સૂચિની સવાર
શીર્ષક: "સૂચિની સવાર"
સવાર સવારમાં ઘરનો બેલ વાગ્યો...
હું તો એ વખતે સપનામાં ચા પીતી હતી ,એ પણ કપમાં નહીં, ચાંદીના ગ્લાસમાં! પણ આ બેલના ધડાકાથી ચમચી હાથમાંથી સરકી ગઈ. સંદીપ બાજુમાં બોલ્યો,
" નક્કી પાયલ જ હશે!"
હું અડધી ઊંઘમાં બોલી,
"અરે એ તો ભૂતોને પણ ઉઠાડે એવી ઘંટી વાગાડે!"
બારણું ખોલ્યું તો સામે પાયલ ,હાથમાં થેલો, વાળની ચોટલી અડધી ખૂલી, ને ચહેરા પર એ જ પચ્ચીસ વોટનું સ્મિત.
"દાદા, મારે બીજે જવાનું હોય કે!"
મેં આંખ મસળી બોલ્યો,
"હે ભગવાન! તને ક્યારેય આરામનો વિચાર ન આવે? આ રવિવારની સવાર છે બેન!"
એ બોલી,
"રવિવાર હોય કે સોમવાર, મારે તો કામદાર વાર!"
સંદીપ હસતા હસતા બોલ્યો,
"અરે પાયલ, તું તો એલાર્મથી પણ વધુ પક્કી નીકળી!"
(હાસ્ય રસ)
પાયલ બોલી,
"હું , દાદા! સમયસર કામ નહીં કરું તો ખાવા માટે પણ ટાઇમ નહીં મળે!"
હું બોલ્યો,
"તારા માટે તો અમારે અલગથી ઘડિયાળ રાખવી પડે, ‘પાયલ ટાઇમ’!"
એ બોલી,
"હું તો ટાઇમ નથી જોતી દાદા, મોર બોલે એટલે મારે ઊઠી જવું!"
એટલામાં સંદીપ બોલ્યો,
"અરે ભાઈ, મોર તો હવે શહેરમાં બોલતા નથી!"
પાયલ તરત બોલી,
"એટલે તો હું ગામથી આવું ત્યારે બોલાવીને જ આવું!"
એ બોલતાબોલતા ઝાડૂ ઉઠાવી ને એ રીતે ઝાડવા લાગી કે ભૂતો પણ ડરી જાય!
મેં હસતાં હસતાં કહ્યું,
"પાયલ, થોડું ધીમું કર , નહીંતર મારી ઊંઘનો છેલ્લો ટુકડો પણ ઉડી જશે!"
એ બોલી,
"દાદા, ઊંઘ તો ગરીબને ક્યારેય નડે નહીં, પણ ધૂળ તમને મોટાને નડે છે!"
સંદીપ તુરંત બોલ્યો,
"અરે તું તો તત્વજ્ઞાની નીકળી!"
એ હસતાં બોલી,
"હું તો કામ કરતા કરતા બધી ફિલસૂફી શીખી ગઈ!"
પાયલ એ ઝાડુ પૂરી કરી ને બોલી,
"દાદા, રસોડું સાફ કરું ને?"
હું બોલ્યો,
"હા, બસ ગેસ તોડતી નહીં!"
એ બોલી,
"ગેસ તૂટે એ હું નહી દાદા,"
થોડી વારમાં રસોડામાંથી “છપાક્ક!” અવાજ આવ્યો .
હું દોડી ગયો , જોઉં તો આખું રસોડું ચાની નદી જેવું!
હું બોલ્યો,
"આ શું કર્યુ પાયલ?!"
એ શરમાતી બોલી,
"દાદા, ચાબનાવી , પણ ચા નાંખવાનું ભૂલી ગઈ!"
હું બોલ્યો,
" પછી શું કર્યું?"
એ બોલી,
"એટલે વિચાર્યું કે હવે ચા ઉમેરું, પણ ગ્લાસ હાથમાંથી સરકી ગયો!"
સંદીપ હસતાં હસતાં બોલ્યો,
"અરે પાયલ, તારા હાથમાં ચા નહીં, દૂધપાક લાગે આવી ચા હોય !"
પાયલ બોલી,
"હું તો દાદા રોજ આવી ચા પીઉં, પણ આજ તો એણે મારી સાથે દગો કર્યો!"
હું હસીને બોલ્યો,
"પાયલ, તારી ચા તો આજના દિવસની હેડલાઇન બની ગઈ!"
એટલામાં પડોશણ કમલા બેન આવી બોલ્યા
"શું થયું દિકરા? ક્યાંક ચોરી તો નથી થઈ?"
પાયલ બોલી,
"ચોરી નહીં કમલા કાકી, ચા ની નદી વહી ગઈ!"
