કરસન કુલીનુ કરજ.
સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક- કરસન કુલી નું કરજ.
સમાજમાં કેટલાય પ્રકારના લોકો રહેતા હોય છે, કેટલાક કોઈ નું હડપી લેવામાં માનનારા હોય છે, તો કેટલાક વગર હેસિયત એ સૌમાં વહેંચી દેવામાં માનનારા હોય છે, કેટલાક હેસિયત ન હોય છતાં પણ પોતાના ભોગ વિલાસ કે સ્વાસ્થ્ય માટે કરજ એટલે કે દેવું કરતા હોય છે,અને આપણે ત્યાં એટલે જ દેવું કરીને ઘી પીવું એવી પણ એક કહેવત છે. પરંતુ કરજ કરીને દાન ધર્મ કરનારા બહુ ઓછાં હોય છે. આજે આપણે એવા જ એક કુલી કે જેનું આખું જીવન રેલવે સ્ટેશન આસપાસ જ વિતી રહ્યું છે એવાં કરસન કામદાર વિશે વાત કરીશું.
ગુજરાતના મહાનગર ગણાતા સુરત શહેરની વાત છે સુરતના રેલવે સ્ટેશન પર દિવસભર માં કેટલી ટ્રેન ઉપાડતી હશે અને પસાર થતી હશે અને વર્ગની રીતે પણ સુરતમાં અમીર થી અમીર અને ગરીબ ગરીબ એવા તમામ પ્રકારના લોકો વસે છે કરસન કામદાર એ રેલ્વે પ્લેટફોર્મ પર કુલી તરીકે કામ કરનારા એક વ્યક્તિ છે નાનપણમાં જ મા-બાપ ગુજરી ગયા કે ખબર નહીં પણ રેલવે ના પાટા પરથી તે મળી આવ્યો હતો એમ તેમને ઉછેરનાર કાલુકાકા એ કહેલું. કાલુ પોતે પણ પ્લેટફોર્મ પર કુલી નું કામ જ કરતો હતો ઈશ્વરે લગ્ન કરી અને ઘર વસાવી શકે એવા સંજોગો ઉપસ્થિત કર્યા જ નહીં અને તે આજીવન કુવારા જ રહ્યા પરંતુ કોણ જાણે નાનકડા આ છોકરા ને જોઈને પુરુષના હૃદયમાં પણ મમતા ઉમટી પડી, અને તેમણે તેને ઉછેરવાનું નક્કી કર્યું અને નામ આપ્યું કરસન. બ સ એટલે ભણવાનું તો ક્યાંથી થાય પરંતુ બે ટંક જમવાનું અને બીજા કપડા લતા ના ખર્ચા વગેરે તેણે કરી અને કરસન ને,એ પણ આ અવાજો અને ધમાલમાં ઉછર્યો હોવાથી કરસન એ પણ રેલવે પ્લેટફોર્મ ને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મોટો થતો જતો કરસન કાકા ની પ્રવૃત્તિઓ જોતો હતો અને તેણે પણ અસમર્થ હોવા છતાં સમર્થ ન કરી શકે એવા કાર્ય કરવાનું બીડું ઝડપ્યું હતું આવતી જતી ટ્રેનોમાં ઘણા લોકો મુસાફરી કરતા હોય, એમાં કોઈ ની પાસે ટિકિટ લેવાના પૈસા ન હોય કોઈ ગરીબને પ્લેટફોર્મ પર માંદગી આવી જાય, કોઈની પાસે જમવાનું ના હોય, કોઈ ગરીબનું ખિસ્સું કપાઈ ગયું હોય, કોઈ વિધવા કે વૃદ્ધ મહિલા પાસે સામાન હોય પણ કુલી કરી શકે એમ ન હોય,આવા બધાની મદદ કરસન કરતો,અને એ પણ વ્યાજ પર રુપિયા લઈને. આશ્ચર્ય થાય છે ને વાંચીને!!પણ આજે પણ સમાજમાં આવા લોકો છે,અને આપણે તેને પ્લેટફોર્મ પર આપણો સામાન લઈ ને ક્યાંક ચાલ્યો તો નહીં જાય ને!! એવી શંકાની નજરથી જોઈએ છીએ, વિચારો!! વિચારો!!
એઓ ઘર ઐ
એક દિવસ ભાવનગરથી ઉપડતી કાકીનાડા ટ્રેન સુરત ના પ્લેટફોર્મ પર આવી ઉભી રહી, અને કુલી ઓ ટ્રેનમાં સામાન ચડાવવા નિર્ધારિત ડબ્બા તરફ દોડતાં હતાં, એમાં કરસન પણ હતો એક શેઠનો સામાન લઈ એ સેકન્ડ એસીનાં કમાર્ટમેન્ટ તરફ દોડતો હતો,કારણ જલ્દી પહોંચે તો, ઉતરનાર નો સામાન ઉચકવવાનાં પણ રુપિયા મળે.સ્ટેશન પર ખૂબ ગીરદી હતી અને એમાં કોઈની અડફેટે એક ડોશીમા આવી ગયા એટલે પડ્યા,કરસન તેને એક બાંકડા પર બેસાડી અને શેઠ નો સામાન મુકવા ગયો, અને એ હડબડાટી માં શેઠનો એક પોર્ટફોલિયો પડી ગયો,શેઠે સામાન ચેક કરી રહ્યા હતા, અને કરસનનાં મગજમાં પેલા ડોશીમા નાં વિચારો ઘુમરાતા હતાં,કે બહુ વાગ્યું તો નહીં હોયને!! તેથી એ પોતાનું મહેનતાણું લીધાં વગર ચાલવા લાગ્યો, શેઠને એમ થયું કે પોર્ટફોલિયો લઈને ફરાર થઈ ગયો.
જો તેની પાછળ જાય તો ટ્રેન છૂટી જાય ન જાય તો જેનો સોદો કરવા જઈ રહ્યા હતા એ હીરાનું પેકેટ છૂટી જાય! જે ઓછામાં ઓછાં પચાસ લાખના હતાં.એટલે ટ્રેન જાય તો જાય પણ ઉતરવું તો પડશે.શેઠજી કરસન ની પાછળ પાછળ ચાલવા લાગ્યા,આમ તો ચાલવા નહી દોડવા લાગ્યા,કારણ કે કરસન તો દોડતો હતો.કરસન એક બાંકડા પાસે ઉભો રહ્યો, જોયું તો પેલા ડોશીમાનો પગ સોજી ગયો હતો,કરસન તેની નજીક પહોંચ્યો,અને જોયું તો પેલા ડોશીમા કરસનને પેલો પોર્ટફોલિયો આપતાં બોલ્યા બેટા આ તું મને અહીં બેસાડવા આવ્યો ત્યારે ભૂલી ગયો છે. પોર્ટફોલિયો જોતા જ કરસન બોલ્યો લે આ તો શેઠજી નો છે,હાશ હજી ટ્રેન ઉપડી નથી મા તમે બેસો પછી હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં, પહેલા હું શેઠજી ને પોર્ટફોલિયો આપી આવું,એમ કરી જેવો ફર્યો તો સામે જ શેઠજી ઉભા હતાં, એમણે બંને જણાની વાતચીત સાંભળી લીધી હતી એટલે
