સુખ
ધનીલાલ એટલે વારસાગત ગર્ભશ્રીમંત વ્યક્તિ, પણ એક સમયે નબળો સમય આવ્યો હતો, ત્યારે તે સમય નાં સાક્ષી ઍક તેનાં મિત્ર પુજારી હરિશંકર દાદા જ હતા...
આજુબાજુ નાં અઢારેક ગામમાં તે પૈસા ટકે સુખી નગરશેઠ. અને દાનવીર ભામાશા જેવી ઉજળી નામના,. અને તેને રામગઢ ગામધણી પણ કહેવાય છે..ધનીલાલ ને બે દીકરા હતા... ચંદ્રકાંત અને સૂર્યકાંત.. જેઓ તેનાં મોસાળ મુંબઇ માં ભણીગણી ને વિદેશમાં સ્થાઈ થઈ ગયા... પણ પોતાનું ગામ ધનીલાલ આજીવન છોડતા નથી..
બન્ને પુત્રો વિદેશમાં અઢળક કમાણી કરી ને વતન નું જતન કરે છે અને ત્રણેય ગામ વચ્ચે એક મોટી શાળા બનાવી આપે છે.
રામગઢ એક એવું રળિયામણું ગામડું... ને તેની બાજુમાં ચાર - પાંચ કિલોમીટર દૂર નથુગઢ અને દેવગઢ નામે બે ગામડા આવેલા છે..
ત્રણેય ગામડા વચ્ચે અલૌકિક પૌરાણિક શિવ મંદીર આવેલુ છે.. જ્યાં વારે તહેવારે આજુબાજુનાં ગામોમાં રહેતા લોકો દર્શને પગપાળા આવે છે.. અને વર્ષ માં અનેક વખત રજા નાં સમયે અહીં મેળા ભરાય છે. શિવ મંદીર માં વર્ષોથી સેવાપૂજા કરતા પૂજારી હરિશંકર દાદા પણ સાત્વિક ધર્મ - સંસ્કૃતિનું અધ્યયન કરવામાં પ્રખર વિદ્વાન જ્ઞાની વ્યક્તિ તરીકે લોકચાહના મેળવનાર ભુદેવ.
હરિશંકર દાદા ત્રણ વખત નિયમિત પુજા અર્ચના કરે... પણ... દાન દક્ષિણામાં આવતી રકમ તેઓ.. ક્યારેય વ્યક્તિગત કે અંગત જીવનમાં વાપરતા નહિ... તે બધી રકમ બાળકોને ભાગ, નાસ્તો, પક્ષીને ચણ અને મંદિરે દર્શન કરવા આવતા કોઇપણ જ્ઞાતિનાં ગરીબ છોકરાવ ને નોટ, પેન્સિલ અપાવી ને આ પ્રકારે પરમાર્થ કાર્ય કરી ને ધન્યતા અનુભવતા.
પૂજારી હરિશંકર દાદા નાં ભૂતકાળ જઈએ તો યુવાની માં પત્નીનું અવસાન બાદ તેઓનાં એકના એક પુત્ર મહેશ ને... સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવીને ધોરણ આઠ પહોચાડ્યા પછી મોંઘું શિક્ષણ દેખાતા પુજારીએ મહેશનું ભણતર બંધ કરાવી દીધું હતુ.
મહેશ ભણવામાં ખૂબ હુશિયાર હતો... પણ તે સમયે અચાનક શાળામાં મહેશ દેખાતો નથી... એટલે ત્રણેય ગામ..... રામગઢ, નથુગઢ અને દેવગઢ ગામ ની વચ્ચે એક શાળા આવેલી છે, આ શાળાનાં આચાર્ય તરીકે સુચિબેન ફરજ સેવા બજાવતા હતા, તેઓને વિચારતા હતા કે મહેશ શાળાએ કેમ નથી આવતો..??
