વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ એટલે પારસમણિ

કૃતિ જલ્દી ચલ મને મોડું થાય છે.
 વિજય ઝડપથી પગલા ભરવા માંડ્યો અને કૃતિને પણ પોતાની સાથે દોડવા માટે કહેવા લાગ્યો  કૃતિ કહે " થોડીવાર ઉભો તો રહે મને વાર લાગે ચાલત"
તારે બહુ બધામાં ઉતાવળ હોય છે શું કામ છે તારે ઘરે તે આટલું ઝડપથી જવું છે કોલેજ થી ઘરજ કોણ આવવાનું છે તારા ઘરે કેતા કહેતા કૃતિ ઝડપથી ચાલવા લાગે છે.
વિજય તેના ઘરે પહોંચી જાય છે આજે છોકરી વાળા તેને જોવા માટે આવવાના હોય છે હજી તો તે ભણતો હોય છે અને તેના બાપુજી ને ખબર ની શું સુજે છે તો છોકરીવાળાને બોલાવે છે ઘરે જાય છે તો જુએ છે કે છોકરી એના મમ્મી પપ્પા સાથે આવેલી હોય છે ખૂબ રૂપાળી, દેખાવડી આંખો તો જાણે કમળના નયન, કાન સરસ મજાના અને ચહેરો તો જાણે ચાંદ જ જોઈ લો. 
આટલી સુંદર અપ્સરા જેવી છોકરી તો તેને આજ સુધી જોઇ  નથી.
પરંતુ એને જોતા હોય તો જ બીજે તો પ્રેમમાં જ પડી જાય છે તેના પિતાને ના પાડવા જવાનો હોય છે પરંતુ એને જોયા પછી તો એને ના પાડવાની હિંમત જ નથી થતી. 
કૃતિ ગુસ્સામાં તેના ઘરે જતી રહે છે અને મનમાં વિચારે છે કે રોજ મારી સાથે આવી જાય છે હું એને મનોમન પ્રેમ કરું છું તોય વિજયને કંઈ ખબર નથી પડતી તે મને તેની સારી મિત્ર જ ગણે છે અને આજે તો તેને છોકરી જોવા આવવાની છે જોઉં છું કેવી છે પદમણી. 
આવી રીતે મનમાં ઉપરાજ સાથે ઘરે આવતી હોવાથી તેની મમ્મી ધ્યાનમાં લે છે વાત અને કહે છે કે શું વાત છે કે ગુસ્સામાં છે વિજય સાથે ઝઘડો થઈ ગયો. મમ્મીને પણ ખબર હોય છે નાનપણથી બંને સાથે જ રમતા હોય છે એક જ સોસાયટીમાં આગળ પાછળ રહેતા હોય છે બંને જણા સાથે આવે સાથે જાય તેના મમ્મી પપ્પાને પણ કોઈ જ વાંધો નથી હોતો. નાનપણની દોસ્તી ન પ્રેમ સમજી લેશે એમાં કોઈ શું કરી શકે ?
કૃતિ આવું તેના મનમાં સમજાવતી હોય છે.'
આવું કઈ કેટલાય વિચારો મનમાં આવી જતા હોય છે અને તે બીજા દિવસે કોલેજ જવા માટે જાય છે ત્યારે નક્કી કરે છે કે વિજય સાથે ઝઘડી લેશે પણ આ કોલેજમાં જઈને જુએ છે તો વિજય આયો જ નથી હોતો. આજે તો તે ગુસ્સામાં વિજયને બોલાવ્યા વગર જ કોલેજ જતી રહે છે એ રસ્તામાં એને થાય છે કે વિજય મારી પાછળ પાછળ આવશે મારી રાહ જોશે પરંતુ આજે તો વિજય કોલેજમાં જ નથી આવ્યો ખબર નહિ કેમ નથી આવ્યો. 
