વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થેન્ક યુ દોસ્ત

સ્કૂલનો લાસ્ટ દિવસ રિઝલ્ટ આવી ગયું .નિકુંજ અને સોહીલ બન્ને પાસ થઇ ગયા. કૉલેજમાં એડમિશનનો દિવસ હતો સાયન્સમાં બન્ને ગયા, હોશિયાર હતા. આજે ખુશ થતા બહાર નીકળ્યા " યાર ! તું પાર્ટી તો આપ." સોહીલ બોલ્યો.

" હા...હા પાર્ટી તો જાણે એવી રીતે માંગે છે જાણે કે તું તો પાસિંગ માર્કે પાસ થયો હોય ...બકા! આપણા વચ્ચે એક જ ટકાનો ..એટલેકે 7 માર્ક્સનો જ ડિફરન્ટ છે હો !..પાર્ટી તો તારે આપવી પડે" નિકુંજ એક ધબ્બો મારીને બોલ્યો.

બન્ને બાળપણના દોસ્ત હતા. નિકુંજ પંજાબી હતો ને સોહીલ મુસલમાન. બંને વર્ષોથી પાડોશી હતા અને એટલે જ મિત્રો પણ હતા. 

બંનેનો સ્વભાવ અલગ. સોહીલ ભોળો અને જયારે નિકુંજ જબરો પણ લાગણી વાળો. આ બન્નેની જોડી જબ્બર જામતી.

કૉલેજ શુરૂ થઈ ગઈ. બન્નેના સબજેક્ટ અલગ હતા, એટલે અલગ ક્લાસ મળ્યા.ઘણા બધા સાથે મિત્રતા થઇ.

સોહીલના ક્લાસમાં ઘણા બધા મુસ્લિમ મિત્રો મળ્યા. અને તેમાંથી આદિલ અને ઝફર જોડે સારી ભાઇબંદી થઇ ગઈ. આ બાજુ નિકુંજને પણ સૃજન ,કવિતા અને સલીમ જોડે ઘનિષ્ટ મિત્રતા હતી.

બ્રેકમાં સોહીલ નિકુંજને મળતો, ને સાંજે ઘરે બંને જોડે જ જતા.

"કેટલા બધા નવા ફ્રેંડ્સ થયા નહિ!!." નિકુંજ બોલ્યો.

"હા યાર ! નવા લોકોને મળવું મને તો બહુ જ ગમે "

સાચ્ચે ..કવિતા સૃજન ને સલીમ પણ ખુબ સારા મિત્રો છે. 

આમ દિવસો ક્યાં પસાર થઇ ગયા એક વર્ષ પતવા આવ્યું.

 ખુબ સારા માર્કે નિકુંજ અને સોહીલ બીજા વર્ષમાં પ્રવેશ્યા. સોહીલનો મિત્ર આદિલ આ વર્ષે ક્લાસ વધુ બંક કરતો હતો. 

સોહિલે તેને એક વાર પૂછ્યું "કેમ ક્લાસ મિસ કરે છે?"

અરે હું મદ્રેસામાં પણ ભણું છું ને એટલે ત્યાં પણ  જવું પડે છે. "

"મદ્રેસા માં શું ભણાવે છે ?"સોહીલ બોલ્યો.

"અરે દેશભક્તિ ..અંતરમનથી તમે દેશ માટે કૈક કરો એવું બધું ખુબ મજા આવે છે. " 

"પછી તો સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડશે …"

"કેમ વર્લ્ડ વૉર થવાની છે ?" સોહીલ મજાકમાં બોલ્યો.

" અરે ના યાર! આ તો શીખવા મળે છે, તો શીખી લેવાય બસ ગમે ત્યારે બીજા કોઈ કામ આવે. "

"હા ! એ વાત સાચી તારી આદિલ, શીખવું તો જોઈએ જ ભલે વર્લ્ડ વોર થાય કે ના થાય. "

બન્ને હસવા લાગ્યા. 

થોડો ટાઈમ પસાર થયો.

એક દિવસ કૉલેજમા બહારથી ઘણા બધા 

તોફાનીતત્વો સમાન છોકરાઓ આવ્યા.અને તોડફોડ કરવા લાગ્યા. કોલેજના છોકરાઓ ડર્યા નહિ અને તેમનો સામનો કર્યો.આદિલ સૌથી આગળ રહ્યો મદ્રેસાની ટ્રેનિંગ કામ લાગી, ને એ દિવસે એ હીરો બની ગયો.સોહીલ 

એનાથી પ્રભાવિત થઇ ગયો.આદિલ ઘણી વાર મદ્રેસાની વાતો કરી એને ઇમ્પ્રેસ્સ કરતો.

સમય વીતતો ગયો ને સોહીલ વધારે ને વધારે મદ્રેસાના નામથી પ્રભાવિત થતો ગયો.

એક દિવસ આદિલને સામેથી કીધું " મારે મદ્રેસા આવું છે."

"ત્યાં આવી ને શું કરીશ ? તારા ક્લાસ મિસ થશે..ત્યાં એડમિશન લેવું પડે ટ્રેનિંગ માટે, અને દેશભક્તિ બુલંદ જોઈએ…"

અરે! ભારત દેશ માટે તો કઈ બી કરાય યાર ..નારા લાગવા છે? બોલ જોશથી બોલ્યો .."ભારતમાતા કી જય ..." બંને હસવા માંડ્યા.

બીજે દિવસે સોહિલે નક્કી કર્યું મદ્રેસા જવાનું 

પણ આ વાત એને નિકુંજને ના કરી.


