મારું મન
મોર બની થનગનાટ કરે
મારુંરુંરું મન મોર બની થનગનાટ કરે.
સ્માર્ટ ટીવી માં ગરબો વાગતો હતો. મન ચંચળ છે. ઢીંચણનાં દુ:ખાવા સાથે મન માં મલકતી હતી, કે એક સમય એવો હતો કે ગરબો ગાતા એમાં તલ્લીન થઈ જતાં. થાક પણ ના લાગતો.
આજે પણ મારું મન મોર બની થનગનાટ કરવા તૈયાર હતું.
અરે! કેવો સરસ સમય હશે કે જ્યારે સારા સાચા વનવગડામાં મોર મહોરતા હશે. મન સારી પડ્યું ગોકુળને વૃંદાવનમાં
આહા! ચારેકોર લીલોતરી જ લીલોતરી અજબ ગજબનાં ઝાડ ફૂલો અને પશુ પક્ષીઓ. કેવો સુંદર સમય હશે. ક્યાંક હું પણ મોર હોત આહા !
મોર પણ રોજ સવારે ચાતક નજરે વરસાદની રાહ જોતા. ટેહુક ટેહૂક કરતા વૃંદાવન આખું ગજવી નાખતા હશે.
આજે વૃંદાવનની વનરાજી કંઇક અલગ જ ચમકીને લહેરાય રહી હતી. બધા પશુ પંખી, ચળ અવિચળ, સૃષ્ટિની દરેક રચના ખૂબ આનંદ વિભોર હતી. ધરતી મહેક પ્રસરાવી રહી હતી.
કેમકે આજે શ્રી કૃષ્ણ પધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ સાથેનો મારો જન્મોજન્મનો સાથ છે. પ્રભુએ મને શીરમોર સ્થાન આપ્યું છે. એમની માતા જશોદાજી આજે પ્રભુનું માનવબાળ તરીકે નામકરણ સંસ્કાર કરાવી રહ્યા હતા. આજે લાલાને કંઇક અલગ રીતે તૈયાર કરવાનો હતો. માતાએ નવાં પીળા કાપડનું ઝભલું પહેરાવી દીધું માથે પટકો પણ બાંધ્યો પરંતુ માતાને સંતોષ ના હતો. મા ને હજુ લાલાનાં
શણગારમાં કંઇક ખૂટતું જણાતું હતું.
બરાબર એજ વખતે ઘણાં મોર પ્રભુનાં દર્શન કરવા નંદ બાબા ઘરે દર્શન કરવા આવે છે અને પોતાનું મોરપીંછ ત્યાં મૂકી જાય છે તે જશોદા માતા હળવેક થી ઉપાડી કે છે અને લાલાનાં માથા પર રાખે છે અને મૂકતા ની સાથે લાલો મંદ મંદ સ્મિત કરે છે. જે જોઈ માતા જશોદા ખૂબ હરખાય છે.
આમ, કાના શિરે મોરપંખ બિરાજમાન થાય છે. જ્યારે મહર્ષિ ગર્ગ જ્યારે લાલાનું નામકરણ સંસ્કાર કરે છે ત્યારે તે પ્રભુનાં મનમોહક રૂપ સાથે કૃષ્ણ નામ આપે છે ત્યારે ચારેકોર મોરના ગહન ટહુકારે ગોકુળ આખું આનંદ વિભોર બની જાય છે. જાણે હું પણ એમાં નો એક મોર હતી.
આજે મારા પ્રભુ ગોકુળ મૂકી વૃંદાવન પધારી રહ્યા છે .હવે તેમની બાળલીલા એમને અહીં જોવા મળશે. વ્રંડવાં માં ચારેકોર પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે ને સાથે મોર તો ડોક ઊંચી કરી કરી કર ને શ્રી હરિ ને બોલાવે છે. આતુરતા નો અંત છે કે મરા પ્રભુ આવી રહ્યા છે ચારેકોર જાત જાત ના અને ભાત ભાત ના ફૂલો
ની સુગંધ ઉભરી છે. આખું વન જાણે ભક્તિના રસમાં તરબતર છે. શ્રી કૃષ્ણ એમના બાળસખા અને એમની ગયો સાથે નીરણ કરવવા પધારી રહ્યા છે. એમનાં પગલે પગલે દિલની ધડકનો વધી રહી છે અને અતિ આનંદે આંખો પણ ઉભરાઈ રહી છે. આવી ગયા કાન.