સુચિબેન એ મહેશ ની ગરીબાઈ જોયેલી અને માં વગર નો પૂજારીનો દીકરો છે, તે બધું જાણતા હોવાથી તેઓની ચિંતા માં વધારો થયો... અને મનોમન નક્કી કર્યું કે મહેશ ને કોઈપણ સંજૉગો માં ભણાવવો જ છે... પણ .. આ બાજુ મહેશ .. શિવ મંદિર ની સામે પટેલની વાડીએ શેરડી નાં વાઢ (પાક) માં પાણી વાળે છે... બપોરે ભાતું (ટિફિન) આવે એટલે બાપ દીકરો જમી ને મંદિરે થોડો સમય આરામ કરી લે... આ ક્રમ પંદર સોળ દિવસ ચાલ્યો..
આ બાજુ સૂચિબેન ને ઊંઘ હરામ થઈ ગઈ... અને ... શિવ મંદીરે આવી ને દર્શન કરે છે... પછી તેનાં પિતા હરિશંકર દાદા ને પૂછવા જાય છે કે મહેશ ક્યાં..?? ત્યા અચાનક તેની નજર સામે વાડીએ શેરડી નાં પાક માં પડે છે અને... મહેશ ને જોઇને સ્તબ્ધ થઇ જાય છે. થોડો સમય તો મગજ પણ કામ કરતુ બંધ થઈ જાય છે... પરિસ્થિતિ કોને ક્યાં પહોચાડે છે તે વિચાર થી તેઓ મંદીર નાં પગથીયે બેસી જાય છે... અને એક ઊંડો શ્વાસ લઈ ને બૂમ પાડીને બોલે છે... મહેશ... મહેશ.....'
પટેલની વાડીએ શેરડી માં કામ કરતો મહેશ... જેને કાને સૂચિબેનનો અવાજ સંભળાયો એટલે દોડ લગાવી ને મંદીર નાં પગથીયે બેઠેલ ત્યાં આવી પહોંચ્યો..સૂચિબેન ને પગે લાગે છે.(વંદન કરે છે)... મહેશને જમણા પગે ગોઠણ અને પગ ની પ્રથમ બે આંગળી એ ઇજા પહોંચી હતી એટલે સારવાર નો પાટો બાંધેલો હતો...
આ ભાવુક દ્રષ્ય જોઇને સૂચિબેનનું હદય દ્રવી ઉઠ્યું હતું... અને બોલ્યા કે... ભણવું નથી.. તારે..??
આ શું છે મહેશ...????
મહેશ.. ગદગદ થઇ ને ભીની આંખે બોલે છે કે મારા નસીબ માં હવે ભણવાનું નથી... જન્મ આપનાર માં નું...હું મોં જોઉં એ પહેલાં મને છોડી ને જતી રહી... એટલે હવે આ ધરતી માં નાં ખોળે ખેલતાં ખેલતાં જીવવાનું લખ્યું છે...'
મહેશની આ વાત સાંભળી સૂચિબેન ને પગ નીચેથી ધરતી સરકી ગઈ તેવો ભાસ થયો હતો...
બે ક્ષણ બાદ ત્યાં બાજુ માં નજર કરી તો હરિશંકર દાદા... ત્રણ પથ્થર ને વચ્ચે અગ્નિ પ્રગટાવી ને... ચા બનાવી રહ્યા હતા... પછી.. સાણચી થી તપેલી પકડી.. બીજા હાથ માં.. સાત આઠ રકાબીઓ લઇ ને મંદિર નાં પગથીયે બેસી ને રકાબી માં ચા ભરી ને આપી... પણ.. સૂચબેન.. મનમાં હું શું વિચારી રહી છું...તે મને ખબર નથી... અને સૂચિબેન બોલ્યાં કે દાદા આટલી બધી ચા કેમ બનાવી...!??
