વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મર્ડર મિસ્ટ્રી-વરસાદની અંધારી રાત



            એક બાજુ આ ઘનઘોર અંધારી રાત, બીજી તરફ વીજળીના ચમકાર અને તેજ લીસોટા, કાળા ડીંબાગ વાદળાઓએ જાણે કોઇ ની મરણપોક મૂકી હોય એ રીતે રડી રહ્યા હોય એમ વરસી રહ્યા હતાં. સાંબેલાધારે વરસતાં આ વરસાદમાં ઇન્સ્પેક્ટર અજીતસિંહ અને તેમની ટીમ અજાણ્યા નંબર પરથી મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર અંધેરી ગલીના રસ્તા પર કંઇક ફંફોસી રહ્યા હતાં. અચાનક એક કોન્સ્ટેબલે બુમ પાડી, “સર... યહાં પે આઇયે, યહાં પે એક કાર હૈ.” ઇન્સ્પેક્ટર અને બીજા સાથીઓ અવાજની દિશામાં દોડી ગયાં. હમણાં થોડા મહિના પહેલાં જ લોંચ થયેલ ઓડી કારનું વર્ઝન અને એમાંય વીજળીના ચમકારામાં વધુ શાનદાર દેખાતી આ કાર ને જોઇ સૌ અચંબામાં પડી ગયા. 

           કાર પાસે જઇને જોયુ તો અંદરથી લોક હતી. રખેને કારમાં કંઇક બોમ્બ જેવી વસ્તુ હોય એથી ઇન્સ્પેક્ટરએ સૌને કારથી દુર જવાનું કીધુ અને પછી કારનો કાચ ખોલવાના દેશી નુસખા અપનાવવા મંડ્યા. અજાણ્યા રોમાંચથી અને કંઇક તર્ક વિતર્કથી બધા કારની સામે જોઇ રહ્યા હતાં. હજુ તો કારની નંબર પ્લેટ પણ લગાડવામાં આવી ન હતી એવામાં કારનો માલિક આવી મોંઘી કારને આવી અવાવરૂ જગ્યાએ મૂકીને જતો રહ્યો હશે કે પછી એની સાથે કંઇક અજુગતું બની ગયું હશે એ વાતનો મિશ્ર પડઘો વાતાવરણમાં પડતો હતો. બહું મથીને થાક્યા છતાં પણ કાચ ખોલવામાં નિષ્ફળ જતાં ઇન્સ્પેક્ટરએ બાજુમાં પડેલા એક પથ્થરની મદદથી કાચ તોડી પાડ્યો. અંદરથી દરવાજો ખોલતાં જ જે દ્રશ્યમાં સૌની આંખોમાં દેખાયુ એ સાથે આકાશમાં ચીબરી ગળુ ફાડી ફાડી ને બોલવા લાગી.
 કારની અંદર ડ્રાઇવીંગ સીટ પર એક યુવાન દેખાતા માણસની લોહીથી લથબથ લાશ પડેલી હતી અને ધડ પરથી માથુ ગાયબ હતું. ઇન્સ્પેક્ટરે તાત્કાલીક ફોરેંસીક અને અન્ય ટીમોને સ્થળ પર મોકલી આપવા ફોન જોડ્યો. ફોરેન્સીક ટીમ આવી પહોંચી અને જરૂરી દસ્તાવેજો એકત્ર કર્યા પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. બીજા દીવસે અખબારમાં સુરેન્દ્રનગરની અંધેરી ગલીના બાજુના જંગલમાં મળેલી માથા વગરની લાશના સમાચાર સાંભળી સૌ નગરવાસીઓ હતપ્રત બની ગયા હતા.  

            પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને કેટલીક જાણકારી ભેગી કર્યા પછી ઇન્સ્પેક્ટર અજીતસિંહે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જાહેર કર્યુ કે બે દિવસ પહેલાં માથા વગરની મળેલ લાશ શહેરના પ્રસિધ્ધ બિલ્ડર અને શહેરના પ્રથમ કરોડપતિ તરીકે ઓળખાતા યુવાન દક્ષેશ ની છે. 

         “તમે આટલી ખાત્રી પૂર્વક કેવી રીતે કહી શકો છે એ લાશ બિલ્ડર દક્ષેશની જ છે ? તમારી પાસે કોઇ પૂરાવા છે કે પછી ત્રણ દિવસ પછી પણ પોલીસ લાશની ઓળખ કરી શકી નથી અને હત્યારાનો પત્તો ખોળી કાઢી શકી નથી એ બદલ ઢાંક પીછોડો કરો છો ?”- આવો વેધક સવાલ પૂછનાર પત્રકાર સામે ઇન્સ્પેક્ટર સહીત સૌ કોઇની આંખો મંડાઇ રહી.
 
          “ઇન્સ્પેક્ટર અજિતસિંહ ક્યારેય કોઇ સચોટ પૂરાવા વગર વાત કરતાં નથી. મિ.પત્રકાર ! તમારે પૂરાવા જોઇએ છે તો સાંભળો. અમને લાશ નવીન ઓડી કારમાંથી મળેલ જેની નંબર પ્લેટ પણ નહોતી. ગાડીનું વર્ઝન નવું જ હતું એટલે અમે શહેરના તમામ ઓડી કારના શો રૂમમાં આ વિશે તપાસ કરાવી છે અને આ વર્ઝનને ખરીદવા માટે મહિનાઓ પહેલા બુકીંગ કરાવવું પડે છે. બિલ્ડર દક્ષેશએ પણ બે મહિના પહેલાં આ ગાડીનું બુકીંગ કરાવ્યુ હતું. અને ત્રણ દિવસ પહેલાં જ તેઓને બાંન્દ્રાના શો રૂમમાંથી કાર ડીલીવર કરવામાં આવી હતી. અને બે દિવસ પહેલાંજ તેઓના પત્નિએ તેઓના ગુમ થવાની ફરીયાદ એમના વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં કરેલ છે જેની આ કોપી રહી. પ્લસ... જ્યાંથી અમોને લાશ મળી ત્યાંથી જ લગભગ એક કીમી દુર અમને લાશનું કપાયેલું માથુ પણ મળી આવ્યુ છે. જેમાં ડીએનએ દક્ષેશના પુત્ર મિહારના ડીએનએ સાથે મેચ થયાં છે જે રીપોર્ટની પણ કોપી અત્રે હાજર છે. “ 
   
         પત્રકાર પરીષદ માં સન્નાટો છવાઇ ગયો. શહેરના ધનપતિ અને બિલ્ડર લોબીમાં નાની ઉંમરમાં જ મહત્વનું સ્થાન ઉભુ કરનાર મિ. દક્ષેશની આ રીતે કરપીણ હત્યા કોણે કરી હશે શા માટે કરી હશે અને અન્ય સવાલો અત્યારે સૌના મસ્તકમાં ઘુમરાઇ રહ્યા હતાં.  

