જિદ્દ
રીટા દેખાવે સાવ સામન્ય પણ હોશિયારી મા એને કોઈ પોહચી નહિ એના મા બાપ નું એ સાવથી મોટી દીકરી પછી એક ભાઈ અને નાની બહેન ભણવા મા રીટા સામન્ય ભાઈ અમિત ખૂબ હોશિયાર અને નાની બહેન બી એવીજ ચતુર . રીટા ના માતા પિતા બન્ને શિક્ષક એટલે ઘરનું વાતાવરણ થોડું શિસ્તબદ્ધ .ઘરની સ્થિતિ ઉચ્ચ મધ્યમ વર્ગ .પણ સરસ રીતે પરિવાર ચાલતો ઉછેર અને સંસ્કાર પણ એવાજ સરસ .નાનું એવું ગામ એટલે માન મર્યાદા બી ખરી લગભગ આ વાત આજ થી ત્રીસ વર્ષ પેહલા ની એટલે લોકો સંકુચિત માનસ ના પહેરવેશ બી દીકરી મોટી થાય એટલે કા તો ડ્રેસ અથવા સાડી પેહરવાની જીન્સ કે વેસ્ટર્ન કપડાં તો ત્યાં જોવાજ ના મળે .પણ જીવન જીવવાની ખરી મઝા હતી ગામ મા આવાજ વાતાવરણ મા રીટા મોટી થતી ગઈ ભણવા સાથે ઘર ના કામ કાજ અને ભાઈ બહેન નું ધ્યાન રાખવાનું . ઘર માં મોટી બહેન એટલે એ એટલે ઘરનો બધો ભાર એના પર જ રે .પણ કાયમ હસતી હસતી જ બધી જવાબદારી પૂરી કરે. ભણવા ની સાથે જીવન ના પણ પાઠ એ શીખતી હતી.બોલવાનું એનું ખૂબ ઓછું. થોડી શરમાળ પણ ખરી બસ એકજ વસ્તુ હતી કે એને ગુસ્સો જલ્દી આવી જતો ને જિદ્દી બી એટલી જ હતી પોતાની વાત માનવી જ રે.એની જીદ આગળ કોઈ નું કઈ ચાલે નહિ. પણ દરેક જવાબદારી એ સરસ રીતે ઉપાડી લે એટલે બધા એની વાત માની જ લે
આમ ને આમ રીટા નો સ્વભાવ જિદ્દી થતો ગયો બસ એ કે એમજ કરવાનું નહિ તો ગુસ્સો કરી ને બેસી જાય ના કઈ કામ કરે ના જમે પણ પરિવાર મા હજુ એવું કંઈ બન્યું હતું નહિ કે એની વાત માનવાથી નુકશાન થાય એટલે ચાલી જતું હોય મોટી થતી ગઈ એમ એ દરેક નિર્ણયો જાતે જ લે ઘર ની અને બહાર ની દરેક વાત એ જ નક્કી કરે કે ક્યાં કેમ કેવી રીતે બધું કરવું એ કહે એ મુજબ જ વેહવાર બી થાય ધીરે ધીરે કુટુંબ અને સમાજ મા એકજ વાત હોય રીટા તો ઘર મા બધા ને આંગળી પર નચાવે છે મા બાપ ભાઈ કોઈ કઈ કહેતું કેમ નથી આવું તો કઈ ચાલતું હશે? પારકા ઘરે જશે ત્યાં કઈ થોડું બધું એના કીધે જ કરવા મા આવશે .ખબર પડવાની છે જો જો ને ! બધે સમાજ મા વાતો થવા લાગી.અને આ વાત રીટા ના મા બાપ સુધી પોહચતા વાર ના લાગી એ લોકો બી ચિંતિત થઈ ગયા કે દીકરી ના પ્રેમ મા આંધળા થઈ ને એમને કેટલી મોટી ભૂલ કરી હતી પણ હવે કઈ થાય તો નહિ .અને આ બધી વાતો તો રીટા ના તો ગગન મા જ ગાજતી હતી .એને હવે આ જો હુકમી ગમવા લાગી હતી .