હરીશંકર દાદા બોલ્યા કે.. આજ અગિયારસ છે એટલે...તમારી જેવા લાગણીશીલ ભાવુક એક બેન અહીં દર્શન કરવા માટે આવ્યા છે... એ પણ ચા પીશે... તેઓ દરેક ધાર્મિક સ્થળ માં પૂજારી ઓ નું ખાસ ધ્યાન રાખે છે.. અને મહાદેવ નાં પરમ ભક્ત છે... ડગલે ને પગલે.. તેઓમાં મહાદેવ મહાદેવ નાં નામનું રટણ ચાલુ જ હોય છે..
આ આચાર્ય સૂચિબેન...એટલે જેઓ નખશિખ પ્રમાણિક, આદર્શવાદી અને અનેક ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ વ્યકિત. તેઓ શાળામાં પ્રવાસ નું આયોજન કતા ત્યારે કાયમ ધાર્મિક સ્થળ અને પર્વતિય સ્થળો એ ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓ ને લઇ જતા હતા..
આ સૂચિબેન.. એ હરિશંકર દાદા નાં મુખે સાંભળ્યું કે તમારી જેવાં... એ બેન છે.. એટલે સૂચિબેન એ કહયું કે મારે તેઓને મળવું છે.
ત્યારે હરીશંકર દાદા બોલ્યાં કે... તમે જ્યારે અહીં આવ્યા એ પહેલાં દસ મિનિટ પહેલાં એ બેન.. એટલે તૃપ્તિબેન... મોટર લઈને અહીં આવી ગયા હતા... તેઓ દર્શન કરવા માં મંત્ર મુગ્ધ થઇ ગયા હતા... પણ.. તમે મંદીર નાં ઓટલે બેસીને મહેશ ને બૂમ પાડીને બોલાવતા હતા... ત્યારે તેઓનું ધ્યાન તમારા ઉપર ગયું... તમારી પાછળ થોડાં દૂર તેઓ ઊભા રહીને... તમારી અને મહેશ ની વચ્ચે થયેલ વાત સાંભળી રહ્યા હતા... પણ મહેશ.. જયારે બોલ્યો કે.. માં.. નાનપણ માં મોઢું દેખાડ્યા વગર ચાલી ગઈ... એટલે ધરતી માં નાં ખોળે ખેલતાં ખેલતાં જીવવાનું લખ્યું છે.... આટલું સાંભળી ને... તરત તૃપ્તિબેન... ભીની આંખે મહાદેવ સામે ઊભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા... અને આજ પહેલી વખત રડતા જોયા છે... કારણ કે તે સત્ય નિષ્ઠા, ધર્મ પરાયણ જીવન જીવવા વાળા હતા... આમ વાત કરતા કરતા ચા પીવાઇ જાય છે... મહેશ પોતાનાં પિતા ની અને સૂચિબેન ની રકાબી ભેગી કરીને.. નજદીક ડંકી એ ધોવે છે.. ત્યાં તો...મંદીર ની પાછળ પાર્ક કરેલી મોટર આગળ બાજુએ આવે છે.. અને પુજારી હરિશંકર દાદા ની રૂમ પાસે મોટર ઉભી રાખી ને ... મોટર માંથી..રાશન ની વસ્તું થેલાઓ, થોડાં ફળ, તેમજ જીવન જરૃરી જેવી બીજી વસ્તું ઓ બહાર કાઢી ને પુજારી ની રૂમ માં મૂકે છે... હરીશંકર દાદા વાત માં સુર પુરાવી ને બોલે છે કે... જુઓ આ જ તૃપ્તિબેન છે... એ અનેક મુશ્કેલીનો સામનો કરી ને મહાદેવ ની ભક્તિ થી ખૂબ આગળ વધ્યા છે... મહેશ ની માતા નાં અચાનક અવસાન પછી.. નાનપણ માં રમકડાં, સાયકલ..બધું તૃપ્તિબેન એ લાવી ને આપ્યું હતું... અને આ તૃપ્તિબેન નું અત્યારે યુ ટ્યુબ માં મોટું નામ છે.. લાખો ફોલોવર્સ છે.. છતાંય.. મારે તો તે.. એક દીકરી સમાન જ છે.. પણ દિકરા કરતા વિશેષ અત્યારે ફરજ બજાવી રહ્યા છે... અને જ્યારે જરૂર પડે ત્યારે દોડીને આવે છે.. કાયમ મારું ધ્યાન રાખે છે... આમ પુજારી અને સૂચિબેન વાત કરતા હતા... અને તૃપ્તિબેન.. મંદીર નાં પગથીયે આવી ને બોલ્યાં કે... સાંભળી લો... હરિશંકર દાદા.... હવે તમારે મહેશની કોઇ ચિંતા કરવાની જરૂર નથી... આ શબ્દનો અર્થ ત્યાં પગથીયે બેઠેલ સૂચિબેન સમજી ગયા....