          “તો સાહેબ. હત્યારાને પકડવા માટે આપની ટીમનો આગળનો શું પ્લાન છે? "

      “શું કોઇ કડી મળી છે આપને?”  ફરીથી ઇન્સ્પેક્ટર પર સવાલોની ઝડી વરસી. 

           “અમે અમારી તપાસ કરી રહ્યા છીએ. જેવી કોઇ ખબર મળશે એ સાથે હત્યા કરનાર પણ પકડાઇ જશે.” ટૂંકો ઉતર આપી અજીતસિંહ અને તેમની ટીમ ઉભી થઇ ગઇ. ઓફીસમાં આવી અજીતસિંહએ બધાને તેમની આવડત અને હોંશીયારી મુજબ કામ સોંપવા માંડ્યુ. બે કોન્સ્ટેબલને મિ.દક્ષેશના ઘરે જરૂરી તપાસ અને પત્નિ તથા પુત્રની પૂછપરછ માટે મોક્લ્યાં. બે સિનીયર કોન્સ્ટેબલ જેઓની પાસે અનુભવ હતો તેઓને બિલ્ડરની ઓફીસ અને દક્ષેશના મિત્રોની તપાસ સોંપી. તેમજ પોતે ફરી જે જગ્યાએ ઘટના બની હતી એ જગ્યાએ જવા નિકળ્યા કે, રખેને કોઇ પૂરાવઓ જડી જાય તો કેસ સોલ્વ થઇ જાય. સાથે એમણે પોતાના વિશ્વાસુ કોન્સ્ટેબલ કમ ડ્રાઇવર એવા રઇસને સાથે લીધો.

          “ આપકો ક્યાં લગતા હૈં સાબ.. ઇતના બડા આદમી... ઇતના સારા પૈસા હૈ ઉસકે પાસ... હર કોઇ ઉસસે જલતાં થા... ઔર બિલ્ડર લોબી મે ભી કિતને દુશ્મન પાલે થે ઉસને... ક્યાં પતાં કોન ટપકા કે ચલા ગયાં હોગા.. કહાંસે ઢુઢેંગે ઉસકો..પતા નહી કહાં છુપકે બેઠા હોગા....” ગાડી ચલાવતાં ચલાવતાં જ રઇસે વાત ચાલુ કરી.

           “ તુઝે કૈસે પતા કી ઉસકો ટપકાને વાલા મર્દ હી હોગા. ઔરત નહી હો સકતી” – અજીતસિંહ આવા ગંભીર વાતાવરણમાં પણ હસી પડ્યાં. 

             “ ઇસી લીયે આપ સાહબ હોં ઔર મૈં કોંસ્ટેબલ”- લગભગ પોતાના માટે તકીયા કલામ જેવું બની ગયેલું વાક્ય રઇસ બોલી પડ્યો. 

               ઘટનાસ્થળે પહોંચી બંન્ને આમ તેમ ફરી કંઇક શોધવા લાગ્યા. પોસ્ટમોર્ટમ રીપોર્ટ પ્રમાણે હત્યા મોટા અને ધારદાર છરાથી કરવામાં આવેલ હતી. જીવ ગયો પછી પણ એના આખા શરીર પર છરાથી વાર કરવામાં આવ્યા હશે... મૃતકને પોતાનો બચાવ કરવાનો મોકો મળે એ પહેલાં જ એને મારી નાખવામાં આવેલ હશે.. મર્ડર થયુ એ સમયે મિ.દક્ષેશ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. અને નશામાં ને નશામાં એ આવી રીતે જંગલમાં પહોંચી ગયો હશે એનું પણ એને ભાન નહીં હોય. કારમાં મિ.દક્ષેશની સાથે પણ વ્યક્તિ હશે અને કદાચ અપરાધી જ અહીં ગાડીને દોરી લાવ્યો હશે ને અહીં છરાથી હત્યા કરી દીધા બાદ માથુ કાપી ફેંકી દૂર લઇ જઇ ફેંકી દીધું. પછી આગળ શું થયું” - ઇન્સ્પેક્ટરના વિચારો અટકી ગયાં. ફરી પાછા જે જગ્યાએ થી કાર મળી આવી હતી એ જગ્યાએ ગયાં. એ જગ્યાએ હજુ પણ લોહીના નિશાન હતાં. લોહીના નિશાનને અનુસરતાં તેઓ ચાલવા લાગ્યા. 

“અરે સાબ! આપ ઇતની દુર કહાં ચલે ગયે.. લો ચાય પી લો.” ચા ના રસિયા રઇસે ચાનો કપ ધર્યો. 

“એસી જગહ પર ભી તુઝે ચાય કહાંસે મીલી?” ઇંસ્પેક્ટર અજીતસિંહ રઇસ સાથે મોટેભાગે હિંદીમાંજ વાત કરતાં. તેના બે કારણ હતાં. એક તો રઇસને ગુજરાતી આવડતુ નહીં ને એ બોલવા પ્રયત્ન કરતો તો કોઇને સમજાતું નહીં. અજીતસિંહ રઇસ સાથે હિંદીમાં વાત કરતાં એટલે એમને હિંદી બોલવાની પ્રેક્ટીસ રહેતી અને ડી.જી. કે અન્ય અધિકારી હિંદીમાં જ વાત કરતાં ત્યાં પણ એમને પ્રેક્ટીસને લીધે સરળતા રહેતી. 

“વહાં પે એક ચાય કી ટપરી હૈ વહી સે.”

“કહાં પે?” 

“ચલો સાબ”  

       ચાની ટપરી પર પહોંચીને ઇન્સ્પેક્ટરે ટપરીએ ઉભા રહેલ છોકરાની પૂછપરછ કરી. 
         
       “તીન દીન પહેલે રાતકો યહાં પે કીસી કો દેખા થા ? નઇ ગાડી મે આતે જાતે..? નઇ ચમચમાતી ગાડી થી, !” 

        “અરે.. સાબ ! યહાં પે દિન કો કોઇ આને કો તૈયાર નહી હે સા..બ રાત કો કોન અયેગા?” આશિક અને આવારા જેવા લાગતા છોકરાએ જવાબ આપ્યો. 

          “ અગર કોઇ આતાજાતા નહી હૈ, તો તેરી ટપરી ચલતી કૈસી હૈ?” - છોકરાની આંખોમાં આંખ પરોવી અજિતસિંહે સવાલ કર્યો. કંઇક ચોરી પકડાઇ જવાના ડરથી કે પછી અન્ય કારણોસર પેલાં છોકરાના ચહેરા પર ભયના ઓછાયા દેખાવા લાગ્યા.

“નહી... સા.....બ....... ઐસી બાત નહી હૈ.. પ....ર લોગો કા ઇસ રાસ્તે પર... આના .................. જા.....ના કમ રહતા હૈ ઇસલીયે બોલા.” 

          ઇનસ્પેક્ટર એ મિ.દક્ષેશનો ફોટો પેલા છોકરાને દેખાડી પૂછ્યુ,” ઉસકો દેખા હૈ યહાં પર?” 