એના આ જો હુકમી ગમવા પાછળ એના માતા પિતા પણ એટલાજ જવાબદાર હતા રીટા ની જીદ્દ અને ગુસ્સો એટલી હદ વટાવી ચૂક્યો હતો કે એના ભાઈ બહેન કયું શિક્ષણ આપવું કઈ સ્કૂલ કોલેજ મા મૂકવા બધું પોતેજ નક્કી કરે .સમાજ અને ગામ મા રીટા એક એવી સ્ત્રી હતી કે કોઈ એને પોતાના ઘર ની વહુ બનાવવા તૈયાર જ હતા નહિ.અને આમ ને આમ રીટા ની ઉંમર વધતી જતી હતી પણ કોઈ એના માટે માંગુ લાઇ ને આવતું નહિ અને દેખાવ બી સામન્ય એટલે કોઈ પ્રેમ લગ્ન થાય એવું બી હતું નહિ. .તોય એ એના સ્વભાવ બદલવા તૈયાર જ હતી નહિ.માં બાપ ને હવે એની વધુ ચીંતા થવા લાગી. કારણકે જય સુધી રીટા ના લગ્ન થાય નહિ ત્યાં સુધી ભાઈ અને નાની બહેન ના લગ્ન કરી શકાય નહીં ને આમ જોવો તો હવે ત્રણ જણ પરણવા લાયક ગણાય. સમાજ મા થી હવે નાની બહેન અને ભાઈ ના માંગા આવવા લાગ્યા હતા.પણ રીટા ને તો કોઈ જોવા માટે પણ તૈયાર ના હોય.આટલી ખબર હોવા છતાં રીટા વધુ જોહુકમી કરવા લાગી હતી એની અંદર નો અહમ્ વધુ ઘવાતો હતો .પણ એજ અહમ્ ના કારણે એને કઈ દીધું ભાઈ અને બહેન ના લગ્ન કરી દો મારે તો પરણવુજ નથી.
પોતે લગ્ન કરવાની ના તો પાડી દીધી હતી પણ સ્વભાવીક છે કે સ્ત્રી હોય એટલે એને પણ એવા અરમાન તો હોય જ કે એનો પણ જીવન સાથી હોય બાળકો હોય પણ એનો જે અહમ્ હતો એ એટલો બધો હતો કે વાત ન પૂછો
પણ સમય કહો કે ભાગ્ય એક જરૂરિયાત વાળા છોકરા નું એના માટે માંગુ આવ્યું છોકરો બધી રીતે સરો હતો ને રીટા ના સ્વભાવ થી પણ વાકેફ હતો છતાં એ લગ્ન કરવા તૈયાર થઈ ગયો એ આશા મા કે લગ્ન પછી રીટા નો સ્વભાવ બદલાઈ જશે
રીટા ના ઘર માં તો ખુશી છવાઈ ગઈ બધા લોકો બી એજ કેહવુ હતું કે આટલો સારો છોકરો છે તો નક્કી જ કરી નાખવું જોઈએ અને હવે રીટા ને બી લગ્ન ના અરમાન જાગ્યા હતા
એના ઉંમર ની બધી છોકરીઓ નાં લગ્ન થઈ ગયા હતા એજ હજુ કુંવારી હતી જો આ છોકરા ને હા ના પાડે તો પછી એના લગ્ન થવા મુશ્કેલ હતા
એટલે એને લગ્ન માટે ની હા પડી અને આમ પણ નિખીલ દેખવ માં એના કરતા ઘણો સારો છોકરો હતો અને સારી કંપની માં જોબ પણ હતી નાનું એવું એનું કુટુંબ હતું એ એકજ હતો દીકરો એના માબાપનો એટલે બધું બરોબર ગોઠવાઈ જાય એવું જ હતું
