વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Happy Sunday

બ્રેકિંગ ન્યુઝ


દેશમાં કોરોના મહામારીના તેજીથી વધી રહેલા કેસને લીધે આવતીકાલ રવિવારથી કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવે છે.....


આ સમાચાર જોઈ નિયતિએ મોં બગાડતા ટીવી રિમોટ બેડ પર પછાડી શિવાયના ખભા પર માથું નમાવતા કહ્યું - " ઈટ્સ વેરી બેડ ન્યુઝ જાન. આવતીકાલનો બધો પ્લાન ચોપટ કરી દીધો આ લોકડાઉને. આઈ હેટ ધીસ લોકડાઉન જાન. ફરીથી ઘરમાં પૂરાઈ જવાનું "


" બટ, સ્વીટહાર્ટ લોકડાઉન જરૂરી છે. આ સમય ધીરજ રાખવાનો છે. એકબીજાને સાથ આપવાનો છે. ઈટ્સ અ ગુડ ડિસિઝન સ્વીટી "શિવાયે નિયતીના કપાળ પર ચુંબન કરતા કહ્યું


" યશ યુ આર રાઈટ બેબી. બટ... સન્ડેનો મસ્ત પ્લાન

કેન્સલ કરવો પડ્યો. મસ્ત પ્લાનીંગ કર્યું હતું મેં. આપણે લોંગ ડ્રાઈવર પર જઈશું, મિત્રોને મળીશું, થિયેટરમાં મુવી જોઈશું, અને રાતના મસ્ત ડિનર લઈ ક્લબમાં ડાન્સ પાર્ટીની મજા લઈશું. પરંતુ આ લોકડાઉનવાળોઓ રવિવાર સો બોરિંગ જાન સોં બોરિંગ " બોલતા નિયતી શિવાયને ફરતે પોતાના બંને હાથ વીંટાળીને ભેટી પડે છે


શિવાયે નિયતીના ચહેરા પર આવી ગયેલી વાળની લટોને પ્રેમથી દૂર કરતા કહ્યું  " સ્વીટહાર્ટ કાલનો આ લોકડાઉનવાળો રવિવાર પણ ખાસ બની જશે જસ્ટ વેઈટ અને વોચ " બોલતા શિવાયએ નિયતીને પોતાની બાહોમાં સમાવી બંને પતિ પત્ની એકબીજાને ભેટીને સૂઈ જાય છે...


********    *********    ********

સન્ડે મોર્નિંગ


શિવાય નિયતીની પહેલા ઉઠીને કિચનમાં ગરમા ગરમ અદરકવાળી ચા બનાવતો હોય છે. ત્યાં જ નિયતી જાગીને આંખો ચોળતા કિચનમાં આવીને જુએ છે.  તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે. શિવાય તેના માટે ચા બનાવી રહ્યો હોય છે. તે જોઈ નિયતી ખુશ થતાં જલ્દીથી ફ્રેશ થઈને   તે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. શિવાય તેના માટે ગરમા ગરમ ચા સાથે બ્રેડબટર સવ કરે છે. બંને પતિ પત્નીના સાથે બેસી નાસ્તાનો આનંદ ઉઠાવે છે...


સવારનો મસ્ત નાસ્તો કરીને નિયતી ઘરના સફાઈકામમાં લાગી જાય છે. લોકડાઉનના લીધે કામવાળી બાઈ પણ  આવાની ના હોવાથી તે સફાઈ જાતે જ કરવા લાગે છે. તેથી શિવાય પણ તેની મદદ કરે છે.  ધીમું મ્યુઝિક ઓન કરી બંને એકબીજાને મદદ કરતા પૂરા ઘરની સુંદર સફાઈ કરીને થાક ઉતારતા બંને સોફા પર બેસે છે..


" થેંક્યુ સો મચ જાન. ઘરની સફાઈમાં મારી મદદ કરવા માટે સવારમાં મસ્તમજાની ચા બનાવી આપવા માટે. " નિયતીએ શિવાયનો હાથ પકડતાં કહ્યું


"અરે! થેંક્યુ તો આ લોકડાઉનવાળા સન્ડેને કે આપણને બંનેને સાથે રહેવાનો આટલો સમય મળ્યો. રોજ હું ટીફિન લઈ ઓફિસે જતો રહું અને તું તારા જોબ પર જતી રહે. આપણી પાસે એકબીજા માટે સાથે બેસવાનો સમય જ ક્યા મળતો. આ ગોલ્ડ ટાઈમ છે આપણા માટે સાથે રહેવાનો અને એકબીજાને સમજવાનો" શિવાયે નિયતીના હાથને પોતાના હાથમાં લેતાં કહ્યું છે


" અને હા સ્વીટહાર્ટ મને આજે ઘરની સફાઈ કરતા ખબર પડી કે આપણું ઘર તો બઉં મોટું છે હો... થાકી ગયો બાપા.. અને સાથે એ પણ ખબર પડી કે ઘરમાં આટલા બધા ખૂણાઓ પણ છે .. ઘણા રૂપિયા નાખ્યા છે ઘરમાં આપણે " બોલતા શિવાય હસી પડે છે....