કમલા બેન બોલ્યા
"હવે પોતાની નૌકા ચલાવવી પડે!"
સંદીપ બોલ્યો,
"હા કાકી, પાયલ કેપ્ટન બની ગઈ છે ચાની નાવની!"
પાયલ હાથ કમરમાં મૂકી બોલી,
"હું નાવ ચલાવું કે ઝાડુ, તમારે તો હસવાનું જ હોય!"
હું હસીને બોલ્યો,
"હા, પાયલ! તું જ અમારી સવારની એલાર્મ, એન્ટરટેનમેન્ટ અને ન્યૂઝ ચેનલ છે!"
એ હસીને બોલી,
"દાદા, તો પગાર પણ વધારો કરજો ને?"
હું બોલ્યો,
"હા હા, પણ પહેલા ચા બનાવ શાંતિથી!"
એ બોલી,
"હવે ચા નહીં બનાવું !"
ચાની નદીનો પ્રવાહ સાફ થઈ ગયો, પણ હાસ્યનો વરસાદ ચાલુ હતો.
એટલામાં સંદીપની પત્ની સૂચિ , રૂમમાંથી બહાર આવી. આંખો અડધી ખુલી , હાથમાં બ્રશ, ને ચહેરા પર “આ શું ખટપટ છે હવે?” જેવી એક્સપ્રેશન.
સૂચિ બોલી,
"આ સવારની સિમ્ફની કોણ વગાડે છે?"
હું હસીને બોલ્યો,
"તારી પાયલ રાણી! ચાની પૂરા રસોડામાં ગંગા વહાવી ગઈ!"
પાયલ તરત બોલી,
"દાદા, તમે આ વાત કમલા કાકીને કહી દીધી, એ તો આખી સોસાયટીમાં ભણાઈ જશે!"
સૂચિ હાથ કમરમાં મૂકી બોલી,
"પાયલ, તું તો રોજ કંઈક નવું પરાક્રમ કરી જ નાખે! ગઈકાલે બારણાં ધોઈને બારણાંમાંથી કાચ કાઢી નાખ્યો ને આજે ચાની નદી!"
પાયલ નિર્દોષ ચહેરે બોલી,
"દાદી, મારી ભૂલ નહીં... ગેસ જ ઝપાઝપી કરતો હતો!"
સંદીપ હસીને બોલ્યો,
"ગેસ તારા હાથ જોઈ ને જ ડરી ગયો હશે!"
સૂચિએ નાક ચડાવી ને કહ્યું,
"સાંભળ, પાયલ! હવે જો આવું કર્યું ને, તો તને ઘરનાં 'ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ' માં મૂકી દઈશ રોજ નવી ગોટાળો કરજે તું !"
પાયલ બોલી,
"એ તો સારું દાદી! મને પ્રમોશન મળી જશે!"
કમલા બેન બોલ્યા ,
"હા હા, એ તો આખા સોસાયટી ની હેડ બને એમ છે !"
સૂચિ હસતાં બોલી,
"હવે એ પ્રમુખ નહીં, ‘ડિસ્ટર્બન્સ મંત્રાલય’ ની મંત્રી છે!"
હું હસીને બોલ્યો,
"અરે પાયલ, જો તું ચૂંટણી લડે ને, તો પૂરો વિસ્તાર તારા માટે મત આપશે!"
સંદીપ બોલ્યો,
"હા, પણ એના પોસ્ટર પર લખાશે ‘ઘરમાં ચા તો નહિ મળે, પણ મજા ચોક્કસ મળશે!’"
સવારની ચાની નદી શમી ગઈ, પણ પાયલનો ઉત્સાહ એ જ હતો
ઝાડુ હાથમાં, મનમાં રણચંડી, અને મોઢે અડધા ગીત!
સૂચિ કપડાં ધોહી રહી હતી. પાયલ ધીમે ધીમે એના પાસે આવી બોલી,
"દાદી, એ સાડી પર ડાઘ છે ? ગરમ પાણી રેડી દઉં?"
સૂચિએ જોયું “ગરમ પાણી” એના હાથમાં પહેલેથી જ હતું ! સૂચિ એ જોઈ ગભરાઈ જ ગઈ ને બોલી
"પાયલ!! હું કહું પછી રેડજે હોં!"
પાયલ બોલી,
"હું તો પૂછવા આવી જ રહી હતી, દાદી,
હું પાછળથી હસ્યો “એના હાથે પાણી નહીં, વિજળી હોય એવું લાગે!”
એટલામાં સૂચિ બોલી,
"પાયલ, તું એક દિવસ મને પાણીનાં બદલે સાડી ઉકાળીને આપીશ એવું લાગે છે !"