તૃપ્તિબેન અને સુચિબેન ઍક બીજાને મળી ને ખૂબ આનંદ અનુભવે છે... અને તૃપ્તિબેન એ સુચિબેન નો હાથ માં હાથ પકડી ને મંદીર નાં મેદાન માં પીપળા વૃક્ષ નીચે ઓટલા ઉપર બેસીને કઈક વાતો કરી કરતા રહ્યા હતા... આ જોઇને ભોળાનાથ સામે પૂજારી હરિશંકર દાદા... રડતા રડતા બોલે છે કે.. હે મારા નાથ... તે તો.. મારા મહેશ માટે સાક્ષાત સરસ્વતિ માતા અને લક્ષ્મીજી માતા ની કૃપા કરાવી દીધી...
સમય જતા વાર નથી લાગતી... મહેશ ઉપર ભોળાનાથ ની કૃપા અને.. તેની ઉપર બે હાથ ની દિર્ઘ દ્રષ્ટિ..એક આચાર્ય સૂચિબેન નો હાથ..અને એક તૃપ્તિબેન નો હાથ..
ધીરે ધીરે કોલેજ પુરી કરી ને... સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ને.. મહેશ IAS માં ઉત્તિર્ણ કરી ને કલેકટર બની જાય છે.
તે સમાચાર સાંભળી ને સૂચિબેન અને તૃપ્તિબેન ની આંખો હર્ષ થી ભીંજાઈ જાય છે.. પુજારી હરીશંકર દાદા વયોવૃદ્ધ હોવા છતાં પણ... ત્રણ વખત પૂજા કરવામાં સતત ધ્યાન આપતા હતા..
મહેશ એ કલેકટર નો ચાર્જ સંભાળતા પહેલાં જ ભોળાનાથ મંદિરે દર્શન કરવા આવે છે.. બાદ પિતા ( પુજારી) ને પગે (વંદન) લાગે છે... અને ત્યાં ઉભેલા સુચિબેન અને તૃપ્તિબેન ને પ્રણામ કરી ને ગદગદ સ્વરે મહેશ બોલે છે કે.. તમે બન્ને મને મળ્યાં ન હોત... તો હું આજ કલેકટર ન બની શકયો હોત... તમારા બન્ને ની મારા ઉપર લાગણી, પ્રેમ ભાવ એટલો બધો મળ્યો કે.. મને મારી જનેતા માં... ની ઓછપ આવવા નથી દીધી.. આ શબ્દો સાંભળીને ભાવુક બની ને સૂચિબેન અને તૃપ્તિબેન ભેટી પડી ને.. ખૂબ રડે છે.
કારણ કે બન્ને બહેનો ને ભોળાનાથે ભેગા કરી ને.. નિઃસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવાની ભાવના માં મહાદેવ એ નિમિત્ત બનાવ્યા હતા... સમય નું ચક્ર અવિરત પ્રવાહ માં ચાલતું રહે છે...
મહેશને કલેકટર ની નોકરી માં દસ વર્ષ થઈ જાય છે..