પછી સ્નાનાદી કરીને બપોરના લંચની તૈયારી કરે છે. શિવાય  વેજીટેબલ (શાકભાજી) કટિંગ કરતો જાય છે. તો નિયતી સબ્જી અને સલાડ, રોટી બનાવતી જાય છે. અને સાથે બંને જણા અલક મલકની વાતો કરતા કરતા લંચ તૈયાર કરે છે.


મસ્ત લંચ કરીને શિવાય ટીવી સાથે ફોન કનેક્ટ કરી બંને સાથે બેસી મૂવી જુએ છે. થોડીવાર બાદ શિવાય કિચનમાંથી ઠંડું ગુલાબનું શરબત અને વેફર લઈ આવે છે. બંને એક જ સ્ટોરોથી ગુલાબનું શરબત પીતા મૂવીની મજા લે છે.


સાંજે પડતા બંને જણા સાથે બેસી કેરમ રમે છે.  ત્યારબાદ રાતના ડિનરની તૈયારી કરે છે.ડિનર રેડી થઈ જતાં શિવાય નિયતીને જલ્દી તૈયાર થઈ જવા કહે છે. જેથી નિયતી તૈયાર થવા જતી રહે છે


શિવાય બે ચેર અને ટેબલ બાલ્કનીમાં ગોઠવી.હાર્ટ સેપના બ્લૂન (ફુગાઓ) ગોઠવી દે છે. ત્યારબાદ તે પણ તૈયાર થવા જતો રહે છે. એકાદ કલાક બાદ બ્લેક શોટ્સ વનપીસમાં સુંદર તૈયાર થયેલ નિયતી આવે છે. તો શિવાય પણ બ્લેક શર્ટ અને બ્લૂ જિન્સમાં સજજ થઈ જાય છે


પછી બંને જણા બાલ્કનીમાં બેસી ટેબલ પર સુંદર કેન્ડલ પ્રગટાવી અને ઠંડા પવનના લહેરખા સાથે મોબાઈલમાં વગડી રહેલ ધીમા મ્યુઝિક સાથે ડિનરની મજામાણે છે. ત્યારબાદ શિવાય ફ્રેજમાંથી મસ્ત ઠંડો ઠંડો આઈસ્ક્રીમ

લાવી ડિઝર્ટ સવ કરે છે


વોટ અ સ્પ્રાઈઝ શિવાય આ આઈસ્ક્રીમ તે બનાવ્યો? પરંતુ તને આઈસ્ક્રીમ બનાવતા ક્યા આવડે છે??  આશ્ચર્યથી નિયતીએ પૂછ્યું


""સ્વીટહાર્ટ મને બધું આવડે છે હો... અને તને શું લાગે યુટયૂબ પરથી રેસિપી શીખવાનો હક તમને ગલ્સૅ ને છે અમને નહીં? યુટયૂબ પરથી શિખીને બનાવ્યો છે. તું જ્યારે તૈયાર થવા ગઈ. ત્યારે જ મે આઈસ્ક્રીમ રેડી કર્યો હતો. સમજી મારી વ્હાલી "" શિવાયે સ્પૂનથી આઈસ્ક્રીમ નિયતીને ખવડાવતાં કહ્યું


" Wow !!  So Yummy Very Good  શિવાય " બોલતા નિયતીએ આઈસ્ક્રીમ શિવાયને ખવડાવીયો. પછી બંને અઢળક સેલ્ફીફોટો પાડે છે. ફોટોગ્રાફી થઈ ગયા બાદ શિવાય પોતાનો હાથ નિયતી સામે લાંબો કરે છે નિયતી તેના હાથમાં પોતાનો હાથ મૂકી ઉભી થતાં બંને જણા એકબીજાના હાથમાં હાથ પરોવી "" જબ કોઈ બાત બિગડ જાયે જબ કોઈ મુશ્કેલ આ જાએ ""  સોંગ પર જૂમી ઉઠે છે... પ્રેમમાં તરબોળ બંને જણા સાથે વિતતી આ ક્ષણોનો આનંદ લે છે...


અંતે શિવાયે નિયતીને ચુંબન કરતા પૂછ્યું " કેવો રહ્યો આ લોકડાઉનવાળાઓ રવિવાર ?


નિયતીએ સ્માઈલ કરતા કહ્યું " ઈટ્સ અ વન્ટરફૂલ હેપી સન્ડે "


🌾🌾🌾🌾🌷🌷🌷🌷🌾🌾🌾🌾🌷🌷🌷🌷


મિત્રો હાલની પરિસ્થિતિ જે રીતે વિકટ બનતી જઈ રહી છે. તે જોતા આ સમય ઘરમાં રહેવાનો છે. પરિવાર સાથે રહેવા મળતા આ સમયનો સદ્ઉપયોગ કરીએ ઘરના સભ્યો સાથે ખુશીથી રહીએ એકબીજાને મદદ કરતા આ સમયને ગોલ્ડ બનાવી એ. જીવનનો અમૂલ્ય હિસ્સો પરિવાર છે. પોતાની અને પોતાના વ્હાલાઓની સુરક્ષા માટે ઘરમાં જ રહીએ... સુરક્ષિત રહીએ. જરૂરીયાત વગર બહાર નીકળવાનું ટાળવું જ હાલ સુરક્ષા કવચ સમાન છે. અને લોકડાઉનવાળા સન્ડે ને હેપી સન્ડે બનાવીએ... બી પોઝિટિવ પણ હા કોરોના નેગેટિવ..હો..




✍️KALYANI PATEL




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