મદ્રેસાનો પહેલો દિવસ, ને સોહીલ ત્યાં ગયો. ત્યાં એ જ સમજાવ્યું  "દેશકે લિયે જીના હૈ " કુરાનને એવા જ બીજા ગ્રંથોમાંથી જ્ઞાન આપ્યું. અને સમજાવ્યું કે "દેશ ભક્તિ એ જીવનની મોટી સિદ્ધિ છે ..અને જેહાદનો રસ્તો અલ્લાહ અને સ્વર્ગનો મેળાપ છે."

સોહીલને ખુબ મઝા આવી. ત્યાં તેની ઉંમર જેટલો બીજો હૈદર પણ હતો.સોહીલ ત્યાં દરરોજ જવા માંડ્યો.નિકુંજને શંકા આવી કે ક્લાસ કેમ બંક કરે છે ?

ત્યારે પછી સોહિલે કીધું કે "હું મદ્રેસા જાઉં છું. ધર્મનું ભણવા જાઉં છું."

નિકુંજ બોલ્યો "જો જે સાચવજે ...ક્યાંક ભરાઈ ના જાય."

સોહીલ "અરે ના યાર..! અહીં તો ધર્મ ને દેશભક્તિ જ છે ક્યાં સાયન્સ કે કેમેસ્ટ્રી ભણવાનું છે ?" સોહીલ હસવા  માંડ્યો .પણ નિકુંજ થોડો એના માટે ચિંતિત હતો.કારણકે સોહીલ એનો પ્રિય મિત્ર હતો એને કઈ થાય તો એ સહન નહિ કરી શકે.

2-3 મહિના થઇ ગયા. ને સોહીલને પુરી  દેશભક્તિ ચઢી ગઈ.

૬ મહિના વીતી ગયા પછી મદ્રેસામાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ શરુ થઇ કરાટે ,કિક બોક્સિંગ, માઈન્ડ માટે રેઇકી.

સોહીલને બહુ મઝા પડી સાલું આવું સાયન્સ કૉલેજમા તો ક્યાં શીખવા મળે ?

સોહીલ ત્યાંના વડાની નજરમાં આવી ગયો. એમણે સોહીલને કીધું "સાયન્સ ભી અચ્છેસે પઢના વોહ ભી જરૂરી હોતા હૈ." સોહીલને એમાં તો ક્યાં કહેવા જેવું જ હતું ? એ હોંશિયાર જ હતો.


સીન -૨ 

(પીઓકે  ..સરહદી એરિયા આંતકવાદ ટ્રેનિંગ..કેમ્પ .)

 નેતા :-  સુલતાન ક્યાં અપડેટ હૈ?? 

સુલતાન:- અભી બહોત કાફિલે( બાળકો ) કમ હૈ. 

નેતા :- એસે કેસે ચલેગા જેહાદ કે સમય મેં? કાફિરો( કન્નેકશન) કો કહે દો એકટિવ હો જાયે.

સુલતાન:- "જી હુજુર...કબસે બોલ દિયા હૈ પર અભી કોઈ હલચલ નહિ હૈ "

નેતા :- "તીન નયે કાફિલે ચાહિયે હમે ઇસ વકતકે મિશન કે લિયે."

સુલતાન :- "જી મુઝે પતા હૈ, સબ સેટ કરતા હું અભી થોડે ટાઈમમે." 

નેતા :- "ઇસ ટાઈમ મિશન ફતેહ હોના ચાહિયે, યે હી સોચો." સુલતાન જતો રહ્યો.

(સુલતાન અપને સાથી અબુસે..)

સુલતાન :- અબુ ..મદ્રેસાકા રેકોર્ડ દેખો, ઔર બોલો મુઝે કોઈ નયા કાફિલા ( બાળક) ચાહિયે, જો હોશિયાર ઔર ચાલાક હો, તગડી ટ્રેનિંગ મિલેગી. 

અબુ :- "બોલતા હું તુઝે…"

અબુએ કોલ લગાવ્યો મદ્રેસામાં.

" સાલમવાલીકુમ...હુજુર! ક્યાં હલચલ હૈ વહાઁ કાફિલોકી? "

"દો હૈ, મગર સમજાના બાકી હૈ."

"કયુકી ઈસબાર મિશન ફેઈલ નહિ હોના ચાહિયે."

"હા, અલ્લાહ સબ સલામત રખે." 

અબુ પણ બોલ્યો "અલ્લાહ સબ સલામત રખે,જલ્દ હી ખબર દીજીયે"અને ફોન મુક્યો. 

-------

આ બાજુ મદ્રેસાના વડા એ એ સાંજે સોહીલને અને પેલા બીજા છોકરાને ઓફિસમાં બોલાવ્યો. 

" મેરે દોનો હોશિયાર જવાન! તુમ દોનોકા હોસલા કાબિલે તારીફ હૈ,આપ દોનોકો સેલ્ફ ડિફેન્સ એડવાન્સ ટ્રેનિંગ કે લીયે ચુના ગયા હૈ. ઔર આપકો ભેજા જાયે, તો આપ જાઓગે?" 

"ફિર ઉસકે ચલતે પ્રેકટીસ ભી હોગી લાઈવ ..મિશન ભી મિલેગા. ખુદ કો સાબિત કરનેકા અલ્લાહ કી નઝરોંમેં"

પેલા બન્ને એકબીજા સામે જોવા માંડ્યા.

"ઔર એક બાત યે ખબર ઘરવાલોકો લાસ્ટ દિન હી બતાના હૈ ઔર કિસીકો  નહિ..બિલકુલ નહિ ..." મદ્રેસાના વડા બોલ્યા. 