બાળ સ્વરૂપ શ્રી હરિનાં ચરણ વૃંદાવન ની ધરતી ચૂમી રહી છે માટીની મહેક પ્રસરી રહી હતી અને સાથે તમામ જીવ નિર્જીવ સજળ બન્યા છે માતા વૃંદા દેવી પ્રભુની સામે હાથ જોડી ઊભા છે. તમામ સૃષ્ટિ પ્રભુ ને નમન કરી રહી હતી.હવે આ દરરોજ નો નિયમ છે પ્રભુ આવે છે ગૌ ચારણ માટે. ઝાડ નીચે બેસીને પ્રભુ શ્રી વાંસળીના સૂરો રેલાવ્યા કરે છે. ત્યારે તમામ સૂર્ષ્ટી ભાન ભૂલીને પ્રભુમય બની છે.
એક દિવસ માતા વૃંદા દેવી પ્રભુને પૂછે છે ,"હે ! પ્રભુ આખા જગત ના તાત છો તમે તમારા ધાર્યા સિવાય એક પણ પણ પોતાની જગ્યા એ થી ખસી શકતું નથી. સૂર્ષ્ટિમાં તમે 84 લાખ જીવ ઉત્પન્ન કર્યા છે.
પ્રભુ તેમાંથી તમને કોઈ નહીં અને શિરે મોર પંખ જ કેમ ધારણ કર્યું છે. શું કોઈ વિશેષ કારણ છે પ્રભુ ઘણા પક્ષીઓનાં પીછાં સરસ છે."
ત્યારે પ્રભુ કહે છે કે "હે! વૃંદા દેવી 84 લાખ યોનિ માંથી કોઈ જીવ એવો નથી કે જે મને ગમતો નથી. આ સૃષ્ટિમાં દરેક જીવ મને વહાલાં છે પણ આપ વિચારો મોર પર કોણ વાહન કરે છે?"વૃંદા દેવી બોલ્યા "પ્રભુ શ્વેત વસ્ત્રો ધારણ કરેલ મા સરસ્વતી. મા સરસ્વતી દેવી દુનિયાને અજ્ઞાનતા માંથી દૂર કરીને જ્ઞાન બતાવે છે. જ્ઞાનથી વિવેકનો વારસો જળવાય છે. પ્રભુ સરસ્વતી માતા તો સૌનું કલ્યાણ કરે છે. જગતને જ્ઞાનનો રસ્તો બતાવી અભય અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી અજવાળાનાં પ્રકાશ પાથરે છે. જ્ઞાન થી સ્વભાવમાં વિવેક આવે છે. માન સન્માનની સમજણ પડે છે. પ્રભુ!
પ્રભુ બોલ્યા " માતા એના સિવાય જ્યારે કોઈ મહર્ષિ વેદ પુરાણની રચનાં કરે તો તેઓ કલમ માટે શેનો ઉપયોગ કરે છે?"
મા વૃંદા બોલ્યા " હા! મોરપંખનો જ તો પ્રભુ"
તો "હે ! માતા તમે વિચારો જે મયુર પર જ્ઞાનની દેવી બિરાજે છે. જેના પંખની કલમ થી ઋષિઓ વેદ પુરાણ લખે છે. તે જીવ કેટલો અહોભાગ્ય હશે. મા સરસ્વતીને નમન કરતા મેં મોરપિચ્છ મારાં શિરે ધર્યું છે. "
"દેવી આના સિવાય મોરનું એક ઋણ મારા પર બીજું પણ છે. જ્યારે હું મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે માટે કૈકયીને મારા પિતાની દશરથનું વચન પાલન કરવા માટે ચૌદ વર્ષનાં વનવાસે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ગાઢ જંગલો પસાર કરતા સીતાજીને ખૂબ તરસ લાગી હતી. ઘણું ચાલ્યાં પચીનપન દૂર દૂર સુધી ફક્ત પથરા જ જોવા મળતા હતા. ત્યાં ફકત કાંટાળા વૃક્ષો અને પાષાણયુક્ત માર્ગ હતો. હું લક્ષ્મણ અને જાનકી અમે ખૂબ થાકી ગયા હતાં અને આગળ ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે આ એક મોર અમારી બાજુમાં આવ્યો અને આનંદવિભોર થઈ નાચતો હતો."