શેઠ ધનિલાલ જેઓએ ત્રણ ગામ વચ્ચે શાળા બનાવી આપી હતી.. તેઓની બપોરે અચાનક તબીયત લથડતા મોટી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે... પરિસ્થિતિ ગંભીર છે.. અને નજદીક નાં સગા સબંધી ને બોલાવો ... આમ ડોકટરે જણાવ્યું હતું.. અને આ સમાચાર સાંભળી ને સૂચિબેન અને તૃપ્તિબેન હોસ્પિટલ દોડી જાય છે.
શેઠ ધનિલાલ નાં દીકરાઓ વિદેશ વસે છે તેઓને સૂચિબેન STD PCO મારફત સંદેશો આપે છે... જ્યારે બીજી તરફ..
તૃપ્તિબેન એ મહેશ ને ફોન કરીને જાણ કરે છે.
મહેશ કુશળતા પૂર્વક આગળ વધી ને રાજ્યપાલશ્રી નાં સચિવ તરીકે બઢતી મેળવેલ હતી.
સાંજ પડે છે ને... આશરે છ વાગ્યા દિવસ આથમે છે.. ત્યાં પોલીસ ની મોટર સાયરન વગાડતી હોસ્પિટલ માં પ્રવેશે છે..સાથે સફેદ મોટર પણ સાયરન વગાડતી હોસ્પિટલ માં પ્રવેશે છે.
હોસ્પિટલ સ્ટાફ ને લેન્ડલાઇન ફોન થી મેસેજ આવે છે કે.. મહા માહિમ રાજ્યપાલ શ્રી નાં સચિવ ટૂંક સમયમાં હોસ્પિટલ પહોંચે છે... અને શેઠ ધનીલાલ નાં બેડ પાસે ડોકટરો ટીમ સારવાર માટે ખડે પગે ઊભી રહી જાય છે.. બીજી તરફ મામલતદાર ની સરકારી જીપ આવે છે.. જેમાંથી પુજારી હરીશંકર દાદા લાકડી લઈને... લાકડી નાં ટેકા થી ઘીમે ઘીમે હોસ્પિટલ માં પ્રવેશે છે.
મહેશ ને..તૃપ્તિબેન એ.. શેઠ ધનીલાલ ને તબિયત બગડી ગઈ છે..તેમ ફૉન થી હોસ્પિટલ આવવા જણાવ્યું હતુ.. ત્યારે મહેશે.. મામલતદાર ને જાણ કરી હતી... એટલે મામલતદાર કચેરીએ થી જીપ પુજારી હરિશંકર દાદા ને લેવા માટે ગઈ હતી...
હોસ્પિટલ નાં બેડ ઉપર આખરી શ્વાસ લઈ રહેલ શેઠ ધનીલાલ એ એક હાથ પુજારી નો પકડ્યો અને બીજા હાથે મહેશ નાં ગરદને મૂકી ને બોલ્યાં કે... મારે હવે ઉપર જવાનું ટાણું (સમય) આવી ગયું છે..
અને બોલ્યા.. મહેશ.. તારે ઍક કામ કરવાનું છે.. મેં દસ ચેક લખી ને તૈયાર રાખ્યા છે.. જેમાં મોટી શાળાઓ, ત્રણ મોટી કોલેજ અને બે મોટી હોસ્ટેલ, એક વૃદ્ધાશ્રમ નું ફંડ તૈયાર છે.. તે વહીવટ તારે કરવાનો છે.. અને સાથે ત્યારે સૂચિબેન અને તૃપ્તિબેનની પણ સલાહ સૂચન મુજબ કામ આગળ વધારજો. પછી માથું ઓશિકા પાસે ત્રાસુ કરી ને પુજારી હરિશંકર દાદા ને કહયું કે.. તમારી ભક્તિ થી હું પ્રભાવિત છું.. અને ધનીલાલ બન્ને હાથ.. જોડી ને પુજારી ને પ્રણામ કર્યા... ને.. ઉપર માથે તરફ જુવે છે તો.. સૂચિબેન અને.. તૃપ્તિબેન માંથા પાસે ઉભા છે.. ત્યાં બન્ને સામે એકી ટસે પાંચ સેકન્ડ જોઇને..જમણે હાથ હલાવી ને..અલવિદા ઈશારો કરી..માથું ઍક તરફ અચાનક નમી જાય છે...આંખ હંમેશ માટે બંધ થઈ જાય છે.. શેઠ ધનીલલ નો જીવ.. શિવ માં સમાઈ જાય છે.