બીજા છોકરા હૈદરે તો હા પાડી..પણ સોહીલ મૂંઝવણમાં હતો કારણકે ઘરમાં પણ અત્યારે વાત નોહતી કરવાની.પણ એને સેલ્ફ ડિફેન્સ એડવાન્સ તો શીખવું હતું જ.એતો એમજ વિચારતો હતો કે ટ્રેનિંગથી કૉલેજમાં વટ્ટ પડે. તેણે હા પાડી..એ વિચારીને કે શીખીને પાછા આવાનું જ છે ને! 

બન્નેની હા પછી મદ્રેસામાં એમને ધર્મને લગતા જુનુન ભર્યા વિડિઓ બતાવા માંડ્યા.રૈકી કરીને એમનાં માઈન્ડ ને કન્ટ્રોલમાં લીધું.હિપ્નોટાઈઝ કરી જેહાદ ખરો ધર્મ એજ મગજમાં ઠસાવી દીધું. અને હિપ્નોટિઝમ એવું હતું કે મગજમાં ઠસી પણ ગયું.બન્ને જોશીલા થઇ ગયા.પણ છતાંય સોહીલ મનથી થોડો આમ ભોળો ને ઢીલો, તેથી ૧% મનથી ડરી ગયો કે કઈ ખોટું તો નથી ને? પણ બીજો હૈદર મક્કમ હતો એને વિશ્વાસ આપ્યો કે

"આપણે કંઈક નવું શીખી આવીશું."

બન્ને જોડે મદ્રેસામાંથી નીકળ્યા ને ત્યાંજ

બન્ને વાતો કરતા હતા જેહાદની, ત્યારે નિકુંજનો ફ્રેન્ડ સલીમ એને જોઈ ગયો.

(બીજે દિવસે કૉલેજમાં..)

સલીમ "નિકુંજ ! કાલે મે સોહીલને હૈદર જોડે જોયો, ને બન્નેની વાતો થોડી સંભળાઈ એના પરથી કહું છું કે એને ચેતવજે..હૈદરના ફેમિલીના કનેક્શન બહુ સારા 

Chk*****

નથી.મારા અબ્બુના ફ્રેંડના રેલેટીવ્સ છે, અને પાકિસ્તાન સાથે કનેક્શન છે.મેં મારા અબ્બુને ફોન પર એમના ફ્રેન્ડ  થકી ૧-૨ વાર વાતો સાંભળી છે."

નિકુંજ બોલ્યો "હા એ ધર્મનું શીખવા જાય છે એવું તો મને કીધું પણ છતાંય હું તેને ચેતવીશ. સારું થયું તે કીધું." 

" હા કહેજે, ક્યાંક આતંકવાદમાં ના ભરાઈ જાય.હું મદ્રેસામાં એટલે જ નથી જતો.લપેટમાં આવી જાઇયે તો!" ચિંતિત સ્વરે સલીમ બોલ્યો.


સાંજે ઘરે જતા નિકુંજ ને સાહિલ નોર્મલ વાતો કરતા હતા. ત્યાંજ નિકુંજ બોલ્યો" "બકા! કામ એવું કરવું, કે હૃદયને ગ્લાનિ ના થાય તું સમજે  છે હું કયા સંદર્ભમાં કહું છું ?" નિકુંજની નજર સોહીલની નજર પર પડી.સોહીલ કઈ બોલવા ગયો પણ,એને વાત ફેરવી નાખી"હા સમજુ છું  પણ તું મારી કોઈ ફિકર ના કર.હું  કોઈ ખરાબ કાર્ય નહિ કરું.મદ્રેસામાં ભણવાનું જ હોય છે."

" એ તો કૉલેજમાં પણ આપણે ભણીયે જ છીએ ને." પણ પછી સોહિલે કોઈ જવાબ ના આપ્યો.એને એડવાન્સ ટ્રેનિંગ વિષે સોહીલને વાત કરવી હતી, પણ ક્યાં જણાવવાનું હતું ?  પણ એને નક્કી કર્યું કે નિકુજને જણાવ્યા વગર એ કશે નહિ જાય.

બન્ને બાજુ તગડી  ટ્રેનિંગ ચાલતી હતી 

એક બાજુ આતંકવાદીની આવવાની ને  બીજી બાજુ સોહીલ અને હૈદર ને ત્યાં મોકલવાની ..

એક દિવસ મદ્રેસાના વડા એ કેમ્પમાં ફોન કર્યો 

કે " કાફિલે રેડી હૈ " "આપ હુકુમ કરો " ત્યાંથી ઓર્ડર આવ્યો કે  "જબ આસમાન સાફ હો તબ પંછી ઉડ્ડકે આયે એસા દેખના ..બાકી 3 દિન બાદ ભેજ સકતે હો આપ ચાહો તો ..આસમાન  સાફ રહેગા ઔર હવા ભી અનુકૂલ" આવી રીતે કોર્ડ વર્ડમાં વાત થઇ.


વડાએ સોહીલ અને હૈદરને બોલાવી કહી દીધું કે "3 દિવસ પછી તમારી એડવાન્સ ટ્રેનિંગ માટે જવાનું આમંત્રણ આવ્યું છે. " 

બન્ને ખુશ થઇ ગયા." કલકે બાદ ઘરવાલો કો બતાઓ કે તુમ એડવાન્સ ટ્રેનિંગકે લીયે જા રહે હો મિશન ખતમ હોને કે બાદ હી આયેંગે."

સોહીલ બોલી ઉઠ્યો " ક્યાં જવાનું છે એ તો કહો!" 