          “હા દેખા હૈ... ઉસકો કૈસે ભુલ શકતા હું. કંઇ મહિનો પહેલે દેખા થા સાબ.... એક ચમચમતી ગાડી મેં આયા થા..પૂરે બદનપે સોના થા...સાથ મેં એક લડકી ભી થી. બસ કુછ દેર યહાં પે રૂકે ઔર ચાય પીકે વાપસ ચલે ગયે” 

“લડકી ? કૈસી દેખતી થી?”

“બહોત સુંદર ઔર સીધી સાદી લગતી થી સા...બ....” 

“યહ થી ?” દક્ષેશની પત્નિની તસવીર બતાવી રઇસે પૂછ્યુ.
“ના..” ટુંકમાં ઉતર આપી પેલો છોકરો ચુપ થઇ ગયો.
 બીજી થોડી તપાસ કરી બંન્ને પાછા ઓફીસ તરફ વળી ગયાં.
........    .........   .......    ........    .......   ........

              મિ.દક્ષેશની કરપીણ હત્યાને પાંચ દીવસ વીતી ગયાં હતા. હજુ પણ અપરાધીના કશા સગડ પોલીસને મળ્યાં નહોતાં. અખબારોમાં રોજે રોજ આ વાત પર ચર્ચા થતી હતી. શહેરના ધનિકો જ જો સલામત નથી તો ગરીબ પ્રજા નું શુ- પોલીસ હજુ પણ અપરાધીને શા માટે પકડી શકી નથી એ બાબતે દરેક વર્તમાનપત્રોમાં મસાલા સભર લેખો છપાઇ રહ્યા હતાં. ઇન્સ્પેક્ટર અજીતસિંહ અને તેમની ટીમ જેવી પણ પોલીસ થાણાની બહાર નિકળતી પત્રકારોનું આખેઆખું ટોળુ એમને ઘેરી વળતું અને તપાસ વિશે વેધક સવાલો કરતું હતું. 

         હત્યાના દસમાં દીવસે ઇન્સ્પેક્ટરે એક મીટીંગ બોલાવી અને સોંપેલી તપાસ અંગે અહેવાલ માંગ્યો. એકે અહેવાલ આપ્યો કે, મિ.દક્ષેશને એમનાં પત્નિ વચ્ચેના સંબંધો ખુબ જ પ્રેમભર્યા હતાં. પત્નિના બયાન મુજબ મિ.દક્ષેશને એક દારૂના વ્યસન સિવાય બીજી કોઇ ખરાબ ટેવ નહોંતી. અને ઘરમાં દીકરામાં પણ એ ખરાબ ટેવ ન આવે એ સારૂ દારૂનુ વ્યસન પણ મોટે ભાગે એ કામના લીધે બહાર હોય ત્યારે જ કરતાં હતાં. આસપાસના પડોશીઓનું પણ કહેવું છે કે મિ.દક્ષેશ એક શાંત અને મિલનસાર વ્યક્તિ હતાં. ક્યારેય કોઇ અન્ય બાબતમાં એમની માથાકૂટ હતી જ નહી. 
         
           બીજાએ અહેવાલ આપ્યો કે, મિ.દક્ષેશની ઓફીસના કર્મચારીઓનું પણ એ જ કહેવું છે કે બોસ ખુબ જ સારા વ્યક્તિ હતાં. પ્રોફેશનલ લાઇફ સાથે સાથે એ પર્સનલ બાબતોમાં પણ કર્મચારીઓની મદદ કરતાં હતાં. અને એમનાં પ્રભાવશાળી વ્યક્તિત્વથી અને કામ કરવાની ઢબથી સૌ કોઇ ખુશ હતા. બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મિ.દક્ષેશ મિલનસાર હતાં અને બિલ્ડર લોબીમાં પણ તેઓના કામથી અને સૂઝ આવડતના કારણે સૌમાં આદર પામતાં હતાં.
       
          જો માણસ આટલો બધો સારો જ હતો અને કોઇ દુશ્મન હતું જ નહી તો પછી હત્યા કેમ થઇ? ટેબલ પર બે હાથ મૂકી કમરમાંથી સહેજ ઝુકી પોતાની ટીમને સંબોધતા ઇન્સ્પેક્ટર બોલ્યાં.
         “ કાલે મારે ડી.એસ.પી. સાથે વાત થઇ છે. પ્રસિધ્ધ વ્યક્તિનો કેસ બની ગયો છે એટલે આઇ.જી સાહેબે કેસ સોલ્વ કરવા માટે ફક્ત દસ જ દીવસ આપ્યાં છે. જો દસ દીવસમાં કેસ સોલ્વ નહીં થાય તો આ કેસ સી.બી.આઇ.ના હાથમાં જતો રહેશે. મારી પંદર વર્ષની ડ્યુટીમાં આજ દિવસ સુધી કોઇપણ કેસ મારાં હાથમાંથી અન્યને ટ્રાંસફર કરવાનો વખત આવ્યો નથી. અને આ કેસ પણ સી.બી.આઇ.ના હાથમાં ન જવો જોઇએ. નહીં તો પછી આપણે સૌએ ટ્રાંસફર વિશે વિચારી લેવું પડશે. ગમે તે થાય આ દસ દિવસની અંદર સંપૂર્ણ કેસ ઉકેલાઇ જવો જોઇએ. અપરાધી પણ પકડાઇ જવો જોઇએ. આ દસ દિવસમાં જ્યાં સુધી કેસને ઉકેલતી કડી નહીં મળે ત્યાં સુધી આપણા માટે રાત પડવાની નથી.. સમજી ગયાં..” 

“યસ સર” - બધા એકસાથે ઉભા થઇ બોલી ઉઠ્યાં. 
“ઓકે..ગુડ...બેસો બધાં...”  

“ તો શરૂઆતથી શરુ કરીએ. છઠ્ઠી જૂલાઇના રોજ રાતે બે વાગે આપણને લાશ મળી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ પ્રમાણે મર્ડર થયાને આઠ કલાકનો સમય વીતી ગયો હતો. મતલબ કે મર્ડર સાત વાગે થયું હતું. એ દિવસે આખો દિવસ પુષ્કળ વરસાદ હતો અને અંધારૂ પણ ખાસુ હતું. આ વાતાવરણનો લાભ લઇ અપરાધી મર્ડર કરી માથુ વાઢી એને વીસ કીમી દુર ફેંકી ચાલ્યો ગયો. મર્ડર માથા સાથે વીસ કીમી સુધી ચાલતો જ ગયો છે કેમકે કાર ઉભી હતી ત્યાંથી માથુ મળ્યું એ સ્થળ સુધી ઠેર ઠેર લોહીના નિશાન અને ચંપલના નિશાન છે. ચાની ટપરી વાળા છોકરાના મતે મિ.દક્ષેશ પહેલાં પણ એક યુવતી સાથે આ જગ્યા પર ગયેલાં છે એટલે દક્ષેશ આ રસ્તાથી અજાણ્યો તો નહોતો જ. બધે એનાં સંબંધો સારા જ હતાં તો રહી પેલી યુવતીની વાત, એ કોણ હતી ? મિ.દક્ષેશ સાથે એને શું સંબંધ હતો ? એ જાણકારી મેળવીએ તો તરત જ કેસની પહેલી કડી મળી જશે.” 