કોલેજમાં તેના મિત્રમાં પૂછતી હોય છે પરંતુ કોઈને ખબર નથી હોતી કેમ નથી આવ્યો? તે વિચારે છે કે ફોન કરો પછી એમ થશે કે જવા દે મારે ફોન નથી કરવો આવશે .
પોતાના અહમને વચ્ચે આવી જવાથી તે ફોન નથી કરતી ઘરે આવતી હોય છે ત્યારે તેને ખબર પડે છે  એને તો અકસ્માત થઈ ગયો હોય છે સવારે કોલેજે બાઇક લઈને આવતો હોય છે ત્યારે અકસ્માત થઈ જાય છે. પરંતુ તે હોસ્પિટલમાં હોય છે તરત જ કૃતિ દોડીને હોસ્પિટલ જાય છે ત્યારે તેના પગમાં ખૂબ વાગ્યું હોવાથી એક પગ તેનો કપાઈ જાય છે ખૂબ જ ચિંતા કરતી હોય છે કૃતિ. 
કાલે ખોટો મેના પર ગુસ્સો કર્યો આજે હું એની સાથે ગઈ હોત તો આવું ના થાત મનમાં કેટલી તકલીફ સાથે વસવસો થાય છે પરંતુ એ કઈ બોલતી નથી હસતો ચહેરો રાખી અને વિજયને કહે છે તું ચિંતા ના કર તને સારું થઈ જશે ત્યારે બીજે ખૂબ રડે છે કહે છે મારે એક પગ જતો પોતાના શરીરના અંગ હોય અને જતું રહે ત્યારે શું પીડા થાય છે એ જે એને અંગ જતું રહે એને જ ખબર પડે. 
કૃતિ"તું ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું"
વિજય "કૃતિ તને લાગે છે પગ વગર મને નોકરી કોણ આપશે હું ભણીશ કઈ રીતે કાલે છોકરી વાળા આવ્યા હતા તે પણ ના પાડી દેશે. 
કૃતિ કહે છે કે હું તારી સાચી મિત્ર અને જીવનસાથી બંને બનીશ તું ચિંતા ના કર ત્યારે તો તે કૃતિની સામે જોયા કરે છે કે આપણે તો બાળપણના મિત્ર છે આવી નજરથી મેં તને કોઈ દિવસ જોઈ જ નથી ત્યારે કૃતિ કહે છે હા પરંતુ મારા મનમાં તારા માટે પ્રેમ છે અને આપ મારા પ્રેમથી તારો પગ સારો થઈ જશે તો ચિંતા ના કર મારો પ્રેમ તારા માટે પારસમણી બનશે"
કૃતિ બોલ શું ચાલે છે બીજું? તું આ બધી વાતો મુકને ભાઈ તને સારું થઈ જશે તો મારી સાથે બીજી બધી વાત કર કોલેજ મારા પરીક્ષા આવે છે એની તૈયારી કરવાની છે આવી રીતે તે વિજયનું મન બીજી બાજુ વાળે છે. 
વિજય તો દિવસ રાત ચિંતા કર્યા કરે છે હોસ્પિટલમાં ઘરે આયા પછી તેનું મન ક્યાંય લાગતું નથી તેના મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હોય છે જુવાન છોકરાને આવું થાય એટલે મા બાપને ચિંતા થાય સ્વાભાવિક છે પરંતુ રોજ જે કૃતિ કોલેજ જતાને આવતા ત્યાં તો મારે છે સાંજે જાય છે વિજયનું બધું કામ કરે છે વિજયને એવું લાગવા જ નથી દેતી કે એને પગ નથી મારો પગ છે તારો જ પક્ષ છે એમ કહી અને વિજયનું બધું જ કામ કરે છે.
ધીમે ધીમે  સારું થવા લાગે છે અને વિજયને ધીમે ધીમે બહાર નીકળવાનું પણ ગમવા લાગે છે અને તે જ પોતાનું કામ ધીમે ધીમે કરતો હોય છે પગમાં પેલો ડુપ્લીકેટ પગ આવે છે એ લગાડેલો હોય છે એટલે એને પગ નથી એવું ના લાગે અને પોતાનું બધું રૂટીનનું કામ જાતે કરવા લાગે છે.