" એક ગાવ, જહાં કાશ્મીરકી સરહદ ખતમ હોતી હૈ .ઔર જન્નત કી શુરુ .." ખુદાકે બનાયે રાસ્તોપે જા રહે હો ".."સભી કો યે મોકા નહિ મિલતા, આપ ખુશનસીબ હો. " 

"ટ્રેનિંગ કેટલા દિવસની હશે ? એટલા માટે પૂછું છું કે મારે પાછી કૉલેજની એક્ઝામ છે, મહિના પછી એટલે પાછા આવવું પડે. " સોહીલ ભોળા ભાવે બોલ્યો .

વડા એ એને પેંડો ખવડાવ્યો ને બોલ્યા "જીતની જલ્દી સિખોગે ઉતના મિશન ખતમ હોગા " બીજું કઈ બોલ્યા નહિ.અને એ જગ્યાનું નામ ના કીધું પણ નકશો બતાવ્યો." યે જગહ હૈ ટ્રેનિંગ કી" સોહિલે આજુબાજુ ના એક બે રસ્તાના નામ જોઈ  લીધા.બાકી કોઈ સ્થળના નામ એમાં નોહતા.ને પેલા વડા ગયા પછી બન્ને એ  દિશા જોઈ લીધી .હોકાયંત્ર મૂકી ને, નોર્થ - વેસ્ટ દિશા હતી.

હૈદર બોલ્યો.." સોહીલ વહાં ઠંડ જ્યાદા હોગી, ગરમ કપડે જ્યાદા લેના"

"હા લેવા જ પડશે, કાશ્મીરની સરહદો પર બરફ જ હોય છે. " અને સોહીલ  કાશ્મીરની સરહદોમાં જ વિચારતા ખોવાઈ ગયો એ એવું સમજતો હતો કે સમય મળતા જ રમણીય કાશ્મીર પણ ફરી આવશે, ને અમ્મી અબ્બુ માટે, ને નિકુંજ માટે મસ્ત શોપિંગ કરશે.હકીકત શું હતી એ ક્યાં જાણતો હતો. બસ એને તો આદિલની જેમ કૉલેજમાં વટ્ટ પાડવો હતો ને કઈક શીખવું હતું .બીજે દિવસે મદ્રેસાના વડા એ એક કલાક વહેલા બોલાવ્યા કારણકે પછી ના દિવસે જવાનું હતો,.બધા ડોક્યુમેન્ટ્સ જોઈ લીધા, ને બીજા અમુક ડોક્યુમેન્ટ્સ એડ કર્યા. એક કાળો પટ્ટો આપ્યો ...ને કીધું " અપની બેગમેં રખના ઔર વહાઁ બસ સે ઉતરનેસે પહેલે હી માથેપે પહેન લેના વોહ તુમ્હે પહેચાનેગે..ઔર આગે ટ્રેનિંગ કે લિયે લે જાયેંગે ...યે જરૂરી  હૈ આપકી પહેચાન કે લિયે..."

આ કાળો પટ્ટો જ એક જફા હતી અને બન્નેને ગેરકાયદેસર ઓળખ મળશે તે ક્યાં ખબર હતી?

            ઘરમાં સોહિલે કીધું કે "કાલે હું જાઉં 

છું એક્ઝામ પહેલા આવી જઈશ .ને બેગ પેક કરવા લાગ્યો ઘરમાં બધા ચિંતિત થઇ ગયા..." ધ્યાન રાખજે..હવે પછી આવી બધી ટ્રેનિંગમાં જવું નહિ ,શુ રહી ગયો હતો ?" 

"અબ્બુ કોઈ ખર્ચો નથી! આવી ટ્રેનિંગ ક્યાં મળે ?

ત્યાં જ નિકુંજ ઘરે આવ્યો.

" ક્યાં જવાની તૈયારી? કહેતો કેમ નથી ? એને નિકુંજને કીધું કે હું આવી રીતે ટ્રેનિંગમાં જાઉં છું. ".

"એડ્રેસ્સ બોલ ..અને જગ્યાનું નામ "નિકુંજ બોલ્યો.

"એડ્રેસ્સ તો નથી ખબર પણ કાશ્મીરની સરહદ પાસે  હાઈવેથી નોર્થ-વેસ્ટમાં એક ગામ છે."

અને એ વખતે જ સાહિલે પેલો કાળો બેલ્ટ  બેગમાં મુક્યો. નિકુંજે જોયું  ને બોલ્યો "શું રહી ગયો ત્યાં ગયા વગર? ના પાડી દે,એક્ઝામ આવે છે ખબર છે ને? તો પછી?"

" અરે! હું ને હૈદર બન્ને જ સિલેક્ટ થયા છે.સારો ચાન્સ છે ટ્રેનિંગ માટે, હું તને ત્યાંથી કોલ કરીશને !! ટ્રેનિંગ પતે એટલે મિશન આપશે, પછી એ પૂરું કરો એટલે પાછા. કાયમ માટે થોડી જાઉં છું?" ભોળા ભાવે સોહીલ બોલ્યો. નિકુંજ ને ભેટી પડ્યો.

"સાચવજે! ફોન કરતો રહેજે".નિકુંજ ઘરે ગયો.


બીજે દિવસે સવારે હૈદર ને સોહીલ ટ્રેનમાં બેસી ગયા. ને કાશ્મીર પહોંચ્યા.ત્યાંથી બસમાં બેસી શ્રીનગરથી દૂર એક અંતરાળ ગામ પાસે પહોંચ્યા.ત્યાં બસમાંથી ઉતરી ને એક બાંકડા પાસે બેઠા ને પેલો પટ્ટો માથે બાંધ્યો.ત્યાંજ એક જ મિનિટમાં એક વાન આવી ને બન્ને ને એમાં બેસાડ્યા ને એક પાટો આખે પણ બાંધ્યો.