સચિવ મહેશ એકદમ ઢીલો પડી ગયો પણ.. સુચિબેન અને તૃપ્તિબેન જ આકાશ જેવાં તેના જીવનનાં ટેકા હતા.. તે.. તેને હિંમત આપતા હતા..
શેઠ ધનીલાલ નાં દેહ ને સિવિલ હોસ્પિટલ માં કોલ્ડ સ્ટોરેજ રુમ માં બે દિવસ માટે મૂકવામાં આવે છે.
વિદેશથી તેનાં દીકરાઓ આવે છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવે.. અને બેસણા નાં દિવસે શાળા માં શોકસભા રાખવામાં આવી હતી... ત્યારે હૈયું દળાય એટલો માનવ મહેરામણ ઉમટી પડે છે.. ત્યારે ત્યાં નોટરી વકીલ જે શેઠ નાં ખાસ વ્યક્તિ હતા.. તેઓએ શેઠ એ બનાવેલ વિલ રજુ કરે છે.. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે..૧૦ શાળાઓ, કૉલેજ બનાવવા ની તમામ રકમ નો સદ ઉપયોગ માટે ટ્રસ્ટી મંડળ નાં વહિવટ કર્તા ભોક્તા તરીકે સુચિબેન અને તૃપ્તિબેન ની નિમણુક કરું છું..
મહેશે .. શાળાઓ, કોલેજો નું અટકતું કામ પોતાની સત્તા થી આગળ વધારવું.. અને હવે પછી ની જે જે શાળાઓ કોલેજો.. બાંધકામ થી નવી બને તેનું નામ.. માત્ર..
"હરિશંકર વિદ્યાલય "
ભાગ..૧,૨,૩,૪... ક્રમશ:
રાખજો.. કારણ કે..
હરિ એટલે ભગવાન થાય અને શંકર એટલે ભોળાનાથ થાય... વિશેષ માં... એક ખાસ વાત વિલ માં રજુ કરી હતી કે.. અમારી બાળપણ ની એક સમયે ખરાબ પરિસ્થિતિ માં .. મારા લંગોટિયા ભાઈબંધ/ ખાસ મિત્ર હરીશંકરે કહ્યું હતું કે... ધનિયા.. તું આગળ ચોક્કસ વધીશ.. હું મારું જીવન ભોળાનાથ ને સમર્પિત કરી ને ખૂબ ભક્તિ થી તારું સારૂ ઈચ્છીશ.. જેથી.. મારા કર્મ માં લખેલ ફળ.. જે મારા ભાઈ કરતા વિશેષ ભાઈબંધ હરીશંકર નું છે.. તેની તપસ્યા થી આ બધું પ્રાપ્ત થયુ છે.
શેઠ નાં બારમા દિવસે.. સૌ ભેગા થાય છે..તેનાં બન્ને દિકરા એ ખૂબ દાન કર્યુ.. આજુ બાજુ માં ૫૦ ગામો માં વિદ્યાર્થીઓ ને બુક,ચોપડા, કપડા, ૮૦૦ જેટલાં વડીલો ને યાત્રાઓ નું આયોજન કરાયું હતું, ગૌશાળા પાંજરાપોળ ખાતે.. બે વર્ષ સુધી ચાલે તેટલું ઘાસ ચારા સંગ્રહ કરી આપવાની જાહેરાત કરી હતી, અનુદાન ખૂબ આપ્યું, બે આધુનિક ટેકનોલોજી વાળી એમ્બ્યુલન્સ સેવા માટે ફાળવવી, એક હોસ્પિટલ ૧૦૦ બેડ વાળું બનાવવામાં આવે તેમ જાહેરાત કરી હતી,
શાળાઓ કોલેજો નું વ્યવસ્થાપન સમિતિ/ કમિટી માં સુચિબેન અને તૃપ્તિબેન ની નિમણુક થાય,
આવા કેટલાય ધાર્મિક કાર્યો ની જાહેરાત થઇ..
