વરસાદી ગીત
મેધા રે... મેઘા રે... મેઘા રે... મેઘા રે...
આજ પણ ઝમકુ બા આ ગીત રેડિયામાં વાગે ત્યારે તલ્લીન થઈ જાય છે. હાથ પર સ્પર્શ કરવા લાગે છે. મનમાં હસવા લાગે છે મારી અને સુધાકારની મનગમતી ઋતુ. મૌસમનો પહેલો વરસાદ થાય એટલે મન મૂકીને મજા માણવાની, મકાઈ,શેકેલ મગફળીનો આસ્વાદ લેવાનો અને પાછા ઘરે આવીને ભજિયા તો નક્કી જ હોય. સુધાકર ખુદ પોતે બનાવે અને પછી સાથે મળીને બંને ખાઈએ.
આજ ઝમકુ બાનું હૃદય ખૂબ વલોપાત મારતું હતું કે આ વરસાદની મજાએ મને એવી તે સજા આપી છે કે દરિયાની જેમ માજા મૂકીને ઉછાળા મારતા મોજાને ભીતર સમાવી બેઠી છું.
અલ્પા નિર્મળ "અમી"