“કોંસ્ટેબલ રઇસ .. તમે એક સ્કેચ બનાવનારને લઇ એ છોકરા પાસે જાઓ અને એ યુવતીનો સ્કેચ બનાવડાવો.”
 
“કોન્સ્ટેબલ હિરાણી! તમે ફરીથી દક્ષેશની કંપનીમાં મુલાકાત કરો. મર્ડરના દિવસે બધા કર્મચારીઓ કયાં હતાં અને ખાસ કરીને લેડીઝ કર્મચારીઓ કયાં હતી? એમની હાજરી અને રજા વગેરેનો રીપોર્ટ આંજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મારા ટેબલે રજૂ કરો.” ધાણી ફૂટે એમ ફટાફટ હુકમો છુટવા માંડ્યાં. 

         બીજી કેટલીક સૂચનાઓ આપ્યા પછી સૌને રવાના કરી અજીતસિંહ વિચારે ચડ્યા.
 “ મિ.દક્ષેશનું નામ તો ક્યારેય ખોટી બાબતો માં ય નથી આવ્યુ. તો પછી આ માણસની જાનનો પ્યાસો કોણ બન્યું હશે? અને આવા શ્રીમંત માણસના મર્ડર પાછળ એનો શો ઇરાદો રહ્યો હશે? લૂંટની તો ઘટના નથી. એની તમામ વસ્તુ કારમાં એમની એમ જ હતી તો પછી કયા કારણે એનાં જીવનો ભોગ લીધો હશે ?    
***************** *********************** 
                    સાંજે પાંચ વાગે કોન્સ્ટેબલ રઇસ યુવતીના સ્કેચ સાથે કોંસ્ટેબલ હીરાણી કર્મચારીઓની વિગતો સાથે સાહેબની ઓફીસમાં હાજર થઇ ગયાં. 
“ સાહેબ આ યુવતીનો સ્કેચ છે. મેં આપણા શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો છે અને મારા ખબરીઓને પણ કામે લગાડી દીધા છે.” 

“ વેલ ડન. કોંસ્ટેબલ હીરાણી તમે શું ખબર લાવ્યા છો?”  
              “ સર. મેં તમામ કર્મચારીઓના રેકોર્ડની તપાસ કરી લીધી છે. મર્ડરના રોજ સાહેબ નવી ગાડી લાવ્યા એની ખુશીમાં સૌએ પાર્ટી કરી હતી. પાર્ટી બાદ બધાં પોતપોતાના ઘરે ચાલ્યા ગયાં હતા. એ દિવસે કર્મચારી ની ૧૦૦ ટકા હાજરી હતી. પણ મને એક વાત હજુ સતાવે છે એ છે કે ઓફીસમાં રઝિયા નામની એક યુવતી છે. જેનાં પાછળના થોડા મહિનાનો રેકોર્ડ ખરાબ છે એ ઓફીસમાં નિયમીત નહોતી. ઘણી બધી રજાઓને કારણે એનાં પગારમાં પણ મસમોટી ખોટ જતી હતી. સાથે સાથે જે દિવસે મિ.દક્ષેશની હત્યા થઇ એનાં પંદર દિવસ પહેલાંજ એ ક્યાંક ચાલી ગઇ છે. નથી એણે નોકરીમાં રાજીનામું આપ્યુ કે નથી એ પોતાનો બાકી પગાર લેવા માટે પણ આવી. મેં બીજા કર્મચારીઓને એના વિશે પૂછ્યુ તો માહિતી મળી કે રઝિયા એક સ્વરૂપવાન યુવતી હતી અને વર્ષ પહેલાં જ કંપની જોઇન કરી હતી. સીધી સાદી અને કામકાજમાં કુશળ હતી. આ એનો ફોટો એના એપ્લીકેશન ફોર્મ પરથી મળ્યો છે. એક હાથમાં ફોટો અને એક હાથમાં પેલો સ્કેચ જોતાં જ ઇન્સ્પેક્ટરને અડધો કેસ સોલ્વ થઇ ગયેલો લાગ્યો. 

“સાબ આપકો ક્યાં લગતા હૈ ઇસ લડકી ને હીં અમીરજાદે કો ટપકા દિયા ઓર ફીર ગાયબ હો ગઇ” 

“લગતાં તો યહી હૈ. ઉસને પહલે સે હી સબકુછ પ્લાન કીયા થા. ઇસલીયે વોં પંદરહ દિન પહેલે સે હીં ગુમ હો ગઇ તાકી કીસી કો ઉસ પર શક ન હોં ઔર વહ અપના કામ આસાની સે કર શકે. પર સમજ મેં નહી આ રહા કી રઇસ કી હત્યા મેં ઇસ લડકીકા મકસદ ક્યાં થા ઉસકે પીછે.. પૈસા તો હો નહી સકતાં.... વરનાં વો મર્ડર કે બાદ સારા પૈસા ઔર વો સારા સોના જો મિ.દક્ષેશ કે બદન પર થા વો સારા કા સારા ઉઠા લે જાતી. ઉતને મેં વહ અપની સારી જીંદગી આરામસે ગુઝાર સકતીથી. પર ઐસા તો કુછ હુઆ નહી હૈ. પૈસા સોના તો સબ સલામત હૈ. તો ફીર ઔર વઝહ ક્યાં હો સકતી હૈ”-

“ હો સકતા હૈ સાબ પૈસો સે ભી બડા ફાયદા હોના વાલા હો” 

“ પૈસો સે ભી બડા ફાયદા ક્યા હો સકતા હૈ” –એક આંગળી દાઢી પર ગોઠવી અજીતસિંહ ડીટેક્ટીવની અદાથી બોલી ઉઠ્યા.

“વહી તો હમે ઢુંઢના હૈ સાબ.’  

   “એક કામ કરો. કોન્સ્ટેબલ હીરાણી.. તમે આ યુવતીની ઝીણી ઝીણી વિગતો કંપની માંથી મેળવો. ક્યાં થી આવી ક્યાં રહે છે કેવી રીતે નોકરી મેળવી વગેરે.. આ યુવતી પકડાશે તો જ રહસ્ય આપોઆપ ઉકેલાઇ જશે. “ 

“ઓકે સર, હું અત્યારે જ તપાસ કરૂ છું.”