ફટાફટ ઘડિયાં લગ્ન લેવાઈ ગયા સામન્ય ઘરની પરિસ્થિતિ પ્રમાણે આખો પ્રસંગ પતી ગયો. જાન ને વળવવાનો સમય થઈ ગયો બધા ને એકજ વાત ની ચિંતા હતી કે બસ રીટા ત્યાં જઈ ને ઘર પ્રમાણે એડજેસ્ટ થઈ ને રહે તો સારું ત્યાં આવી જોહુકમી નાં ચલવે તો સારું
સાવ પોતપોતાની રીતે સમજાવી આશીર્વાદ આપી રીટા ને સાસરે વિદાય કરી
ઘણા બધા સપના સાથે રીટા સાસરે આવી ઘરમાં એનો સરસ રીતે ગૃહ પ્રવેશ કરવા માં આવ્યો નિખીલ પણ ખુબ ખુશ હતો ઘર મા પ્રેવશતાજ રીટાએ ચારે બાજુ નજર ફેરવી દીધી બધું એને એના ઘર પ્રમાણે હોય એવું ના લાગ્યું પણ આજ તો પેહલી રાત હતી અત્યારે તો કઈ કેહવાય નહિ પણ મનથી નક્કી કર્યું કે એની મરજી મુજબ ઘરનો નકશો ફેરવી નાખશે.નિખીલ અને રીટા બન્ને રીતરિવાજો પતાવી ને પોતના રૂમમાં ગયા નિખીલ ને હતું રીટા એક નવોઢા ની જેમ શરમાઈ ને એની જોડે આવશે પણ આ તો સાવ અલગ જ બન્યું રૂમ મા આવતાની સાથેજ એને નિખીલ ને સૂચના આપવાનું ચાલુ કર્યું કે એને ઘરમાં આમ નહિ ફાવે ને આ વસ્તુ આમ મૂકવાની સૂચનાનું લિસ્ટ લાંબુ હતું પણ નિખીલ સમજુ હતું એટલે એને રીટા ને શાંતિ થી સમજાવી કે એ જે કહેશે એ પ્રમાણે બધું ઘરમાં બદલાઈ જશે પણ અત્યારે આપણે આ રાત આમ ચર્ચા મા નથી વેડફવી એમ કહી એને રીટા ના ગાલ પર એક હળવું ચુંબન કર્યું અને આટલા વર્ષો સુધી સાવ પથ્થર થઈ ગયેલી રીટા પીગળી ગઈ અને એની સાથે ઓગળી ગઈ એની આ રાત એના માટે એ સપનું હતું જે એને ક્યારેય પૂરું થાય એવું લાગતું નોહ્તું પણ આજ એ વાતનો પણ એને જાણે અહમ્ હતો
લગ્નની પ્રથમ રાત્રી તો સુખરૂપ પસાર થઇ ગઈ સવારે રીટાએ જાગી ને બધાને સૂચનાઓ આપવાનું ચાલુ કર્યું કે કઈ વસ્તુ ક્યાં મુકવી અને ક્યાં કયું રાચરચીલું મૂકવું ઘરના બધા માટે આ એક આઘાતજનક વાત થઈ ગઈ પણ નવી પરણી ને આવેલી વહુ ને કોઈ કઈ બોલે તો નહીં અને પાછું નિખિલ એકજ કમાનાર હતો ઘરમાં એટલે વધારે કઈ બોલાય નહીં અને નિખિલે પણ બધાને સમજાવ્યા કે રીટા ધીરે ધીરે આપણા ઘર મુજબ રહેતા શીખી જશે એટલે કોઈ કઈ બોલ્યું નહીં એટલે રીટાને તો વધારે ફાવતું જડ્યું અને બધા પોતપોતાના કામમાં લાગ્યા નિખિલ પણ ઓફિસ ગયો . સાંજે જ્યારે નિખિલ ઘરે આવ્યો ત્યારે ઘર આખું બદલાઈ ગયું હતું એને ગમ્યું નહીં પણ એ વાતનું વતેસર કરવા નોહતો માંગતો એટલે ચૂપ રહ્યો પણ અને મનના એક ખૂણામાં રીટા માટે અણગમો થઈ ગયો તો પણ એ રીટાને પ્રેમથી ગળે લગાવી દીધી અને કહ્યું "ચાલ આપણે ફરવા જઈએ તું તૈયાર થઈ જા"