પાયલ બોલી,
"દાદી, એવું થાય તો એ સાડી ફ્રેશ થઈ જશે, એના પાપ ધોવાઈ જાય !"
સૂચિ બોલી,
"તને તો એ જ લાગે કે તારી દરેક ભૂલ પૂણ્ય છે. અમારે તને કઈ કહેવાનું જ નહીં !"
પાયલ બોલી,
"હા દાદી, ભગવાન પણ કહે ‘નાદાન બાળકોની ભૂલ માફ કરવી’!"
સંદીપ હસ્યો,
"હવે પાયલ ધર્મગ્રંથ પણ બોલે છે!"
સૂચિએ ભોંય ચડાવી,
"એના હાથમાં કામ આપો તો વેદાંત મળે એવી છે આ !"
એટલામાં કમલા બેન ફરીથી આવ્યા હાથમાં થેલી, આંખોમાં કુતૂહલ !
"શું થયું હવે?"
સૂચિ બોલી,
"પાયલ એ સાડી પર ઉકળતું પાણી રેડી દીધું!"
કમલા બેન હસીને બોલ્યા ,
"અરે, એ તો સારું! કે સાડી પર રેડિયું હાથ પર નહીં
પાયલ બોલી,
"કમલા કાકી સાચું બોલે છે , મારાથી ભૂલ નથી થતી, સર્જન થાય છે!"
હું હસીને બોલ્યો,
"હા પાયલ! તું ભૂલ નહીં કરે , ઈતિહાસ રચીશ !"
સૂચિએ હાથ ઉંચક્યા,
"હું હારી ગઈ! હવે જો તું આવતીકાલે પણ આવવી હોય ને, તો બેલ નહીં વગાડે, સીધી અખબારમાં આવજે!"
પાયલ બોલી,
"સારું દાદી, પણ એમાં મારી ફોટો પણ રાખજો ,હાથમાં ઝાડુ સાથે!"
બધા હસતાં હસતાં લોટપોટ થઈ ગયા.
હું બોલ્યો,
"પાયલ વિના ઘર સાફ ન થાય, અને હસવું બંધ ન થાય!"
સૂચિ, કમલા કાકી અને પાયલ ત્રણે હસતાં હસતાં લોટપોટ થઈ ગયા.
અને એ સવાર, જે બેલ વાગતાં શરૂ થઈ હતી , હવે પૂરી સોસાયટી માટે મનોરંજન બની ગઈ.
આટલું કહી પાયલ તો ચાલી ગઈ બધા પોતપોતાના કામમાં લાગ્યા ને ફરી પછી બીજા દિવસે એજ
રામાયણ
સવારનો સમય. રસોડામાં સૂચિ ચા બનાવે છે, હાર્દિક ઓફિસ માટે તૈયાર થાય છે, ને સંદીપ અખબાર લઈને બેસેલો. એમાં જ બેલ વાગે ,... ડીંગ ડોંગ!
સૂચિ આંખો મીંચીને બોલી,
“હું કહું ને આ પાયલ જ હશે, સવારની ભગવાનની આરતી કરતાં પણ એ વહેલી આવે!”
હાર્દિક હસ્યો, “મમ્મી, આંટીને કહો ટાઈમ થોડો લેટ રાખે, એના આવતાં પહેલાં ઓફિસ પહોંચું હું!”
પાયલ એન્ટ્રી કરે છે , હાથમાં થેલી, મોઢે જરા ચીડિયો મુડ.
“દાદા, મારે બીજે પણ જવાનું હોય કે! તામારું બારણું ખોલાવુંજ પડે રોજ સવારમાં!”
સંદીપ હસીને બોલ્યો,
“અરે બહેન, તું તો એ મોરપીંછ જેવી છે , સવાર સવારમાં ચમકી જાય!
સૂચિ બોલી,
“હા, હવે તો હું વિચારું છું બેલ કાઢી નાખી દઉં. તું ખીડીકમાંથી ‘દાદા...’ બોલીને જ આવજે!”
પાયલ બોલી,
“તો મારે પોકારી પોકારી ગળુ સૂકાઈ જાય! તમારું ઘર તો જેલ જેવું ટકાટક બંધ હોય છે!”
ત્યારે જ હાર્દિક બેગ લઈને બહાર નીકળે છે.
“પાયલ આંટી, તમે રોજ મમ્મીને ચીડવો એ તમારો શોખ છે ને?”
પાયલ આંખ મારતાં બોલી,
“હું તો નફ્ફટ છું, પણ તારી મમ્મી તો જો ગુસ્સાવાળી!”
સૂચિ તરત બોલી,
“હું ગુસ્સાવાળી? મારા કાચના ગ્લાસ અને કપ તો તું જ તોડી જાય રોજ!”