       બીજે દિવસે સવારે કોન્સ્ટેબલ હિરાણી અને કોન્સ્ટેબલ રઇસ પોતપોતાના રીપોર્ટ સાથે હાજર થઇ ગયાં. કોન્સ્ટેબલ હિરાણી બોલ્યા, “સર. મેં તપાસ કરી. રઝિયા પંદર દિવસ પહેલાં નોકરી છોડી ગઇ ત્યારપછી કંપનીના કોઇ કર્મચારી સાથે સંપર્કમાં નથી. એનો સેલફોન પણ બંધ છે. અને એ ક્યાં રહેતી હતી એ વિશે કોઇ માહિતી નથી. પોતાનાં ઇંટરવ્યુ સમયે એણે કહ્યુ હતું કે નોકરી મળ્યાં બાદ એ ઘર શોધી લેશે. એનાં કુટુંબમાં ફક્ત એ પોતે અને એનાં પિતા છે. હવે આપણે આ બંન્નેને શોધવા રહ્યા.મહારષ્ટ્ર અને ગુજરાતને અડતી જે પોલીસ ચોકી છે ત્યાંથી સમાચાર મળ્યાં છે કે એક સીસીટીવી ફૂટેજમાં આ યુવતી રેલ્વેસ્ટેશન પાસે જતી દેખાઇ છે અને હોઇ શકે અત્યાર સુધી એ મહારાષ્ટ્ર ગઇ હશે. એનાં પિતા વિશે કોઇ સમાચાર નથી.” 
 
      “ઉસકે પિતાકી સારી ઇંફોર્મેશન મેરે પાસ હૈ. સાબ. ઉસકે પિતાકા નામ ફારૂકઅલી હૈ ઔર વો છોટે સે કારખાને મેં મજદૂર થે. ઔર ઉન્હોને ભી પંદરહ દિન પહલેસે હી કામ છોડ દીયા થા. બહોત ભલે ઇન્સાન હૈ. યહાં પે અપની બેટી રઝીયા કી નૌકરી કે લીયે હી રૂકે થે. યે લોગ ઉતરપ્રદેશ કે ગાઝીયાબાદ કે રહેવાસી હૈ. યહાં પે ઝોપડપટ્ટી કે પાસ વાલી અલ્લા ગલી મેં રહતે હૈ. મેં વહાં ગયાં થા. ઔર ઉનસે મુલાકાત ભી હુઇ. ઉન્હોને બતાયા કી રઝીયા ભી પંદર દીન સે ગુમ હૈ. ઉન્હોને ઉનકે ઇલાકે કે થાને મે રીપોર્ટ ભી કરાઇ થી. પર અભી તક કુછ પતા નહી ચલા”

      “એનો મતલબ કે મિ.દક્ષેશના ખુન પાછળ રઝિયા જ છે. એણે પહેલાં મર્ડર પ્લાન કર્યુ, કોઇને શક ન જાય એટલા માટે મર્ડરના પંદર દિવસ પહેલાં જ જોબ છોડી દીધી અને ખૂની ખેલ ખેલી ભાગી પણ ગઇ.”

       “હો સકતા હૈ સાબ. ઉસકા બાપ બોલ રહા થા કી વો કઇ દીન સે ટેન્શન મેં થી. ઠીક સે ખાના ભી નહીં ખાતી થી. એક દો બાર રાત કો રો ભી રહી થી. જબ બાપને વઝહ પૂછી તો ઉસને બતાયા કી નૌકરીમેં કુછ ટેંશન હૈ, જ્યાદા કુછ નહીં. મૈંને મિ.દક્ષેશ કે બારે મેં પૂછા તો ઉન્હોંને બતાયા કી વોં રઝીયાકા બોસ થા.. ઉસકે અલાવા ઉન્હે કુછ નહી પતા.” 

“અચ્છા તો પછી કંપનીના કર્મચારી શા માટે એની ફેવર કરે છે. હોઇ શકે કે એ લોકો પણ ના જાણતા હોય?

“એક કામ કરો રઝિયાના પિતા પર અને કંપનીના સંદિગ્ધ લાગતા કર્મચારીઓ પાછળ આપણી વોચ ગોઠવો. બે દિવસમાં ખબર પડી જશે. જો રઝિયા સાથે એનાં પિતા કે કોઇ અન્ય સામેલ હશે તો એ એનો સંપર્ક જરૂર કરશે. 
........................... ........................................ 
                બે દિવસ પછી ઇન્સ્પેક્ટર અજિતસિંહ પાસે જે વિગતો આવી એ હોંશ ઉડાવી દેનારી હતી. રઝિયાએ નહોતો કોઇનો સંપર્ક કર્યો કે નહોતી એની કોઇ બાતમી મળી. પણ પોલીસ સ્ટેશનના સરનામે આવેલ બે પાર્સલમાં માનવશરીરના હાથની આંગળીના બે ટુકડા અને રઝીયાની મિ.દક્ષેશ સાથેના કેટલીક વાંધાજનક ફોટા હતાં. જેના પરથી સાફ સાબીત થતું હતું કે મિ. દક્ષેશને રઝિયા સાથે લગ્નેતર સંબંધો હતાં. 
          તરત જ ઇંસ્પેક્ટરે એફ.એસ.એલ ને બંન્ને પાર્સલ મોકલી આપ્યા અને સાંજ સુધી એનો રીપોર્ટ પણ આવી ગયો. આંગળીના બે ટુકડા એ કોઇ પચ્ચીસેક વર્ષની યુવતીના હતાં. અને એ ફોટો કોપી પણ કોઇપણ પ્રકારના ફીલ્ટર વાપર્યા વિનાના સાબિત થયાં હતાં.
      “ઉસકા મતલબ સાબ કી રઝિયા ભી .......”- રઇસે વાક્ય અધુરુ છોડ્યુ.

