલાબનું ફૂલ ભેટ આપતા કહ્યું કે મારા જીવનમાં આ ફૂલનું સ્વાગત છે,એમ કહી તેને કસકસતું આલિંગન આપ્યું.સુમને તેને હળવેકથી દૂર કરી કહ્યું હજી મને તને સમજવામાં સમય લાગશે,કાજલ ની આંખોમાં મને એકવીસ વર્ષ પહેલાં ની સુમન ની છબી દેખાણી એટલે મેં આ લગ્ન કરવાનું નક્કી કર્યું છે,બસ આગળ પર ફરી પાછો એ પ્રેમ થશે તો વિચારીશ એમ કહી પડખું ફરીને સૂઈ ગઈ, સૌરભ તેના પડખામાં જ સૂતેલી એક સ્ત્રીની અડગતા ને જોઈ રહ્યો અને મનોમન વંદન કરી રહ્યો.
આજે તો એ વાતને પણ બીજા પાંચ વર્ષ વીતી ગયા છે પણ ભૂતકાળના બંને પ્રેમીઓ આજે પરમ મિત્ર બની અને ગૃહસ્થીની બાગડોર સંભાળી રહ્યા છે સ્વાતિથી પ્રાપ્ત થયેલા બંને બાળકો ને ઉછેરવા અને યોગ્ય સંસ્કાર આપવા એ સોમનાથ જીવનનું કર્તવ્ય હોય એ રીતે તેણે એ નિભાવ્યું બંને બાળકો પણ સુમન મેં મમ્મી કહીને જ બોલાવે છે અને ખૂબ જ પ્રેમ પણ કરે છે હવે તો કાજળની કાગળિયા આંખોમાં પણ સ્વપ્ન અંજાના શરૂ થઈ ગયા હતા અને એકાંતમાં એક વખત તે પોતાના દિલની વાત સુમનને કરે છે સુમન તેની વાત શાંતિથી સાંભળે છે અને પછી હજી થોડો સમય તારા પ્રેમ ને આપ એમ કહી આગળ ભણવાનું સમજાવે છે, અને કાજલ તેની વાત માની જાય છે અને એક લુચ્ચા સંબંધ માંથી મુક્ત થાય છે.હવે તો તેનો પૂર્ણ concentration ભણવા પર જ આવી જવાથી તે વધુ સારા માર્કે સાથે પાસ થાય છે, અને તેને વિદેશ ની સ્કોલરશીપ પણ પ્રાપ્ત થાય છે.સૌરવના ના પાડવા છતાં તેને સમજાવે છે અને કાજલ વિદેશમાં આગળ ભણવા જાય છે બે વર્ષનો સમય ગાળો પણ પૂરો થઈ જાય છે અને હવે સાચે જ કાજલ ના લગ્ન કરવા જોઈએ એવો વિચાર સમાન અને સૌરભ બંનેને આવે છે એટલે શાંતિથી દીકરીને પહેલા પૂછી લેવો એવું નિર્ણય કરે છે કાજલે કહ્યું કે ના મારા જીવનમાં કોઈ જ અન્ય પુરુષ શહેર નહીં પરંતુ મમ્મી ને પસંદ કરશે તેની સાથે જ લગ્ન કરીશ,અને સુમન એ પોતાની પ્રિય સહેલી સાક્ષી કે જે એક માત્ર સૌરભ અને સુમન નાં પ્રેમની સાક્ષી હતી તેના દિકરા કૈવલ્ય પર પસંદગી ઉતારી જે ડબલ માસ્ટર કરી ને એક મલ્ટી નેશનલ કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ પર જોબ કરતો હતો. બંને જણા ની પંસદગી નક્કી થતાં લગ્ન પણ સુંદર રીતે સંપન્ન થયાં.તો આ છે સુમન અને સૌરભની કહાની જે પ્રેમ ની બહાર ન લાવી શકી પણ જેને કારણે બંનેનું જીવન ગમગીન બનતાં બચી ગયું.આમ પણ પ્રેમને વ્યાખ્યામાં ક્યાં બાંધી શકાય છે?? શું કહેવું છે આપનું !!
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