"કશ્મિરકો ઔર થોડા દેખને તો દો, જન્નત ફિર કહા નસીબ હોગી ?" સોહીલ બોલ્યો

જોડે બેઠેલા માણસે કીધું "જન્નત કે રસ્તો પે હી જા રહે હો, જનાબ! અબ જન્નત હી જન્નત હૈ.આપકે મોબાઈલ હમે દેદો ફિર મીલ જાયેંગે વાપિસ " મોબાઈલ લઇ પેલા માણસે બન્નેના સીમકાર્ડ ફેંકી દીધા.

અડધો કલાક પછી વાનમાંથી ઉતાર્યા ને એમનો આંખોનો પાટો ખોલ્યો. ચારે બાજુ માથે કાળી પટ્ટી ને હાથમાં બંદૂક સાથે એમનું સ્વાગત કર્યું.સોહીલ બંદૂક જોઈને થોડો હલી ગયો."મોબાઈલ દીજિયે મુઝે "બન્નેના હાથમાં તૂટેલા સ્ક્રીન અને સિમ વગરના મોબાઇલ પાછા આપ્યા."

"અબ મોબાઈલ નયા મિલેગા યે કુછ કામ કા નહિ."

હૈદરને અને સોહીલને બે જુદી જુદી જગ્યા એ લઇ ગયા બન્ને આંખમાં આંસુભરી નજરે એકબીજાને જોતા ગયા.હવે  કોઈ છૂટકો જ નોહ્તો એ લોકો કહે એ કરવા માટે. 

આબાજુ ૧૫ દિવસ થઇ ગયા પણ સોહીલનો કોઈ ફોન નોહ્તો જેટલી વાર ફોન  કર્યો એટલીવાર સ્વીટ્ચ ઓફ  આવ્યો.અમ્મા ને અબ્બુ પણ ચિંતિત હતા કે કોલ કેમ નથી આવતો.પછી કોમ્પ્લેઇન નોધાવાનું નક્કી કર્યું.


(પોલીસ સ્ટેશન …)

સબ ઇન્સ્પેક્ટર રોશન :- સાહેબ જી કલ કુછ ફ્રિકવન્સી નઝર આઈ થી. બોર્ડર પે કુછ હલચલ હોગી એસે ન્યૂઝ હૈ.ચોક્કને રહેના પડેગા.

ઇન્સ્પેક્ટર:- અપને મિશ્રાજી કો બોલો ફીરસે ચેક કરે આજ..કુછ તો ન્યૂઝ હોગા."

"જી હુજુર "  સલામ ઠોકી રોશન મિશ્રાજી ને કોલ કર્યો.

" કેસે હો મિશ્રાજી ક્યાં હલચલ?"

" રોશન, યહાં આઓ ફોન પે બાત નહિ  હોગી."

રોશન પોલીસવૅનમાં  મિશ્રાજી ને ત્યાં ગયો .

મિશ્રાજી એક રિટાયર્ડ પોલિસ ઓફિસર હતા પણ જાસૂસીમાં એમની પહોંચ ઘણી હતી ને આવડત જોરદાર ,ઉર્દુ,અફઘાની પણ આવડતું હતું .રોશન આવ્યો ત્યારે તે કોઈ મશીન પર બેઠા હતા.કોર્ડ  વર્ડ ઉકેલવામાં માસ્ટર એવા મિશ્રાજી ચિંતામાં હતા.

 "રોશન બહુત હી ખુફિયા જાનકારી મિલી હૈ અભી જુલાઈ હૈ ના ઔર ૧૫ ઓગસ્ટકો બ્લાસ્ટ હોગા યે ખબર પક્કી હૈ પર કોન કરેગા? કહા હોગા? યે અબતક જાન નહિ પાયા હું બહોત કોશિશ કી ." માથું ખંજવાળતા શર્માજી બોલ્યા.     

રોશન તો બ્લાસ્ટની ખબર આપવા ઉતાવળો હતો." ટ્રાય કરો..કંઈક તો મળશે "

બસ એક કડી મળી જાયને તો બેડો પાર "મિશ્રાજી બોલ્યા.

રોશન પોલીસ સ્ટેશન પહોંચ્યો.ત્યાંજ  નિકુંજ અને સોહીલના અબ્બુ ફરિયાદ લખાવા આવ્યા.

રોશનને જણાવ્યું કે " સોહીલનો કોઈ કોન્ટેક્ટ નથી"અને નિકુંજે કીધું કે મદ્રેસામાંથી બહાર એડવાન્સ ટ્રૈનીંગ માટે ગયો છે.ત્યાં જ રોશનને ધ્રાસ્કો પડ્યો.

તરત રોશને કીધું કે "દો મિનિટ રુકિયે."  

અને તે અંદર કેબિનમાં ઇન્સ્પેક્ટરને મળવા પહોંચ્યો."હુજુર મદ્રેસાકા કેસ આયા હૈ." ઇન્સ્પેક્ટર ઉભો થઇ ગયો. 

ત્યાંજ રોશન બોલ્યો " એડવાન્સ ટ્રેનિંગ..." આ સાંભળી ને તો ઇન્સ્પેક્ટર બોલ્યો " સ્પેશ્યલ કેબીન, જલ્દી " 

ને રોશન તરત બહાર આવ્યો "ચાચાજી ,ભૈયા આપ મેરે સાથ આઇયે."

રોશન એમને સ્પેશ્યલ કેબિનમાં લઇ ગયો.એક  ટેબલ બે-ત્રોણ ચેર હતી સામે ઇન્સ્પેક્ટર બેઠા હતા." બેઠીયે ચાચાજી."