શેઠ નાં નિધન બાદ બાદ સળંગ ૧૧ દિવસ.. આજુબાજુ નાં ૧૫ ગામડાની શાળા માં બાળકો ને જમણવાર ચાલુ રાખેલ..
શેઠ નાં બારમા નાં દિવસે જ.. સાંજે શિવ મંદિર માં મહાઆરતી નું આયોજન કરાયું હતું... આરતી બાદ આજુબાજુ નાં ૧૨/૧૫ ગામનાં લોકોએ પ્રસાદ/જમણવાર પૂરી થયો ને.. ભજન કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં બધાં ગામ નાં સરપંચ દ્વારા પુજારી હરિશંકર દાદા નું શાલ ઓઢાડી ગામ વતી સન્માન કરાયું હતું... અને સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિ એ શેઠ ધનિલાલ દ્રારા શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન અને પુજારી હરિશંકર દાદા ની ધર્મ આધ્યાત્મ શક્તિ સાથે નિઃસ્વાર્થ ભક્તિ ભાવ ની કાર્યશૈલી રજુ કરવામાં આવી હતી... બાદ છેલ્લે તમામ લોકો પૂજારી ને વંદન કરી ને ધન્યતા અનુભવે છે.. અને પૂજારી હરિશંકર દાદા એ માઇક પરથી ત્રણ વખત શ્રી ભોળેનાથ દાદા ની જય બોલાવી ને... જાહેરાત કરી કે.. હવે આ શિવ મંદિર માં પુજારી તરિકે જરૂરિયાત વાળા સાધુનાં ભક્તિ વાળા દિકરા ને મંદીર કાયમ સોપુ છું. એ પુજારી કાલ ની સવારની આરતી થી કાયમ માટે મંદિર નાં પૂજારી રહેશે.. કાલ સવારે થી. હવન કરજો.. મે વધી વસ્તું તૈયાર કરી ને રાખી છે.. સૌ જીવોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે હવન પૂર્ણ કરજો.. ને... શેઠ નાં નિધન નાં ૧૩ માં દિવસ નો સૂર્ય ઉગે તે પહેલા. પ્રાતઃ સમય શરૂ થાય તે પહેલાં.. જેમ રામ વનવાસ ૧૪ વર્ષ તેમ.. મેં હવે હિમાલય માં હાડ ગાળવા જવાનું નક્કી કર્યું છે,
મારા મિત્ર શેઠ ધનીલાલ ગયા પછી મારા માટે..
આ જીવન... આજીવન કારાવાસ સમાન છે.. ત્યારે ૧૨/૧૫ ગામનાં લોકોની આંખમાં પાણી આવી ગયા હતા, અને એક વિનંતિ કરી કે... ધર્મ આધ્યાત્મ સાથે શક્તિ ભક્તિ ભાવ અને શિક્ષણ નો સમન્વય મારા અને શેઠ દ્રારા કરવામાં આવ્યો.. જે મહાદેવ ની કૃપા થી અમે નિમિત્ત બન્યા છીએ, આ આજુબાજુ નાં ૧૫ ગામ નો વિકાસ થયો.. માટે સૌ અમારા વિચારો અને અમારી જીવનની રીત ને તમે બધાં આગળ વધારજો.. આટલું બોલ્યા..ત્યાં નીચે જનમેદની વચ્ચે થી.. અવાજ સંભળાયો..
હર હર મહાદેવ..