       “હો સકતા હૈ. યા તો યે શરીર કા અંગ રઝિયા કા નહી હૈં ઓર રઝિયાને મિ.દક્ષેશ કે સાથ કીસી ઓર કા ભી મર્ડર કરકે હમેં ખુદ હીંટ દે રહી હૈ, યા તો ભટકા રહી હૈ. યે ભી હો સકતા હૈ કી રઝિયા કા ભી મર્ડર હો ગયા, યા ફિર વો અભી કીસી કી હીરાસતમેં હૈ જો મિ. દક્ષેશ ઔર રઝિયા કા કરીબી હૈ. ઔર ઉન દોનો કે બારે મેં બહુત કુછ જાનતા હૈ. એક કામ કરો ઉસ માનવશરીર કે અંગ ઔર રઝિયાને મિ.દક્ષેશ કે સાથ કીસી ઓર કા ભી મર્ડર કરકે હમેં ખુદ હીંટ દે રહી હૈ, યા તો ભટકા રહી હૈ. યે ભી હો સકતા હૈ કી રઝિયા કા ભી મર્ડર હો ગયા, યા ફિર વો અભી કીસી કી હીરાસતમેં હૈ જો મિ. દક્ષેશ ઔર રઝિયા કા કરીબી હૈ. ઔર ઉન દોનો કે બારે મેં બહુત કુછ જાનતા હૈ. એક કામ કરો ઉસ માનવશરીર કે અંગ ઔર રઝિયા કે બાપ કા ડીએનએ ટેસ્ટ મેચ કરો. અબ તો પતા નહી, યે મર્ડર મિસ્ટ્રી કૈસે સુલઝેગી.. હમારે પાસ અબ સિર્ફ પાંચ દિન હૈ, અગર કુછ નહી મીલા તો હમ સબકી ટ્રાંસફર પક્કી સમજ લેનાં. ફીર તુમ્હારે સાથ હીંદી બોલનેવાલા નયા સાબ ઢુંઢ લેનાં.” 
*************** ****************** *******
              લાશ મળી ત્યારથી આજ સુધી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ ઉજાગરા પર ઉજાગરા થતાં હતાં. પોલીસ બેડામાં પણ હવે આની ચર્ચા થવા લાગી હતી. કોઇ એમની દયા ખાતું તો કોઇ એમની મહેનત પર વિશ્વાસ કરી કેસ સોલ્વ થઇ જશે એવી આશા વ્ય્ક્ત કરતાં હતાં. ઇંસ્પેક્ટર બધો વખત કેસની કડી કડી મગજમાં ગોઠવી ને કંઇક મોટો પૂરાવો મળી શકે એની ગોઠવણ કરી રહ્યા હતાં. પરંતું આ પાર્સલે એમને પણ ગુંચવી નાખ્યા હતાં. હવે ફક્ત મિ.દક્ષેશની જ નહીં અન્ય ગુત્થી પણ સુલઝાવવાની હતી. અને સાથે સાથે હજુ તો રઝિયાને પણ શોધવાની હતી. તો સાથે સાથે આ કેસ પણ સી.બી.આઇ.ના હાથમાંથી જતાં બચાવવાનો હતો. એક એક મિનીટ તેઓને માટે કિંમતી હતી. ઉપરથી વારંવાર આઇ.જી. સાહેબ અને ડી.એસ.પી.ના ફોન આવી રહ્યા હતા. આટલી મહેનત માટે કદરની વાત તો દુર રહી પરંતુ પોતાના જ માથે માછલા ધોવાઇ રહ્યા હતાં જો આ કેસ સોલ્વ નહી થાય તો પ્રમોશન મેળવવાનું સ્વપ્ન તો દુર પણ બદલી રૂપી પ્રસાદી મળવાની નક્કી જ હતી. સાથે સાથે હવે આ ઇજ્જતનો પણ સવાલ થઇ ગયો હતો. ભલભલા કેસોને ચપટી વગાડતા જ સોલ્વ કરી નાખનાર મિ.અજીતસિંહ એક ખૂનીને પકડી શકતાં નથી એ વાત એમને રૂચતી નહોતી હતી. અને એટલે જ ગમે તે થાય એ આ કેસ ને સોલ્વ કરી ને જ જપ લેવા માંગતા હતાં. 
*************** ************************* *
            રઇસ એ દિવસે ફારૂકઅલીને લઇ એફ.એસ.એલ.ની લેબમાં પહોંચ્યો હતો જેથી એમનો ડીએનએ ટેસ્ટ મેચ કરી શકાય. ત્યાં રઇસની નજર ફારૂકઅલીના ગળા પર પડી. ફારૂકઅલીના ગળા પર ઉઝરડાના નિશાન હતાં. જાણે કોઇ સાથે ઝપાઝપી કરીને આવ્યો હોય અને સામે વાળી વ્યક્તિએ બચવા માટે પૂરતો પ્રયત્ન કર્યો હોય એમ લાગતું હતું. રઇસ એ સવાલ કર્યો “ યે ક્યા હુઆ”

“ કુછ નહી. બસ થોડી સી બહસ હો ગઇ થી બાઝારમે”

“ ક્યા ચાચા આપભી. એક ઔર આપકી ઇતની ખુબસૂરત ઓર જવાન બેટી કા કુછ અતાપતા નહી હૈ ઓર આપકો યહાં બહસ કરની સૂઝતી હૈ” 

“ઐસી બાત નહી હૈ.દરઅસલ યહ ટેન્શન મેં હી સબકુછ હુઆ”

“ઠીક હૈ.. આપકા કામ ખતમ હુઆ આપ જાઓ ઘર... પર એક બાત યાદ યાદ રખના. આપ કે ઉપર પુલિસ કી નઝર હૈ. કુછ ભી ઉલટા સીધા કીયાં તો ડાયરેક્ટ ફીટ હો જાઓગે જેલમેં... સમઝ ગયે?”

“ઠીક હૈ”
             અને જેવા ફારૂક અલીએ લેબની બહાર પગ મૂક્યા કે રઇસના એક ખબરીએ એમનો પીછો કરવા માંડ્યો. ફારૂક અલી એ જ જગ્યા પર પહોંચ્યાં જ્યાં મિ.દક્ષેશની હત્યા કરવામાં આવેલ હતી. ખબર નહીં કેમ એ જગ્યાએ પહોંચતાં જ એમની આંખોમાં એક પ્રકારનું ખુન્ન્સ ઉતરી આવ્યું. નસો ફાટ ફાટ થવા લાગી. અને અચાનક ત્યાંથી આગળ ચાલ્યાં. આ દૃશ્ય જોઇ પેલા ખબરીએ તરત જ કોંસ્ટેબલ રઇસને ફોન કરી માહિતી આપી. રઇસ પણ નક્કર પૂરાવા વગર સાહેબને હેરાન કરવા માંગતો નહોતો એટલે જાત તપાસ પછી જ સાહેબને કહેવું એમ વિચારી પોતાની બાઇક પર જ નિકળી ગયો. પેલો ખબરી હજુ પણ ફારૂકઅલીનો પીછો કરતો હતો. ફારૂક અલી ત્યાંથી પોતાને ઘરે ગયાં અને અચાનક પોક મૂકી રડવા લાગ્યાં. આટલો મોટો મરદ માણસ હમણાં તો ઘાતકી લાગતો હતો અને અત્યારે અચાનક રડવા લાગ્યો એ પણ આશ્ચર્યની વાત હતી. એટલી વારમાં રઇસ ફારૂકઅલીના ઘરે પહોંચી ગયો હતો. પેલા ખબરી એ રજે રજની વિગત આપી. પણ એનાંથી કશું પૂરવાર થઇ શકે તેમ નહોતું. એટલે રઇસે આ વાત પોતાના મનમાં જ રાખી હતી. અને એ જ સાંજે ઇન્સ્પેક્ટરને અજીતસિંહને બીજું પાર્સલ મળ્યું. જેમાં કોઇની પ્રેગ્નેન્સીની સોનોગ્રાફીનો ફોટો હતો. એમને સમજતાં વાર ના લાગી કે આ ફોટો પણ રઝિયાની પ્રેગનેન્સીના જ છે. પણ મૂંઝવતો પ્રશ્ન એ હતો કે જો આ બધું રઝિયા જ કરી રહી છે તો પછી રઝિયા સામે કેમ નથી આવતી આ બધી હીંટ આપવા પાછળ એનો શો ઇરાદો હશે? અને જો રઝિયા નથી તો બીજું કોણ હશે? કદાચ મિ.દક્ષેશની પત્નિ તો નહીં હોય? એમને મિ.દક્ષેશ અને રઝિયા વિશે ખબર પડી ગઇ હોય તો એણે જ પહેલાં રઝીયાનું મર્ડર કર્યુ અને પછી પોતાના બેવફા પતિનું પણ..! ત્યાંજ ઇંસ્પેક્ટરનો ફોન રણક્યો. સામે છેડેથી માહિતી મળી કે મૃતક દક્ષેશના પત્નિ મિંકીકુમારી એમના પુત્ર સાથે એરપોર્ટ પર જઇ રહ્યા છે.