રીટાને તો એટલુજ જોઈતું હતું એટલે એ ખુશ થઈ ગઈ બન્ને બહાર ફરવા ગયા જમ્યા પણ બહાર રાત્રે બંન્ને ઘરે આવ્યા ત્યારે બધા સૂઈ ગયા હતા આ મોકાનો લાભ લઈ નિખિલે રીટાને સમજાવવાની કોશિશ કરી કે એ થોડું બા બાપુજી ને ગમતું અને ફાવતું પણ કરે તો એને ગમશે પણ રીટા એ ચોખ્ખી ના પાડી દીધી એવું કહીને કે એ ત્યાં પિયર મા પણ પોતાને ફાવે એમ નિર્યણ લેતી હતી તો પછી અહીં એ એમજ કરશે
નિખિલ કશું બોલી શક્યો નહીં નહીંને સુવા જતો રહ્યો લગ્ન ના બીજાજ દિવસે રીટા ના જીદ્દી સ્વભાવ ના લીધે બન્ને વચ્ચે અંતર આવી ગયું
બધું રૂટિન મુજબ ચાલતું હતું ને એક દિવસ રીટા ની તબિયત બગડી ને એ કોઈ ને કીધા વગર દવાખાને બતાવા એના પિયર આવી ગઈ ઘરે બધા ચિંતા કરતા હતા કે એ ક્યાં ગઈ હશે ? સાંજે નિખિલ આવ્યો ત્યારે આ વાત જાણી ખૂબ ગુસ્સે થઈ ગયો અને રીટા ના માતા પિતા ને ફોન કરીને કીધું રીટા ને પાછી મોકલી આપો હું અહીં એને સારા ડોક્ટર પાસે લઈ જઈશ આવી રીતે કીધા વગર આવી ગઈ તો તમારે એને સમજાવી જોઈએ
પણ એ બિચારા માતા પિતા પણ શું કરે રીટા કોઈનું કશું માનતી જ નહોતી પણ સારા સમાચાર એ હતા કે એ માં બનવાની હતી એટલે નિખિલ ખુશ થઈ ગયો અને રીટા ને લેવા માટે ગયો ઘરે બી બધા ખૂબ ખુશ થઈ ગયા
સવારે ઓફીસ માં રજા મૂકી એ રીટાને લેવા ગયો ત્યાં ગયો ત્યારે રીટા ના માતા પિતા એ એનું ખૂબ સ્વાગત કર્યું અને એને ભાવતું ભોજન પીરસ્યું પણ રીટા હજુ રૂમમાં જ હતી નિખિલ ને લાગ્યું એની તબિયત સારી નહીં હોય
નિખિલ જમવાનું પતાવી રીટા ને મળવા ગયો તો રીટા મોઢું ચડાવી ને બેઠી હતી . નિખિલે પ્રેમથી એને કપાળે ચુંબન કર્યું અને ઘરે લઈ જવા આવ્યો છું ફટાફટ તૈયાર થઈ જા પણ રીટા માની નહીં એને કીધું હું હમણાં અહીંજ રહીશ હવે નિખિલ નો અહમ્ ઘવાયો એ ત્યાંથી ચૂપચાપ બોલ્યા વગર ચાલ્યો ગયો રીટાએ ઘણી બૂમો પાડી પણ એ ના રોકાયો રીટા હોર્મોન્સ બદલાવવા ન કારણે અને પોતાના સ્વભાવ ના લીધે થોડી અસ્વસ્થ હતી ઍને સમજણ ન પડી કે નિખિલ કેમ કઈ બોલ્યા વગર ચાલ્યો ગયો
બન્ને ના અહમ અને જિદ્દ એટલા મજબૂત હતા કે ફરી ક્યારેય એક બીજાને મળવા ની કોશિશ ન કરી કે ન કોઈ ફોન કર્યો બન્ને ના માતા પિતા બન્ને ને સમજાવતા હતા પણ બંન્ને ફક્ત પોતાના અહમ અને જીદ્દ મૂકવા તૈયાર હતા નહીં