બન્ને બેઠા. રોશન સાઈડમાં બેઠો. "જો આપકો પતા હૈ બતાઇયેં".ત્યાંજ નિકુંજે બધી વાત કરી.

"જગહ કા નામ બતાયા?  સોહીલ ને ?"ઇન્સ્પેક્ટર બોલ્યો   

ત્યાં જ એકદમ નૂકુંજ બોલી ઉઠ્યો "નોર્થ વેસ્ટ સરહદ પાસે ગામ છે."

સામાન મેં કુછ હથિયાર જેસા કુછ લે ગયા ?.પતા હૈ ?"

"નહિ સાહબ હમ હથિયાર રખકે ક્યાં કરેંગે ?"અબ્બુ બોલ્યા.

ઠીક હૈ આપકો ફિર બુલાઉંગા, જાંચ શુરુ કરતે હૈ." કુછ બાત પતા ચલે,તો બોલના." નિકુંજ ને અબ્બુ પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા. 


આ બાજુ હૈદર ને સોહીલની માઈન્ડવોશની અને જેહાદી ટ્રેનિંગ જોરમાં ચાલુ હતી.

બન્ને ને ખુબ જોશીલા વિડિઓ બતાવી લેકચર આપીને નક્કર જેહાદી બનાવ્યા આઝાદ કાશ્મીર માટે કઈ પણ કરાય એવું માઈન્ડ કરી દીધું બૉમ્બ કેવી રીતે બનાવો.૧૦ દિવસ બાકી હતા ને ટ્રેનિંગ  પુરી થઇ.હવે ફક્ત અલ્લાહની બંદગી કરવાની હતી,કે જેહાદના રસ્તા પર અંતે કોઈ તકલીફ ના પડે.

કેમ્પમાંથી દુબઇ કોલ ગયો " આસમાન સાફ.. પંછી તૈયાર "સામેથી લીલી ઝંડી મળી ગઈ.

આબાજુ મિશ્રાજીએ  એ કોલ ટ્રેસ કર્યો.ને  પોલીસ દોડતી થઇ ગઈ પણ હજુ એ નોહ્તું ખબર કે કોલ ક્યાંથી આવ્યો. આજે નિકુંજને ફરી બોલાવ્યો પોલીસ સ્ટેશન અને ફરી પૂછપરછ કરી" કુછ ઔર બતાઓ અપને દોસ્તકે બારેમે તો પતા ચલે હમે,આપકા દોસ્ત ફસ ચુકા હૈ ઇતના સમજ લો." નિકુંજ રડવા લાગ્યો.

ઇન્સ્પેક્ટરે એને પાણી આપ્યું ને રૂમાલ આપ્યો.રૂમાલ  હાથમાં લેતા જ  નિકુંજને સોહીલનો પેલો કાળો પટ્ટો યાદ આવ્યો " ઇન્સ્પેક્ટર વોહ બેગપેકમેં કાલા પટ્ટા લે ગયા થા."ત્યાંજ ઇન્સ્પેક્ટરની આંખો પહોળી થઇ ગઈ " યે પહેલે ક્યુ નહિ બતાયા ?" એનો હાથ ખેંચી કમ્પ્યુટર પાસે લઇ ગયો, ને  આતંકવાદીઓના એક કેમ્પના ફોટા બતાવ્યા. એમાં ઝૂમ કરી એક છોકરાનો ફોટો બતાવ્યો, જેમાં એને બ્લેક પટ્ટો માથે બાંધ્યો હતો સાઈડમાં રેડ ડોટ હતું." હા આવો જ...અરે....આજ પટ્ટો. યહી થા "

ઇન્સ્પેક્ટર બોલ્યો " અબ તો દુઆ કરો તો હી વોહ ઝિંદા બચ જાયેગા બાકી કોઈ રાસ્તા નહિ કી બચ સકે"યે આતંકવાદી કેમ્પ એસા હૈ જહાં સુસાઇડ બોમ્બર તૈયાર કિયે જાતે હૈ,પર્વતો કે બીચ ઉનકા અડ્ડા. કોઈ પહોંચ નહિ સકતા.હમે  લોકેશનપે જા કે દેખના પડેગા અગર મિલા તો ..તુમ્હે આના પડેગા તેરે દોસ્ત કે લિયે.. ઉસકો સહી સે ઔર જલ્દી પહેચાનોગે તો શાયદ બચા સકે અબ કોલ કહા સે આયા યે ભી પતા ચલ ગયા 

હૈ. "

નિકુંજ ઢીલો થઇ ગયો "મેરે દોસ્તકો બચા લો." 


13મી ઓગસ્ટ સોહીલને શ્રીનગર લઇ જવામાં આવ્યો ને ત્યાંથી જમ્મુ લાવામાં આવ્યો.એનું માઈન્ડ વોશ હતું પણ છતાંય હૃદયે ધમાસાણ મચ્યું હતું. હૈદર ને અલગ લોકેશન મળ્યું ને સોહીલને ઉધમપુર ઇસ્કોન ટેમ્પલ.        

ત્યાંજ  ઓર્ડર મળ્યો કે"આજ આપકો ઘુમને કો મિલેગા. જમ્મુ ખુબસુરત હૈ દેખ લો! મગર ઇંતકામ કે બાદ જો જન્નત મિલેગા ઉસકે સામને યે ખુબસુરતી કુછ નહિ હૈ."

બન્ને ફરવા નીકળ્યા ડર તો ખુબ હતો.