સંદીપ એ વાતમાં મજા લેતાં બોલ્યો,
“હવે તો હું નવો કાયદો બનાવું , જે સવારમાં બેલ વગાડે એના માટે દંડ થશે!”
પાયલ હાથ કમરમાં રાખી બોલી,
“હા હા, તો લખી દો ફટાફટ ,
હાર્દિક હસતા બોલી ગયો,
“ઓકે, હું જવું , નહિ તો મારી ઓફિસમાં પણ તમારી જેમ બેલ વાગશે ‘હાર્દિક લેટ!’”
બધા ખડખડાટ હસે છે.
પાયલ બોલી
“સારું, હવે હું ચા પીધા વિના નહિ જાઉં! અહીં તો ચા કરતા વાતો ઊકળે છે ભાઈસાબ "
સંદીપ હસતાં બોલે,
“અરે તમારા બન્ને ની, આ રકઝક તો રોજની સીરિયલ જેવી મજા આપે છે!”
બધા હસતા હસતા કામે લાગે છે , ઘરમાં સવારની શાંતિ તો ગઈ, પણ હાસ્યનો માહોલ છવાઈ ગયો.
સવારની ચા પછી સૂચિ રસોડામાં કામમાં લાગી ગઈ.
પાયલ પણ આ વખતે “મદદ કરવા ગઈ
“દાદી , આજ તો હું તમને મદદ કરું!”
સૂચિએ ભોંય તણી,
“મદદ? કે આખું રસોડું ઉથલાવી દેવાનું?”
સંદીપ હસીને બોલ્યો,
“ચાલો હવે, રસોડામાં બે સિંહણો એક સાથે! હું બહાર જઈને અખબાર વાંચું…”
પાયલ તરત બોલી,
“દાદા, તમે જ રહેજો સાક્ષી! પછી દાદી કહે કે ‘પાયલે તપેલી પછાડી. કામ બગડ્યું ’ તો હું નહીં સાંભળું!”
સૂચિ બોલી,
“હા હા, અને જો તું કંઈ બગાડે તો તપેલી તારી માથા પર નહીં મારું એની ગેરંટી નથી!”
બંને હસી પડ્યાં
પાયલએ દાળ માટે તપેલું ચડાવ્યું અને કહ્યું,
“મારે ગામમાં આવું દાળનું તપેલું ચઢાવું એટલે તો સુવાસ ફેલાય!”
સૂચિ બોલી,
“અહીં તો ધુમાડો ફેલાવે છે તું !”
એટલામાં જ દાળ ઉકળી ગઈ ને નીચે ચુલા પર ફીણ છલકાતું ગયું.
પાયલ બરાડી
“હાય રે માઈ! દાળ ઉભરાઈ ગઇ !”
સૂચિ બોલી,
“પહેલાં ચુલો સાફ કર, પછી વાતો કર!”
પાયલ આખરે દાળ બનાવી આપી, પણ વાટકીમાં દાળ કાઢતી વખતે દાળનો ડોયો પડી ગયો.
સૂચિ બોલી,
“હવે આ દાળ પીવી કે પોતું મારવું એ નક્કી કર ?”
પાયલ બોલી,
“ હાફ-એન્ડ-હાફ!”
સંદીપ બોલ્યો,
“એક વાત તો સાચી ,જ્યાં પાયલ આવે ત્યાં દિવસની શરૂઆત મજેદાર થાય!”
રસોડાની ધમાલમાં દાળ કરતાં વધારે હાસ્ય ઉકળ્યું હતું
સાંજ પડી ગઈ હતી. સંદીપ ઓફિસથી આવ્યો, સૂચિ રસોડામાં રોટલી વણી રહી હતી, અને હાર્દિક પોતાનું લેપટોપ લઈને બેસેલો.
ઘરમાં શાંતિ જ હતી… ત્યાં સુધી ... ડિંગ ડોંગ! ...
સૂચિએ આંખ મીંચીને કહ્યું,
“આ અવાજ સાંભળતા જ મારું બ્લડ પ્રેશર વધે જાય છે!”
સંદીપ બોલ્યો,
“હા, હવે તો ઘડિયાળ પણ કહે ,..‘પાયલ ટાઈમ આવી ગયો!’”
બારણું ખોલ્યું , સામે પાયલ, હાથમાં થેલી અને ચહેરા પર ચિંતા!
“દાદા! આજે તો ખોટું થઈ ગયું !”
સૂચિ બોલી,
“અરે, પહેલાં શ્વાસ લઈ લે, પછી કહેજે!”