પુરા નવ મહિને રીટાએ દીકરાને જન્મ આપ્યો એકદમ દેખાડો અને સ્વસ્થ એ ખુશ ખુશ હતી અને માં બન્યા પછી નિખિલ ના ઘરે સમાચાર આપ્યા કે એ દિકરા નો પિતા બન્યો છે ત્યાં બધા ખુશ હતા અને હવે લાગતું હતું કે નિખિલ રીટા ને લેવા જશે પણ એવું ન બન્યું નિખિલ તો દીકરા ને જોવા માટે પણ ન ગયો વાત એટલી વણસી હતી કે રીટા પણ જીદ પર હતી કે જ્યાં સુધી નિખિલ લેવા નહીં આવે ત્યાં સુધી એ ત્યાં સાસરે નહીં જાય બધાએ બન્ને ને ખૂબ સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં
રીટા એ એકલા હાથે દીકરા ને મોટો કરવાનું નક્કી કરી શિક્ષક ની નોકરી સ્વીકારી એના ભાઈ ભાભી બહેન બધા પોપોતાની જિંદગી માં વ્યસ્ત થઈ ગયા હતા ને રીટા પોતાના માતા પિતા સાથે રહીને નોકરી કરી દિકરા નો ઉછેર કરવા લાગી દીકરા નું નામ રાખ્યું શિવમ એકદમ શાંત અને હોશિયાર હતો એ ભણવામાં ઠીકઠાક હતો પણ તોય ધીરે ધીરે એ બી ગેજ્યુએટ થઈ ને પ્રાઇવેટ બેન્ક ની નોકરી માં લાગ્યો ત્યાજ એને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો પણ બન્ને ની જાતિ અલગ અલગ હતી એટલે લગ્ન માટે ઘરે બધા માનશે કે નહીં એ મોટો પ્રશ્ન હતો શિવમને તો વિશ્વાસ હતો કે એની મમ્મી ના નહીં પાડે પણ દિવ્યા ના માતાપિતા માનશે કે નહીં? ઉપરથી એની મમ્મી એના પિતા થી અલગ રહેતી હતી એટલે દિવ્યા ના માતાપિતા ને મનાવવા અઘરા હતા
પણ દિવ્યા નવા જમાનાની છોકરી હતી એટલે બધું સમજતી હતી એટલે એને તો એના માતાપિતા ને મનાવી લીધા
બન્ને પરિવાર મળ્યા ને લગ્ન નક્કી કર્યા
ને સારૂ મુહૂર્ત જોઈ લગ્ન આજ મહિને કરવાનું નક્કી કર્યું શિવમ દિવ્યા બન્ને ખૂબ ખુશ હતા ને રીટા પણ ખુશ હતી પણ ક્યાંક એના હૃદય ના એક ખૂણા માં ખાલીપો હતો અત્યારે એને નિખિલ પર ખૂબ ગુસ્સો આવતો હતો કે કેવો માણસ છે પોતાના દીકરા માટે પણ ક્યારેય કોઈ દિવસ એ ન આવ્યો કે ન સમાચાર લીધા કઈ નહીં જેવી ઈશ્વર ની મરજી એમ વિચારી એ બીજા કામમાં લાગી ગઈ પણ દિવ્યા સમજી ગઈ કારણકે એ પણ એક સ્ત્રી હતી અને નવા જમાનાની છતાં સમજુ એને શિવમ ને એકબાજુ બોલાવ્યો ને બધી વાત કરી પણ શિવમ ને ખબર નહોતી પડતી કે કરવું શું?