          “માળા.... આ નવી મુસીબત આવી. સ્પષ્ટ સૂચના છે કે જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી દેશ તો શું કોઇએ શહેર પણ છોડવાનું નથી, તો પછી આણે નવી ઉપાધિ કેમ ઉભી કરી હશે.” -
       
         બબડતાં બબડતાં ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે રવાના થયા. મિંકી કુમારીને દેશ છોડતા અટકાવ્યા પછી એને જ હિરાસતમાં લઇ લેડી કોન્સ્ટેબલની મદદથી ઇન્સ્પેક્ટરે પૂછપરછ શરૂ કરી. 

“કહાં જા રહે થે?”  

“સાહબ. પૂરા ઘર ખાલી ખાલી લગ રહા હૈ. ઉપરથી આપના લોકોની બધી પૂછપરછ.. ના સહેવાયુ એટલે દેશ કો છોડ જાના ચાહ રહી”- અડધુ હિંદી અને અડધી ગુજરાતી ભાષામાં મિંકીકુમારીએ હાંકવા માંડ્યુ. 
“ઠીક હૈ.. ઇસ બાર જાને દે રહે હૈ મેડમ... પર અગલી બાર ધ્યાન રખના “

         કંઇક શંકા જવાથી ઇન્સ્પેક્ટર મનમાં જ પેંતરા ગોઠવતાં હોય એમ મિંકીકુમારી ને છોડી મૂકી ને અન્ય એક ખબરીને એની જાસૂસી કરવા ગોઠવી દીધો. આ બાજુ રઇસના ખબરીએ માહિતી આપ્યા બાદ રઇસ પોતાની શંકાને મજબૂત કરવા માટે ફારૂકઅલીની પાછળ લાગેલો હતો. એ.જી. સાહેબે આપેલા દસ દિવસ માંથી આઠ દિવસ પૂર્ણ થઇ ચૂક્યા હતાં. ને ફક્ત બે જ દિવસ બાકી હતાં. અને આખરે નવમાં દિવસે એમને અપરાધી પણ જડી ગયો. ખૂનનું કારણ પણ જડી ગયુ. અને આખા કેસની કડી પણ મળી ગઇ. 

           રાત્રે પેટ્રોલીંગમાં નિકળેલા ઇંસ્પેક્ટર અને તેમની ટીમને નજરે ફારૂકઅલી પડી ગયાં. મુંબઇમાં આવેલ એક કબ્રસ્તાનમાં ફારૂકઅલી એક કબ્રની આગળ બેસી તે દિવસની જેમ જ ભારે હૈયે રડી રહ્યા હતાં. એ દિવસ પૂનમની રાત હતી. અને વાતાવરણ પણ ચોખ્ખુ હતું. એટલે પોલીસની નજરે આ માણસ પહેલાં જ ઝટકામાં ઝડપાઇ ગયો. 

               ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આ આખુ દૃશ્ય જોઇ ગોથે ચડી ગઇ. આખરે રઇસે ફારૂકઅલી ના ગળાના નિશાન અને ખબરીએ આપેલ માહિતીની વાત ઇંસ્પેક્ટરને કરી દીધી. અને કબ્રસ્તાનમાંથી જ ફારૂકઅલીની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ પોલીસ પોતાની થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરે એ પહેલાંજ ફારૂકઅલી એ કબૂલાત કરી લીધી કે મિ.દક્ષેશની હત્યા એમણે જ કરી છે. 
“મિ.દક્ષેશ કે સાથ તેરી બેટી કે સાથ રીસ્તા થા ઇસલીએ તુને ઉન દોનો કો ટપકા દીયા ના... શર્મ નહીં આઇ તુઝે અપની બેટી કો એસે માર ડાલતે..... ઉપરસેં હમેં ઉસકે શરીર કે અંગ ભેઝ કર ઉસ કી આત્મા કો ભી શાંતિ નહીં મિલને દી. તું બાપ હૈ કી કસાઇ....”

         રઇસ તરફથી થયેલા પ્રહારના જવાબમાં ફારૂકઅલી બે હાથ જોડી બોલ્યા, “ બાત સિર્ફ ઉન દોનો કે સંબંધકી નહીં થી સાબ.... કોન બાપ અપની ફુલ જૈસી બેટી કો એસે માર ડાલેગા સાબ.. મેને અપની બેટી કા મર્ડર નહીં કીયા , ઉસ દરીંદે દક્ષેશને હીં ઉસે માર ડાલા હૈ સાબ.... પર મૈં પૂરી બાત મીડીયા કે સામનેં હીં બતાઉંગા... આપ કુછ ભી કર લો મિડીયાં કે બિના મેં કુછ નહીં બોલુંગા” 

