વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પટાવાળો શિક્ષક

આમ તો દરેક ના જીવન માં એક શિક્ષક હોય છે જે એક બાળક નુ ઘડતર કરે છે પણ તમે કયારેય વિચાર્યું કે એક પટાવાળો પણ તમારા જીવન મા શિક્ષક ની જેમ તમારા જીવન નુ ઘડતર કરી જાય છે ..

સવારે મમ્મી એ કુશ ને ઉઠાડી સ્કુલ જવા માટે તૈયાર કરીને મુકવા આવી કુશ ની તો ઇચ્છા જ ન હતી કેમકે આગલા દિવસે હોમવર્ક કરવાનું જ રહી ગયુ હતું છતાં પણ મમ્મી એ બળજબરી થી સ્કુલ મુકી જ ગઇ સ્કુલ મા જતા જ પહેલા પ્રાથાના ચાલુ થઈ ને પછી કલાસ મા જઇ ને છેલ્લી બેચ પર બેઠો થોડીવાર માજ રાજેશ સર આવ્યા અને બધા જ બાળકોને એ સર ને ગુડમોરનીગ કહી ને પોતાના સ્થાન પર બેસી ગયા પછી થોડીવાર મા સર એ બધાજ લોકો નુ હોમવર્ક ચેક કરવા નુ ચાલુ કર્યુ પણ આજ પહેલા પાછળ ની બેંચ પર થી ચાલુ કર્યુ સર કુશ પાસે પોહચે ત્યા તો કુશ સર ને કહે સર મારે વોશરૂમ જવું છે રાજેશ સર કુશ ને કહે ઓકે તુ જઇ શકે છે પણ પહેલા તારુ હોમવર્ક દેખાડી ને જા કુશ ના પેટ મા ફાળ પડી ગઇ કેમકે હોમવર્ક તો કર્યુ ના હતુ રાજેશ સર તો સમજી ગયા ને તરતજ કુશ નો કાન પકડી કલાસરૂમ નહી બહાર કાઢી ને કહ્યું ધરે જા અને તારા મમ્મી કે પપ્પા ને લઈ આવ કુશ ની મુંઝવણ વધી ગઈ શુ કરવુ એ સમજાતુ નથી પછી એ એક પાન ના ગલ્લે થોડી વાર ઉભો રહીયો ત્યા તેની જ સ્કુલ ના 3-4 બાળકો ઉભા હતા ને તમને પણ કુશ ની જેમ શિક્ષક એ સ્કુલ માથી બહાર કાઢી મુકયા હતા તેમા થી એક વિદ્યાર્થી કુશ પાસે આવી ને કહયું આવ બેસ અહી અમે તો આમજ દરરોજ બેઠા હોયે છીએ તેમાં એક છોકરો આવ્યો અને હાથ મા તમાકુ ને બીડી લઈને બેઠા હતા કુશ ને અજૂગતું લાગ્યુ પછી તેમાં થી એક છોકરા એ તે કુશ ને કહયું લે તુ પણ લે હા ના કરતા કરતા તેણે હાથ માં બીડી પકડી લીધી ને જેવી મોઢે લગાડવા જઇ રહ્યો હતો ત્યા જ એક ભાઇ આવ્યા અને કુશ ના હાથમાં થી બીડી છીનવી લીધી અને મને સ્કુલ પર હાથ પકડી લઇ જવા લાગ્યા ને કુશ ને સમજાવ્યું આવા વ્યસનો થી દુર રહે બેટા આ વ્યસન થી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થાય છે અને પછી એ મને રાજેશ સર પાસે લઇ ગયા ને રાજેશ સર ને વાત કરી ને મને ખોટા માર્ગે જતા રોક્યો .

આ વ્યક્તિ બીજી કોઈ નહી પણ કુશ ની શાળા નો પટાવાળો હતો જેને કુશ ને સાચો રસ્તો દેખાડયો ને એક "પટાવાળો શિક્ષક" બની ગયો ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