પાયલ બોલી, "મારા ઘરની સામે વળી શાંતિ
એના ઘરનાં બાળકો મારી પાસે મેલી ગઈ છોકરા કહે ‘પાયલ કાકી, તમે ખીચડી આપશો?’ હવે હું ખીચડી આપું તો એમની મા કહે કે ‘અમારે તારા ઘરની ખીચડી નહીં ખાવાની. આ તો તું બંગલે થી લાવી છું વાસી છે ?’”
હાર્દિક હસીને બોલ્યો,
“આંટિ, તમે તો આખા પોળના ફૂડ ડિપાર્ટમેન્ટ હેડ છો..? !”
પાયલ બોલી,
“હા રે હાર્દિક ભાઈ , પણ આ બાઇઓએ મારી ઈમાનદારી પર શંકા કરી છે! મને ગુસ્સે આવે !”
સૂચિ બોલી,
“તને ગુસ્સે આવે એ સામાન્ય વાત છે, પણ તારા ગુસ્સે પછી જે દ્રશ્ય બને એ અતિ અસામાન્ય હોય છે મારી માં..!”
સંદીપ બોલ્યો,
“હા, ગયા અઠવાડિયે પણ તું બાઇ સાથે વાદ કરવા ગઈ હતી ને એ પછી આખું બિલ્ડિંગ એની મજા લેતું હતું !”
પાયલ ગુસ્સામાં બોલી,
“હું તો સચ્ચાઈ માટે લડું છું દાદા!”
સૂચિ બોલી,
“હા, અને તારી સચ્ચાઈ પાછળ દરેક ઘરમાં ‘ચા’ ઉકળી જાય છે, દાળ ઉભરાઈ જાય છે એનું શું!”
પાયલ બોલી,
“હું તો બસ બધાને મદદ કરું છું, બાકી તમારી સોસાયટીમાં લોકો ને ગુસ્સે થતા જ આવડે છે !”
સૂચિ બોલી,
“તું મદદ કરે એ માટે બધા ડરે છે, કારણ કે તારી મદદ પછી કપ, ચમચી, ને ચુલો , ત્રણે રજા માગે છે!”
સંદીપ બોલ્યો,
“હું તો કહી દઉં છું, હવે ‘પાયલ દિવસ’ જાહેર કરવો જોઈએ , જે દિવસે એ આવે એ દિવસે કોઈ કામ ન કરવું, ફક્ત હસવું!”
બધા ખડખડાટ હસ્યા.
પાયલ બોલી,
“સારું, આવતીકાલે હું કંઈ વાત નહીં કરું… ફક્ત તમારી સામે ચા બનાવીને પીવે હોં...”
સૂચિ હસતાં હસતાં બોલી,
“હા, પણ એ ચા પછી આખું રસોડું તું ધોઈશ નહિ!”
સાંજની ફરિયાદો હાસ્યમાં બદલાઈ ગઈ
અને ફરી એક વાર, પાયલના આગમનથી ઘરમાં હાસ્યની હલચલ છવાઈ ગઈ
સવાર હતી, સૂચિ રસોડામાં ચા બનાવતી હતી, સંદીપ અખબાર વાંચતો, અને હાર્દિક હજી સુધી ઓફિસ માટે તૈયાર થતો હતો
એમાં જ ...ડિંગ ડોંગ!...
સૂચિ બોલી,
“હવે તો બેલની અવાજ સાંભળતાં જ મારું હૃદય બોલે , પાયલ આવી!”
બારણું ખોલ્યું તો સામે પાયલ, અને એની આંખોમાં ચમક.
“દાદા! આજ તો મેં ખાસ તમારા માટે ખાસ મેથીના ગોટા બનાવ્યા છે !”
સંદીપ બોલ્યો,
“હા, તું જે બનાવે એમાં તો ‘ખાસ’થી વધુ ખાસ વાટકો સાફ કરવાની ઝંઝટ હોય છે મારે એવું તું બનાવે ને લાવે છે !”
સૂચિ હસતાં બોલી,
“અરે, તું રોજ કંઈક નવું પરાક્રમ લાવે છે! હવે તો મને તારી એન્ટ્રી પર ડર લાગે છે.”
ત્યારે જ બેલ ફરી વાગી ,
સૂચિ બોલી,
“હવે બીજું કોણ આવી ગયું?”
બારણું ખોલ્યું તો દીકરી આસ્થા ઉભી હતી. હસતી મુખે, હાથમાં બેગ.
“મમ્મી! કેમ આશ્ચર્ય થાય છે તને ! હું આવી છું સાસરેથી બે દિવસ માટે!”
સૂચિ ખુશ થઈ ગઈ, “અરે આસ્થા! આવ, આવ બેટા!”