એ બોલતો હતો કે "મારા પ્રભુ શ્રી રામ આવી ગયા છે". તેણે જ્યારે જાણ્યું કે જાનકીને તરસ લાગી છે ત્યારે તે નાચતો કૂદતો આગળ જતો હતો અને અમને પાછળ આવવાનું જણાવતો હતો. જ્યારે તે આગળ ચાલતો હતો ત્યારે તેના પીંછા માર્ગમાં સાવરણીનું કામ કરી રહ્યાં હતાં. જેનાથી અમારો ચાલવાના માર્ગ માંથી પગ માં ખૂંચે તેવા કંકર પથ્થર કાંટા કરડે તેવા નાના જીવજંતુ દૂર થઈ રહ્યા હતા. થોડું દૂર સુધી ચાલતા ચાલતા એક તળાવ આવ્યું જેનું પાણી ખૂબ સ્વચ્છ નિર્મળ અને મીઠું હતું. અમે એ પાણી પીને તૃપ્ત થયા. પરંતુ દુઃખ ની વાત એ હતી કે જે મયુરે અમને અહીં સુધીનો માર્ગ બતાવ્યો તે રામ નાં દર્શન કરી તેનું નામ લેતા લેતા નાચતો કૂદતો આવ્યો હતો. તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે તત્ક્ષણ મેં વિચાર કર્યો કે હું આ મયુર નો આભાર કેમ વ્યક્ત કરીશ? તેનું ઋણ ક્યારે અદા કરી શકીશ.અને એવખતે મને ઘણો વિષાદ હતો. ત્યારે અચાનક આકાશવાણી થઈને
પ્રભુ વિષાદ માંથી બહાર આવો એની અંત્યેષ્ટિ કરો અને તમારા આઠમા જન્મ માં તમે તેનું ઋણ અદા કરજો.
માતા આમ એમનું મારા પરનું ઋણ ઘણું છે. જો એમણે પાણી ના બતાવ્યું હોત તો અમે કદાચ મરણ પામ્યા હોત. જે જીવ બચાવનાર છે. તેઓ થી જગત માં કોઈ મોટું નથી. બસ, ત્યારથી જ્યારે ધરતી ઉનાળામાં સૂર્યદેવનાં તાપ થી તપી જાય છે. ઝાડ પાન તળાવ કૂવા સુકાવા લાગે છે જ્યારે ધરતીનો દરેક જીવ ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે પણ મોર સિવાય કોઈ જીવ નથી જે વર્ષા રાણી ને રીઝવવવા પ્રયત્ન કરતો હોય. ભરી ગરમી માં પણ મોર ઊંચે બેસીને પોતાની ડોક લંબાવીને વર્ષા રાણીને રીઝવે છે. અને વરસાદને મોકલવાનો સંદેશ આપે છે. વિનવણી કરે છે. વરસાદ આવતાની સાથેજ ધરતી પાછી લીલીછમ થાય છે અને દરેક જીવનું પોષણ થાય છે.
આ પણ એક કારણ છે. અને એટલે જ ને તેમનું પીંછુ શિરે ધારણ કર્યું છે. જગત કોઈ પણ જીવ જ્યારે કોઈની મદદ કરે છે તે હમેશા શિરોધાર્ય જ હોય છે.
દેવી આપ સમજી ગયાં હશો કે હવે "મને મોરપિચ્છ કેમ વહાલું છે."
મા વૃંદા દેવી નત મસ્તકે પ્રભુને અને મોરને વંદન કરી રહ્યા હતા અને કહ્યું કે "હા! સૃષ્ટિનાં પાલનહાર તરીકે મયુર ખુબજ અગત્યની ભૂમિકા ભજવે છે મારા ધ્યાન બહાર હતું. ક્યારેય વિચાર્યું કે નહોતું કે
આ જીવ મારી આટલી નજીક છે જે પ્રભુને અતિ પ્રિય છે.
હે! મયુર રાજ તમને મારા અંતરપૂર્વકનાં શત શત પ્રણામ છે."
દેવી વૃંદા અને પ્રભુનો સંવાદ સાંભળી રહેલી વૃંદાવનનો દરેક કણ ધન્યતા અનુભવી રહ્યો હતો. પ્રભુની આરાધના કરતાં શ્લોક દુહા લલકારી રહ્યાં હતાં.
હું ભાન ભૂલીને બેઠી હતી. જાણે હું સાચેજ પ્રભુ અને દેવી વૃંદાનો સંવાદ સાંભળી રહી હતી. એકદમ સફાળી બેઠી થઇ અને ગરના ની ધૂન માં હું પણ મોર બની નાચવા લાગી ત્યારે ઘરનાં સૌ સભ્યો ચોંકી ઉઠ્યા કે થોડી વાર પહેલાં ઢીંચણનાં દુઃખાવાની ફરિયાદ કર્યા કરતાં આ એકદમ જ કેમ ઝૂમવા લાગ્યા.?
જ્યારે ઈશ્વરીય અનુભૂતિ થાય ત્યારે મન ક્યાં વશ માં રહે મારો વ્હાલો આવીને આવો સુંદર સંવાદ સંભળાવી જાય તો પછી તો
મારું મન પણ મોર બનીને નાચવાનું જ ને.
મારું મન મોર બની થનગનાટ કરે.