ઘરના બધા લગ્ન મા વ્યસ્ત થઇ ગયા ખરીદી ને પાર્ટી પ્લોટ બુક થઈ ગયા લગ્ન ના આગલા દિવસે ગ્રહશાંતિ કરી જેમાં વિધિમાં રીટા ના ભાઈ ભાઈ બેઠા બીજા દિવસે લગ્ન હતા દરેક લોકો પોતપોતાની મોજમાં હતા
સવારે વહેલા જાન નીકળવાની હતી બધા તૈયાર થઈ ગયા હતા ને વેવાઈ ને ત્યાં જાન લઈને પોહચી ગયા ત્યાં પોહચી ને નાચતા નાચતા માંડવે જવાનું
હતું બધા પોતપોતાની કારમાંથી નીચે ઉતર્યા ત્યાજ બેન્ડવાજા વાગવા લાગ્યા અને એમની જોડે જ નિખીલ પણ ઊભી હતો રીટા તો નિખિલને જોઈને એકદમ રોમાંચિત થઇ ગઈ એની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી અને શિવમ દોડી ને એના પપ્પાને વળગી ગયો અને બોલ્યો " થેન્ક્સ પાપા તમે આવી ગયા"
નિખિલ પણ શિવમ ને ગાળે વળગી ખૂબ રડ્યો અને કીધું "કેમ ન આવું મારો દીકરો અને પુત્રવધૂ હકથી મને વઢી ને લેવા આવે ને હું ન આવું એવું બને ખરું?," રીટા તો આ બધું જોતીજ રહી ગઈ ત્યાજ દિવ્યા પણ બહાર આવી અને પોતાની સાસુ ને એના સસરા સાથે હાથ પકડી ને લઈ ગઇ શિવમ પણ સાથેજ હતો ચારે જણ એકબીજાને વળગી ને રડતા હતા ને બીજી બાજુ બધાજ મેહમાન ની આંખો માં પણ ખુશીના આંસુ હતા દરેક જણ ખુશ હતું એ જાણી ને કે આટલા લાંબા વિરહ પછી નિખિલ અને રીટા મળ્યા . બન્ને પરિવાર મા ખુશીનો માહોલ હતો ત્યાજ દિવ્યા બોલી "મમ્મી પાપા હજુ બીજી એક સરપ્રાઈઝ બાકી છે" બધા ની સાથે રીટા ,નિખિલ અને શિવમ પણ વિચારવા લાગ્યા કે હજુ બીજી કઈ સરપ્રાઈઝ બાકી છે ત્યાજ ગોરમહારાજ આવ્યા અને પૂછ્યું બોલો બીજા વરવધુ કોણ છે જલદી માંડવામાં આવો લગ્ન નું મુહુર્ત થઈ ગયું છે ત્યાજ દિવ્યા બોલી ઊઠી " મમ્મી પાપા તમારે પણ અમારી સાથે ફરીથી લગ્ન કરવાના છે " રીટા આટલું સાંભળીને શરમાઈ ગઈ આટલા વર્ષે ફરીથી લગ્ન અને બધા પણ ખુશીથી ચિચિયારીઓ પડવા લાગ્યા દરેકના મોઢે એકજ વાત હતી કે " કેહવુ પડે હો રીટા ખરેખર નશીબદાર છે કે એણે આટલી સુંદર અને સમજદાર વહુ મળી"
અને એ દિવસે મંડપમાં બે લગ્ન સાથે થયા અને કન્યા વિદાય પણ સાથે થઈ આજ ના તો કોઈ જીદ હતી કે ના કોઈ અહમ બન્ને ને સમજાઈ ગયું હતું કે બન્ને એ કેટલો કિંમતી સમય ખોટી જીદ ના લીધે ગુમાવ્યો હતો
એક સાથે બે શણગારેલી કાર માં બે નવયુગલ પોતપોતાના જીવનની નવી શરૂવાત કરવા જઈ રહ્યાં હતાં