પાયલ તરત બોલી,
“હા, મારી દીકરી જેવી છે એ! આવ, તારી મમ્મી તો રોજ મારી પાછળ લાકડી લઈને દોડે!”
આસ્થા હસતાં બોલી,
“હા આંટી, એનો અર્થ એ થયો કે તમે એને હેરાન કરતા લાગો છો!”
થોડીવારમાં હાર્દિક પણ આવી ગયો.
બધા ચા પીવા સાથે બેઠા , અને ત્યાં જ પાયલનું નવું પરાક્રમ શરૂ!
પાયલ બોલી,
“હું વિચારું છું કે હવે તમારું રસોડું સુધારવું જોઈએ. એ ચમચીઓ, એ ડબ્બા , બધું નવું ગોઠવવું જોઈએ!”
સૂચિ ચોંકી ગઈ,
“શું? મારી ગોઠવેલી વસ્તુને તું ગોઠવશે?”
પાયલ બોલી,
“હા દાદી , મારી ગોઠવણી વિભાગ ખૂબ પ્રસિદ્ધ છે!”
સંદીપ હસતા હસતાં બોલ્યો,
“હા, તારા ગોઠવ્યા પછી અમે વસ્તુઓ શોધતા ત્રણ દિવસ લાગશે!”
બધા હસ્યા.
આસ્થા એ પછી મમ્મીને ધીમેથી કહ્યું,
“મમ્મી, તમે પાયલ આંટી સાથે કામ લેવાની રીત શીખો. એને કામમાં રાખો, પણ એના હાથમાં ચાવી નહીં આપો!”
હાર્દિક પણ બોલ્યો,
“મમ્મી, તમે એના માટે એક ‘ટુ-ડુ લિસ્ટ’ બનાવો ,જેમ ઓફિસમાં હોય છે:
સંદીપ બોલ્યો,
“હા, અને અંતે લખવું , ‘અણધાર્યા પરાક્રમ માટે કોઈ જવાબદાર નહીં!’”
પાયલ બોલી,
“બસ, હવે હું બોલું છું , આવતીકાલે બધા માટે ખાસ સરપ્રાઈઝ લાવીશ!”
સૂચિ બોલી,
“હવે તો મારું દિલ ધબકે છે , પાયલનું ‘ખાસ’ એટલે આપત્તિ પહેલાનું એલાર્મ!”
આસ્થા હસતાં બોલી,
“મમ્મી, તમે ચિંતા ના કરો, હું અહીં છું , હવે પાયલ આંટીના પરાક્રમને મજા સાથે સંભાળશું!”
બધા ખડખડાટ હસ્યા ,
પાયલ શરમાતી હસી ને બોલી,
“હા હા, જોવો આવતીકાલે શું નવું લાવું છું!”
અને એ રીતે દિવસ પૂરો થયો
હાસ્યના છાંટા સાથે અને પાયલના નવા પરાક્રમની જાહેરાત સાથે
સવારનો સમય હોય છે . ઘરમાં સૌ શાંતિથી કામમાં લાગેલા.
સૂચિએ મનમાં વિચાર્યું ,
“આજે તો પાયલ આવવાની વાત કરી ગઈ હતી, એટલે પહેલાંથી જ તૈયાર રહું!”
એટલામાં જ ,.. ડિંગ ડોંગ!!
સૂચિ બોલી,
“લ્યો, કહેલું ને! ઘડિયાળે સાત વાગ્યા ને બેલ વાગી ગઈ પાયલના ટાઈમ મુજબ બરાબર!”
બારણું ખોલ્યું તો સામે પાયલ, હાથમાં બે મોટી થેલીઓ, ચહેરા પર જીતનો તેજ!
“દાદા! જુઓ, આજનું મારું ખાસ સરપ્રાઈઝ!”
સૂચિએ આશ્ચર્યથી પૂછ્યું,
“શું છે આ થેલીઓમાં?”
પાયલ બોલી,
“તમારા માટે મેં આખું રસોડું ડેકોરેટ કરવાનું નક્કી કર્યું છે! નવા પડદા, ડબ્બા પર નામની ચીઠ્ઠી અને સાથે ‘હોમમેડ સાબુ નું લિક્વિડ ’ પણ લાવી છું!”
સંદીપ હસ્યો,
“પાયલ, તું તો ‘મેકઓવર એજન્સી’ ખોલી શકે!”
આસ્થા અંદરથી બોલી,
“મમ્મી, હવે શો શરૂ થાય છે… તૈયાર રહેજો!”
હાર્દિક બોલ્યો,
“હું તો વિડિયો રેકોર્ડ કરું છું, પછી સોશિયલ મીડિયા પર મૂકી દઈશ , પાયલ કિચન મિશન!”