 પણ છતાંય એ એક મંદિરની બહાર બેઠા.ત્યાંજ એક બાળક આંગળી પકડી એની માતા સાથે મંદિર આવ્યું દાદરો ચઢતા જ પગથિયું ચુકી જતા સહેજ વાગ્યું.એની માતાએ એને તરત ઉંચકી લીધો ને વહાલ કર્યું .આ જોઈ સોહીલને અમ્મા યાદ આવી ને આંખમાંથી આંસું નિકળી ગયા.ચારેબાજુ મંદિરમાં લોકો જોઈ સોહીલને હૈદર પાછા બાળક થઇ ગયા.માઈન્ડ  ફરી પાછું સંવેદનશીલ થઇ  ગયું "હૈદર આવા લોકોને કેમ મરાય? શું વાંક એમનો?"

"હા યાર! મરવું નથી."હૈદરે આંસુ લૂછી નિર્ણય લીધો.

"કોઈ પ્લાન શોધ,કે બચી જઇયે."

ત્યાંજ અચાનક સોહિલે કંઈક વિચાર્યુ.

 સોહીલ ઉઠ્યો"હું ભાગુ, એટલે ભાગજે જોડે" એક છોકરાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગ્યો. એ બાળક રડવા માંડ્યો પણ સોહીલને ક્યાં ચિંતા હતી.રસ્તામાં ભાગતા ભાગતા એને એસ એમ એસ કર્યો નિકુંજને"બચા લો,"15-UIT"- સોહીલ@10 p.m. " અને મસેજ જેવો પહોચ્યો એવો અહીંથી મેસેજ ડિલિટ કરી ફોન ફેંકી દીધો પાછળ માણસો દોડ્યા પણ ફોન મળી ગયો પછી પીછો ના  કર્યો.

બન્ને તો ક્યારના છુમંતર થઇ ગયા.

" હૈદર, મારા મિત્રને મેસેજ કર્યો છે. જો અલ્લાહ મહેર હશે, તો આપણે બચીશું બાકી કાલે તો એકબીજાને છેલ્લું "ખુદાહાફીઝ". સોહીલનું આ વાક્ય સાંભળીને જ હૈદર હલી ગયો.      

આ બાજુ નિકુંજ ને મેસેજ આવ્યો,"બચા લો,"15-UIT"- સોહીલ @10 p.m." સોહીલનું સ્ક્રીન પર નામ વાંચી અચરજ થયું કારણકે જાણીતો નંબર નોહ્તો.પણ કોડ સમજ ના પડી એટલે દોડ્યો પોલીસ સ્ટેશન..રોશન અને ઇન્સ્પેક્ટર પાસે ને મેસેજ વંચાવ્યો તરત કોપી કરી મિશ્રાજીને મેસેજ મોકલ્યો રોશને.

સામે થી મેસેજ આવ્યો "મોબાઇલ લોકેશન?" આ નંબર જમ્મુનો હતો એ જોઈ તરત મિશ્રાજીને પાછો મેસેજ કર્યો.

અડધો કલાક સુધી રોશન, ઇન્સ્પેક્ટર  અને નિકુંજ સ્ક્રિનને તાકી રહ્યા.ત્યાંજ મેસેજ રિંગટોન આવ્યો ધ્રુજતા હાથે મેસેજ ખોલતા જ હલી ગયો.

મિશ્રાજી "૧૫ ઓગસ્ટ, ઉધમપુર ઇસ્કોન ટેમ્પલ ૧૦ બજે "

ઓહ માઇ ગોડ!!! કિતની જાન હાનિ હોગી."

રોશન- " નિકુંજ...આપ ઔર ચાચાજી ઉધમપુરકે લિયે હમારે સાથ ચલો."

ટાઈમ બગાડવો પોસાય એમ નોહ્તો રસ્તામાં જ ઈન્સ્પેક્ટરે ઉધમપુર પોલીસ સ્ટેશને વાત કરી ને એ લોકો પહોંચે એ પહેલા જ આખી ફોર્સ તૈયાર થઇ ગઈ.સાદા કાપડામાં ૮ ઉધમપુરના કમાન્ડો રેડી હતા ને એ સિવાય    

પુરી પોલીસ ફોર્સ.આખું મિશન સિક્રેટ રાખવાનું હતું.

નિકુંજ બોલ્યો "રોશન જી મેરે દોસ્ત કો 

બચા લીજિયે"

રોશન"અરે હા,ઉસને મેસેજ કરકે હેલ્પ કે લિયે બોલા હૈ યાની ઉસકા ઈરાદા નેક હૈ ખૂન ખરાબા નહિ પુરી કોશિશ યહી રહેગી હમારી."

                   સવારે ૪ વાગે પોલીસ સ્ટેશનમાં હલ્લો મચ્યો તૈયારી નો.. ૮ સ્પેશ્યલ ફોર્સ કમાન્ડો આવી ગયા સાથે રોશન નિકુંજ અને ઇન્સ્પેક્ટર આટલા ગાડીમાં ગોઠવાયા.પાછળ બૉમ્બ ડીફયુઝ કરવાવાળાની ટીમ પણ હતી.ઇસ્કૉનમાં ક્યારનું જણાવી દીધું હતું.કોઈ 

પ્રતિબંધ નોહ્તો રાખ્યો 

    મંદિરમાં જઈ બધાએ પોજીશન લઇ લીધી હતી ઈન્સ્પેક્ટરે નિકુંજને કીધું "સોહીલ આવે એટલે ઈશારો કરજે,પછીનું કામ અમારું".