         આખરે બીજા દીવસે સવારમાંજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી જેમાં ફારૂકઅલી તરફથી જે કેફીયત રજૂ કરવામાં આવી તે આ પ્રમાણે હતી. 
“મેરી બેટી ઔર મેં અચ્છે કામ કી તલાશ મેં યહાં આયે થે.. મેરી બેટી ને ઉસ દરીંદે કી કંપનીમેં ઇંટરવ્યુ દિયા ઔર સિલેક્ટ હો ગઇ. મેરી બેટી જીંદગીમેં બહોત આગે બઢના ચાહતી થી સાબ... ઉસે લગા કી યહ નૌકરી ઉસકી કિસ્મતકા દરવાજા ખોલ દેંગી પર ઇસ નૌકરીને તો ઉસે મુઝસે હી દુર કર દીયા.... મેરી બેટી કો ઉસ દરીંદે ને ઇસકી ખૂબસૂરતી કે કારન હી નોકરી દી થી. જૈસે જૈસે સમય બીતા ઉસને અપની જાલ મેં રઝીયા કો ફંસા લીયા. મેરી બેટી કો બાદ મેં પતા ચલા કી વોં તો શાદી શુદા ઔર એક લડકી કા બાપ હૈ. મેરી બેટી કા સપના તૂટ ગયાં. ઉસ દિનસે વોં ગુમસૂમ રહને લગી થી. મેરે બહુત કોશીશો કે બાદ ઉસને મુઝે બતાયા કી ક્યાં બાત થી. મૈંનેં ભી ઉસે યે સબ ભુલ કર નયે સિલે સે આગે બઢને કી સલાહ દી. પર ઉસ દરીંદેને રઝીયાકો નહી છોડા. ઉસે હર દિન ફોન પર ધમકી દેતા રહતાં કી અગર રઝીયાને ઉસકી બાતેં નહીં માની તો ઉસે બદનામ કર દેગા. રઝીયા ઔર ઉસકી તસવીરે દીખાકર વહ ઉસે બ્લેકમેઇલ કરને લગા... ઉસી બીચ રઝીયા પ્રેગનેન્ટ હો ગઇ તો ઉસને દક્ષેશ કો યે બાત બતાયી.... જબ ઉસ દરીંદે કો લગા કી પાની સર સેં ઉપર જા ચુકા હૈ તો ઉસને રઝીયા કો મારપીટ કર ઘર ભેજ દીયાં.. મેરી બેટીને મુઝે સારી બાત બતાયી.. મેને દક્ષેશકો મિલને કા ફેંસલા કીયા. મેંને ઉસે મિલકર સારી બાતે બતાઇ તો ઉસને મેરા ભી અપમાન કર દેયા ઔર બોલા, “અપની બેટી કો કહેના કી અબોર્શન કરા લે ઔર ફીર સે મેરે લીયે જો કામ કરતી થી વોં કરતી રહે , વરના ઉસે અચ્છી તરહ સે પતા હૈ મેં ક્યા કર સકતાં હૂં..” પર રઝીયા અબોર્શન કે લીયે રાજી નહી હુઇ સાબ.... ઇસલીયે ઉસ દરીદેંને ઉસ કો એક દીન મિલને બુલાયા. રઝીયાને ઉસકા ભરોસા કરકે ઉસકી બાતોંમે આ ગયી.... ઉસ દીન સેં રઝીયા વાપસ ઘર આયી હી નહીં. આયા તો સિર્ફ ઉસકી ઉંગલી કે દો ટુકડે ઔર વો સોનોગ્રાફી કી ફોટો..... જો મૈંને હી પુલીસકો ભેજી થી.... જબ વોં પાર્સલ મુઝે મીલા ઉસી વક્ત મુઝે અનનોન નંબર સે કોલ આયા કી રઝીયાકી બોડી અંધેરી કે પાસ જંગલોમેં પડી હૈ... મેં રોતા બિલબિલાતા વહાં પહુંચા તો દેખા કીં મેરી બેટી કે શરીર પર એક ભી કપડા નહીં થા... ઉસકા પેટ ચીર દીયા ગયા થા. ઔર ઉસકે ચહેરેંકો પત્થરસે એસી તરહ બિગાડા ગયા થા કી ઉસ કી પહેંચાન ભી ના હો સકે ...મેં સમજ ગયાં થા કી યે સબ કીસકા કીયા ધરા હૈ.... જબ મેં ઉસકી અંતિમ વિધિ કરકે ઘર પહુંચા તો મેરે ઘર પર એક ઔર પાર્સલ થા. જીસમેં એક પેન ડ્રાઇવ થી. ઉસ દરીંદેને કીસ તરહ મેરી બેટી કો માર ડાલા ઉસકા પૂરા વિડીયો ઉસને બનાયાં થા ઔર ઉપરસે મુઝે ભી ધમકી દી થી મૈં ચુપચાપ શહર છોડકર ચલા જાઉ...વરના મેંરી બેટી જૈસી હી મેરી ભી હાલત કરેગા... અબ આપહીં બ્તાઓ સાબ... કૌન સાબાપ આપની બેટી કી હાલત ઐસી દેખકર ચુપ બેઠતા.... મુઝે પતા ચલા કી ઉસ કી નયી કાર કી ખુશી મેં ઉસને ઉસ દિન પાર્ટી રખી થી. ઇસલીયેં ઉસી દીન મૈંને ઉસકી ઓફીસ પહુંચકર ઉસે નિપટાને કા ફૈંસલા કર લીયાં. જબ મે છુરા લેકર ઉસકી ઓફઈસ પહુંચા તો ઉસે લગા કી મૈં પૈસા લેને આયા હું.. ઇસલીયે ઉસને મુઝે પાર્ટી કે બાદ મિલને કો કહા. જબ ઉસકીપાર્ટી ખતમ હુઇ તો ઉસને મુઝે અપની નઇ ગાડી મૈં બિઠાયા ઔર બોલા કી કહી દુર જા કર બાત કરતે હૈ... વહ પૂરા નશે કી હાલત મૈં થા. ઇસલીયે મેરા કામ આસાન હો ગયા. મૈં ઉસે ઉસી જગહ પર લે ગયા જહાં રઝીયા મીલી થી. વહાં ઉસે ખતમ કર દીયા. પર મેરા જુનુન ખતમ નહીં હુઆ થા. ઇસલીયે મેને ઉસકા સર ભી કાટ લીયા ઔર ફેંક દિયા... ઔર પુલિસ કો મૈને હી ફોન કરકે બતાયા થા... પર મૈં ચાહતા થા કી રઝીયા કે સાથ ઉસને જો કીયાં વો સબકે સામને આયે.... વરના મૈરી બાત કોઇ નહી માનતા... આપકા કાનૂન અગર ઉસે સજા દેતા ભી તો પંદર બીસ સાલ કી જેલ... પર મેરી ફૂલ જૈસી રઝીયા કે સાથ ઉસને જો કીયા ઉસકી ભરપાઇ કે લીયે યે સજા કાફી નહીં થી. ઇસી લીયે મૈને હી ઉસે સજા દે દી” 
          ફારૂકઅલી ની કેફીયત અને સચ્ચાઇ જાણી સૌ કોઇ હતપ્રત થઇ ગયા. જેના માટે આખો સમાજ ગર્વ લેતુ હોય એવા માણસની આવી ગંદી સચ્ચાઇ જાણી બધાની આંખો વિસ્ફારીત થઇ ગઇ હતી અને હોઠ બિડાઇ ગયાં હતા. ઘરે બેસી ટીવીમાં જોઇ રહેલી મિકી કુમારી પણ પોતાના પતિનો આવો પર્દાફાશ જોઇ અર્ધબેભાન થઇ ગઇ હતી. બાજુમાં ઉભેલો પુત્ર મિહિર પણ પિતાની આ સચ્ચાઇ જાણી બાઘો બની ઉભો હતો. 

        ઇન્સ્પેક્ટર અજીતસિંહે થોડી સ્વસ્થતાથી કામ લઇ ફારૂકઅલી ના ઘરે થી મિ.દક્ષેશએ બનાવેલો રઝીયાની હત્યાનો વિડિયો, દક્ષેશની હત્યા માટે ફારૂકઅલી એ વાપરેલો છરો અને અન્ય પૂરાવા કબજે કર્યા. આટલો મોટો સનસનીખેજ ભર્યો કેસ ઉકેલવા છતાં ઇંસ્પેક્ટરના ચહેરા પર ઉત્સાહની રેખા સુધ્ધા ન હતી. ઇંન્સ્પેક્ટર અજીતસિંહ ફરીએક વાર ખૂન કેસ ઉકેલવામાં સફળ નિવડ્યા એ બદલ પોલીસબેડામાં ઉત્સાહનો પાર નહોતો. કેદી તરીકે જેલમાં બેઠેલા ફારૂકઅલીના ચહેરા પર દિકરીના મોતનો બદલો લીધા બદલનો સંતોષ તરવરતો હતો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