પાયલ થેલીમાંથી વસ્તુઓ કાઢે છે ,
ક્યારેક પડદો, ક્યારેક લેબલ, ક્યારેક સુકા મસાલાનો ડબ્બો.
એને લેબલ લગાવતાં કહે,
“હવે જુઓ દાદા, આ ડબ્બામાં ‘જીરું’, આમાં ‘રાય’, આમાં ‘ચા પાઉડર’…”
એટલામાં સૂચિ બોલી,
“એ પણ જોઈ લે, તું જે ડબ્બામાં ચા પાઉડર લખે છે એમાં ખાંડ છે!”
પાયલ બોલી,
“અરે! તો શું થયું! હવે ચા થોડી મીઠી બની જશે!”
હાર્દિક હસતાં બોલ્યો,
“મમ્મી, હવે આપણી ચા પાયલ આંટીના સ્વભાવ જેવી વધારે મીઠી અને થોડી ગોટાળાવાળી!”
એટલામાં જ પાયલનો બીજો પરાક્રમ
એ રસોડામાં લિક્વિડથી તપેલી ધોઈ રહી હતી, પણ લિક્વિડ બાથરૂમ ધોવા માટેનું નીકળ્યું
સૂચિ જોરથી બોલી
“અરે પાયલ! એ તો બાથરૂમ નું લિક્વિડ છે, વશણ નું નહીં!”
પાયલ બોલી,
“હાય રે! એટલે જ ધુમાડો નીકળે છે!
સંદીપ હસીને બોલ્યો,
“હું તો કહું છું હવે પાયલને એવોર્ડ મળવો જોઈએ . ગૃહવ્યવસ્થા ઉથલાવાની કલા માં માસ્ટર!”
પાયલ બોલી,
“મજાક કરો છો મારી , પણ આ બધું તમારા લોકો માટે પ્રેમથી કરું છું દાદા!”
સૂચિ બોલી,
“પ્રેમથી કરેલી ભૂલો પણ માફ છે ,બસ રસોડું જીવતું રહે એવું રાખજે !”
બધા ખડખડાટ હસવા લાગ્યા.
હાર્દિક બોલ્યો,
“આજથી પાયલ આંટીનું નામ ‘સરપ્રાઈઝ ડિપાર્ટમેન્ટ’ રાખવું જોઈએ , રોજ નવું, રોજ ધમાલ!”
પાયલ હસતાં બોલી,
“ચાલો, હવે આવતીકાલે હું તમને બધાને રસોઈ કરીને જમાડીશ !”
સૂચિ હાથ જોડીને બોલી,
“ના પાયલ, રસોઈ હું જ બનાવી લઈશ !”
બધા હસતા હસતા બોલ્યા
“પાયલ જ્યાં હોય ત્યાં બોર થવાનું કોઈ ચાન્સ નથી!”
અને એ રીતે ઘર ફરી હાસ્યથી ગુંજી ઉઠ્યું
ફરીથી સવાર પડી અને એજ રાબેતા મુજબ બેલ વાગ્યો ને સૂચીને ફાળ પડી કે આજ આ પાયલ રસોઈ બનાવવાનું કેહતી હતી નક્કી આજ પાછું એની સાથે માથા કૂટવા પડશે
સંદિપે દરવાજો ખોલ્યો સામે પાયલ ઊભી હતી પણ અલગ વેશમાં
પાયલ એકદમ ઉત્સાહમાં હતી.
હાથમાં એપ્રન, માથા પર રૂમાલ, અને ચહેરા પર એવી ચમક કે જાણે માસ્ટર શેફ હોય!
સૂચિ થોડી ડરીને બોલી,
“આને જે રીતે , એપ્રન પહેર્યું છે એ જોઈને મને લાગે છે કે આજ રસોડું બચશે કે નહીં!”
પાયલ ગર્વથી બોલી,
“દાદા, તમે ફક્ત બેસો અને રાહ જુઓ , આજનું મેનુ છે પુલાવ, કઢી, ને રોટલી!”
સંદીપ હસીને બોલ્યો,
“હું તો આજ લંચ બહાર જ ખાવાનો વિચારતો હતો, પણ હવે તો આ એક્સપિરિમેન્ટ જોવો જ પડશે!”
હાર્દિક બોલ્યો,
“હું વીડિયો તૈયાર રાખું છું, પછી યુટ્યુબ પર મૂકી દઈશ , પાયલ કિચન સ્પેશિયલ!”
આસ્થા હસતાં બોલી,
“આંટિ, પહેલા ચોખા ધોઈ લો,
પાયલએ ચોખા ધોઈને કૂકરમાં નાખ્યાં ,પણ પાણીના બદલે નાખી દીધું દૂધ!
સૂચિ જોરથી બોલી
“અરે એ દૂધ કેમ નાખ્યું?!”