કૃતિ અતિશય મહેનત કરી હોય છે તેને મોટીવેટ કરતી હોય છે તેને આમાંથી ડિપ્રેશનમાં શરીર નથી પડવા દેતી અને ખૂબ જ એને હિંમત આપતી હોય છે તેના મમ્મી પપ્પા તો જોયા જ કરે છે કે આટલી સરસ નીકળીને કેળવણી અને સંસ્કાર રીનાબેન ને પ્રકાશભાઈ જ આપી શકે જેની સોસાયટીમાં જ રહેતા હોય છે એ લોકોને અવર-જવર ન સંબંધ પણ હોય છે.
છોકરાઓ નાના હતા ત્યારથી એકબીજાના પાકા મિત્ર હોવાથી મા બાપને પણ એકબીજા સાથે સંબંધ સારો જ હોય છે એકબીજાને એ લોકો મળે છે અને ઘણીવાર અવારનવાર ખબર જોવા પણ આવતા હોય છે એટલે એ લોકો નક્કી કરે છે કે મારી દીકરી એને પ્રેમ કરે છે તો મારી દીકરી એની સાથે જ પરણાવીશ ત્યારે વિજયના પપ્પા મમ્મી કહે છે કે તમે જાણો છો કે તમારી દીકરી એટલી સરસ હોશિયાર છે અને મારા દીકરાને એક પગ નથી છતાં પણ તમે એને મારા દીકરા સાથે લગ્ન કરાવશો.
 "ના-ના મારાથી આવું ના કરાય" વિજય ના પપ્પા કહે છે.
જુઓ મારી દીકરી જેવા ખુશ રહેતી હોય એમાં અમે પણ ખુશ છીએ મારી દીકરીને  બીજા છોકરા સાથે પરણાવવામાં તમારા દીકરા સાથે જ મન મળેલું હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી ઉપરથી ત્રણ જિંદગી બરબાદ થશે.
માટે તમારો દીકરો મારા માટે જમાઈ જ છે અને આપણે લગ્નની તૈયારી કરીએ. આમ કરીને વિજયના લગ્નની વિધિ પણ પતી જાય છે અને બીજાને ખુબ સરસ નોકરી મળી ગઈ હોવાથી તેઓ પોતાનું જીવન સારી રીતે ચલાવે છે મા બાપ પણ સારો રીતે સપોર્ટ કરતા હોય છે તેના પપ્પા પણ ગવર્મેન્ટ ઓફિસર હોવાથી એવી કોઈ તકલીફ હોતી નથી અને છોકરાને સરસ મજાની જોબ મળી જાય છે અને કૃતિ પણ ખુબ સરસ રીતે એના પર ધ્યાન આપે છે તેને પણ બેંકમાં નોકરી મળી જાય છે.
વિજય એક દિવસ કૃતિને કહે છે કે સાચો પ્રેમ હોય ને તો પ્રેમ પારસમણિ બની જાય છે તું મારા જીવનમાં આવી તો મારા જીવનમાં આટલી મોટી તકલીફ આવી પણ મને ખબર ના પડી કે તકલીફ કઈ રીતે પસાર થઈ ગઈ સાચી જીવનસાથી એ જ છે જે દેખાવમાં સારી હોય નહીં પરંતુ મનથી સારી હોય આપણા સારા ફોટામાં સાથ આપે પત્ની બન્યા પછી તો બધી જ સ્ત્રીઓ સાથ આપે પરંતુ તે તો મને કુંવારા મને સાથ આપ્યો છે કુવારી છોકરી તેવો જ વિચારે કે આ પગ જતો રહો છો હવે આ છોકરા સાથે કઈ રીતે લગ્ન થાય પરંતુ તે ખરેખર મને સાચો પ્રેમ કરે છે મારા જીવનમાં તું આવીને તો મારું જીવન ખૂબ સુંદર અને મજાનું બની ગયું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