આ બાજુ સવારના ૯  વાગ્યા જમ્મુના ગેસ્ટ હાઉસ હલચલ હતી એક વ્યક્તિ સોહીલના જેકેટમાં બૉમ્બ ફિટ કરી રહ્યો હતો.એક ટ્રીગરમાં વાયર ચેકીંગ કરી રહ્યો હતો.હૈદર બંદૂક લોડ કરી રહ્યો હતો ને બીજો પણ બંદૂક તૈયાર કરી રહ્યો હતો.બધું ૧૦ મિનિટમાં પતી ગયું.અને ગાડી તૈયાર થઇ."એક કે બાદ એક ગાડી કે પાસ આઓ" એમ કહી એક સરદાર જેવો બહાર નીકળ્યો. બહાર નીકળ્યો.પેલો માણસ બ્લુ જેકેટ ચઢાવ્યું ને બહાર આવ્યો. 

સરદાર "સુનો કાસીમ, ગર કુછ ગરબડ લગે તો દોનો કો ઉડા દેના બાકી સબ ઠીક હો તો તુમ્હે સિર્ફ હૈદરપે ગોલી ચલાની હૈ."


અંદર હૈદર બોલ્યો " હું કોઈને નહિ મારુ વિશ્વાસ રાખજે"

સોહીલ ડરતા ડરતા બોલ્યો "હું પણ કોઈને નહિ મારુ વિશ્વાસ રાખજે "ખુદાહાફીઝ. ""

હૈદર બહાર આવ્યો. 

સરદાર- "હૈદર, અગર સોહીલ ટ્રીગર ના દબાયે તો ગોલી ચલાના ઉસપર વરના ગાડીમાં બેઠેલા કાસીમ તરફ ઈશારો કરી ને કીધું"વોહ તુઝપે ગોલી ચલાયેગા."

હૈદરને માથે પરસેવો વળી ગયો.એજ  વિચારતો હતો કે સાલું કેમનું બચાશે? 

હવે સોહીલ બહાર આવ્યો સરદારે તેને ગળે લગાડ્યો અને "જો જન્નત કી રાહપે ચલતા હૈ વોહ ખુદા હી હોતા હૈ.મિશેન ફતેહ હો."

૧૦ના ટકોરે ગાડી ઉધમપુર આવી પહોંચી.મંદિરનો રસ્તો પકડ્યો.ચારો  તરફ ભીડ હતી.સોહીલની ગભરામણ વધતી જતી હતી 

નિકુંજ પળે પળે યાદ આવ્યો.બસ એજ ઈચ્છતો હતો કે ત્યાં પોલીસ હોય, ને એ બચી જાય.એ ટ્રીગર દબાવાનો જ નોહ્તો. 

પહેલા સોહીલ અંદર ભીડમાં ગયો નિકુંજને એ દૂરથી દેખાઈ ગયો તરત ઈશારો કર્યો ત્યાંજ પાછળ હૈદર ને બીજો માણસ આવ્યો નિકુંજ અચરજ પામ્યો હૈદરને જોઈને. ગભરામણ થવા માંડી.ત્યાંજ રોશને જોયુંકે હૈદરનો હાથ ખિસ્સામાં છે અને બ્લ્યુ જેકેટવાલાના ખિસ્સામાં બંદૂક  દેખાતી હતી.ત્યાંજ સોહિલે એક ટ્રીગર જેવી પેન ખિસ્સામાંથી કાઢી આબાજુ સેકન્ડ બગાડ્યા વગર રોશને સૂચના આપી " બ્લુ જેકેટ ઔર સોહીલ.."

કમાન્ડોની એક ગોળી સોહીલના ટ્રીગર વાળા હાથ પર વાગી ને બીજી ગોળી કાસીમની ખોપરીમાં ઠોકી ને એ  ત્યાંજ એને ઢળી ગયો.સોહીલના હાથમાંથી ટ્રીગર છૂટી ગયું. સોહીલ અને હૈદરની મગજ બહાર હતું આ બધું.બધી ભીડ આ બધુ જોઈ મંદિરની બહાર ભાગી.સોહીલ કઈ સમજે પહેલા બૉમ્બ ડીફયુઝ ટીમ અંદર આવી ને સોહીલને ઘેરી વળી.પોલીસ ફોર્સ ટીમ આખા મંદિરને ઘેરી વળી. ત્યાંજ નિકુંજ સોહીલની સામે આવ્યો.ને લોહીલુહાણ બે હાથ જોડી સોહીલ

 એટલું જ બોલી શક્યો "થેન્ક યુ દોસ્ત" અને બીજું થૅન્ક્યુ હૈદરને કીધું. નિકુંજ હૈદરને જોઈ રડી પડ્યો.એમ્બ્યુલન્સ આવી, ને સોહીલ ઘવાયેલા હાથે નિકુંજ રોશન ને હૈદર જોડે એમ્બ્યુલન્સમાં બેઠો.


સોહીલ હૈદરને જોઈ બોલ્યો " કિધુ હતુંને..હૈદર તને, કિસીકો નહિ મારના હૈ!"

 હૈદર પણ હસીને સોહીલને કીધું "કીધું હતુંને તને, નહિ મારુ."

બન્ને હસવા લાગ્યાને નિકુંજની સામે જોઈ પ્રેમાળભાવે ફરી બોલ્યા "થેન્ક યુ દોસ્ત." 

રોશન આ બધુ જોઈ રહ્યો.. ને એક એમ્બ્યુલન્સ હોસ્પિટલ ચાલી. ઇન્સ્પેક્ટર ભગવાનને ખરાદીલથી પગે લાગ્યો ને મીશન ખૂનખરાબા વગર પૂરું થયાનો સંતોષ થયો ને એ પણ ભગવાનની મૂર્તિ જોઈ બોલી ઉઠ્યો" થેન્ક યુ  દોસ્ત.."

Hemisha Shah

Ahmedabad Gujarat               

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