પાયલ શાંતિથી બોલી,
“મે વિચાર્યું, દૂધમાં બને તો વધુ રિચ ટેસ્ટ આવશે!”
હાર્દિક બોલ્યો,
“હા, અને સાથે મીઠો પુલાવ , ડેઝર્ટ અને મેઈન કોર્સ એક સાથે!”
પછી પાયલ કઢી બનાવે છે.
દહીં ફાટ્યું, બેસન વધ્યું, મીઠું ભૂલાઈ ગયું… અને આખું રસોડું વઘારથી ભરાઈ ગયું.
સૂચિ બોલી,
“હવે આ કઢી ખાઈશું કઈ રીતે ?”
સંદીપ બોલ્યો,
“કઢી જોઈને લાગે છે કે એણે ક્રાંતિ કરી છે , ‘આઝાદી મીઠા વગરની!’”
પાયલ હવે રોટલી વણી રહી હતી.
રોટલી ગોળ નહીં, નકશા જેવી દેખાતી હતી !
હાર્દિક બોલ્યો,
“આંટિ, રોટલી નહિ, આ તો ભારતનો નકશો લાગે છે!”
સંદીપ બોલ્યો,
“હું કહું છું,આપણે તારી રોટલીને ‘જીયોગ્રાફી થાળી’ બોલીશું!”
છેલ્લે બધાએ પાયલે બનાવેલું ખાલી ચાખ્યું…એમા જમવા જેવું કઈ હતું નહીં પણ પાયલ ને કઈ કેહવાય નહીં
પુલાવ મીઠો, કઢી ખાટી-મીઠી, અને રોટલી કઠણ-નરમ બંને!
પાયલ આત્મવિશ્વાસથી બોલી,
“હવે કહો, કેવું લાગ્યું મારું ભોજન?”
સૂચિ સ્મિત દબાવતાં બોલી,
“ભોજન નહીં, અનુભવ હતો!”
બધા ખડખડાટ હસ્યા
અને એ રીતે પાયલના હાથનું ભોજન “ઘરનું હાસ્ય મહાભોજન” બની ગયું
બીજા દિવસે પાછી એજ સવાર પડી આજ પાયલ થોડી મોડી આવી હતી , ઘરનો બેલ હજુ વાગ્યો હતો નહીબધા
સવારની ચા પીતા હતા ત્યાજ બેલ વાગી.... ડીંગ ડોંગ.... સંદિપે દરવાજો ખોલ્યો સામે પાયલ ઊભી હતી પણ થોડી ઉદાસ ત્યાજ પાયલ હળવેથી બોલી,
“દાદા, આજે તો હું બીજે ઘર જાઉં, મારે નવી જગ્યાએ કામ મળ્યું છે.”
ઘરમા એકદમ શાંતિ છવાઈ ગઈ.
સૂચિ થોડી ચિંતા અને અચંબામાં,
“અરે પાયલ, તું સાચે જ જતી રહીશ?”
પાયલ હસીને બોલી,
“હા દાદી, હવે નવા ઘરમાં જવું છે, ત્યાંની ભાભી પણ કહી રહી હતી,
‘અમારા ઘરે પણ હાસ્યની જરૂર છે!’”
આસ્થા બોલી,
“અરે તું જતી રહીશ તો ઘરમાં વાતો કોણ કરશે?”
હાર્દિક બોલ્યો,
“અને મમ્મી સાથે દલીલ કોણ કરશે?
એનો ડિબેટ પાર્ટનર તો તું જ હતી!”
“હા, તું જઈશ પછી ઘર ખાલી લાગશે.”
પાયલ સ્મિત સાથે બોલી,
“દાદી, ખાલી નહીં લાગે
હું જઈશ પણ મારી વાતો આ ઘરમાં ગુંજતી રહેશે.
જેમ વીજળી જાય તો પણ પંખો થોડીવાર ફરે છે ને એમ !”
બધા ફરી હસી પડ્યા.
આસ્થા બોલી,
“હવે રોજ તારી યાદ આવશે, પાયલ.”
પાયલ હસતાં હસતાં બોલી,
“, મારી યાદ આવે તો દરવાજે બેલ વાગાડજો
એનો અવાજ પણ મારોજ છે એવું સમજજો !
બધા હસતાં હસતાં પાયલને વિદાય આપી
અને પાયલનો છેલ્લો સંવાદ
“દાદા, મારે બીજે જવાનું હોય કે!”
એવુ બોલીને પાયલ નીકળી ગઈ
પણ એની હળવી વાતો, એની મસ્તી અને એના હાસ્યનો નાદ
ઘરમાં હંમેશા ગુંજતો રહ્યો…