અલખ નિરંજન..
આદેશ આદેશ... અને સાધુ બાવાજી જોગી ની જમાતે.. મંદિર પાસે ત્યાં બે જગ્યાએ ધુણો ધખાવ્યો તે જોવામાં હતો.. અને ગિરનારી ઉતારો.. મોજ માણી રહ્યા હતા.. તેઓએ ત્યાં હરિશંકર દાદા નું ફૂલ ઉડાડી સ્વાગત કર્યું.. જોળી, દંડી, કમંડળ, આસન અર્પણ કરી ને..અને ત્રણ ભાગવા કલર નાં વસ્ત્રો પહેરાવ્યા... બીજા બે જોડી કપડાં ભેટપૂજા માં પૂજારી હરિશંકર દાદા ને આપ્યા.... વાતાવરણ સુગંધિત થઈ ગયું... જાણે આકાશ માંથી દેવતાઓ એ સ્વાગત કર્યું હોય તેવો અહેસાસ બધાં ને થયો... રાત્રી દરમ્યાન ભજન કાર્યક્રમ પૂરો થયો ને... બાવાની જોગી જમાત ને વહેલી સવાર પડે તે પહેલા સૌ આજુબાજુ ગામ વાસી ઓ એ.. ભીની આંખે વિદાય આપી...
શૈક્ષણિક વિદ્ ભૂપતભાઈ ડાભી અને અશોકભાઈ સોલંકી એ.. જણાવ્યું કે ધનિક વ્યક્તિ એ મુળ વતન ને સાચવી ને શૈક્ષણિક ક્ષેત્રે જે યોગદાન આપ્યું, અને આવા સંસ્કાર વાળા વ્યક્તિ નાં નાનપણ નાં મિત્ર ...પુજારી હરિશંકર દાદા ની ઉત્તમ ભક્તિ થી ..માં વિના નાં દીકરા ને શિક્ષણ મળ્યું... સાથે સાથે સુચિબેન અને તૃપ્તિબેન નો પોતાની દીકરી જેવો સાથ મળ્યો અને એકના એક દીકરા મહેશ નું શિક્ષણ થી ભવિષ્ય ઊજળું થઈ ગયું.. જે આજુબાજુ નાં ૧૫ ગામડાં નાં લોકો માટે અહોભાગ્ય સમાન છે.
અને આજ મહેશ રાજ્યપાલ શ્રી નાં સચિવ તરીકે ફરજ બજાવે છે.. અને મહીને એક બે વખત તમામ સ્કૂલ, હોસ્ટેલ, વૃદ્ધાશ્રમ, મંદીર ની દેખરેખ રાખે છે.. સાથે માવતર જેવું જેનું યોગદાન એવાં સૂચિબેન અને તૃપ્તિબેન ને પણ ફોન થી સતત સંપર્ક માં રહી ને આ આઇએએસ અઘિકારી મહેશ હજુ પણ યોગ્ય માર્ગદર્શન મેળવે છે.
દર શિવરાત્રીનાં મેળા માં.. તથા બીજા મેળા માં સર્વો લોકો પુજારી હરિશંકર દાદા અને શેઠ ધનીલાલ ને અચૂક યાદ કરી ને... સંસ્મરણો વાગોળતા હોય છે.. અને બધે એક વાત કાયમ સાંભળવા મળે છે કે..
ભકિત અને દાન નાં સમન્વય થી સેવાની અમર જ્યોત પ્રગટાવી ને પોતાનાં વતન ને પ્રકાશમય બનાવનાર બન્ને મિત્રો... શેઠ ધનીલાલ અને પૂજારી હરિશંકર દાદા ને લોકો પેઢી દર પેઢી સુધી ભુલી શકશે નહીં..
મહાદેવ ભોળાનાથ ની કૃપા અપરંપાર છે.
*_ૐ નમઃ શિવાય..🚩🙏🏻_
(સૌજન્ય ભારતભૂષણ રાવલ)
