વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાયરીની શોધખોળ


ટેબલ પર રીતસરની ધૂળ જામી ગઈ હતી કારણ કે અઠવાડિયાથી એ ટેબલ પર મેં કંઈ એટલે કંઈ જ કામ નોહતું કર્યું. અને આજે કંઇક લખવું હતું એટલે ટેબલ સાફ કરવાં સિવાય કોઈ છૂટકો નોતો. મેરે સપનો કી રાની કબ આયેગી તું...?  સોંગને રિપીટ મોડમાં નાખીને હું મારું ટેબલ સાફ કરવા લાગ્યો. આ સોંગ મારા મરકટ દિલને એક અજીબ સુકુન આપતું હતું. આ સોંગ સાથે મેં મારું સફાઈ અભિયાન ચાલું કર્યું. ટેબલ પર બુક્સ અને પેપર નો ઢગલો હતો બધું આડુંઅવળું. કદાચ આને સરખું કરતાં મને આંટા આવી જશે એ વિચારે જ મને પરસેવો છૂટી ગયો. ત્યાં મગજ રાડ પાડી ઉઠ્યું – " બબુચક ! આ બધું તારી આળસ ના લીધે થયું. " ત્યાં દિલ ધીમેથી બોલ્યું – " આમાં વાંક તારો જ છે. તે જ આને લખવાની નાં પાડી હતી. આ બધું ફક્ત તારી એક ના ના લીધે થયું. "  મે બંનેને આમ જ લડવા દીધાં , કારણ મને એ બંનેની નોકઝોંક કાયમ ગમતી અને હું બંનેની વાત સાંભળીને હસતા હસતા મારું કામ કર્યે જતો હતો. ટેબલ પર પડેલા ડાઘને જોરથી ઘસીને સાફ કરવા જતાં કોર્નર પર રહેલ ૨ બુક્સ અને અમુક પેપર નીચે પડ્યા એટલે એને સરખાં કરીને ટેબલ પર મૂક્યાં. આખરે ૧૫ મિનિટના સફાઈ અભિયાન બાદ ટેબલ એકદમ ચોખ્ખું ચટાક સાફ થઇ ગયું.



ફ્રેશ થઈને હું લખવા માટે પેન અને ડાયરી શોધવા લાગ્યો પણ આ શું મારી ડાયરી ગાયબ...? રૂમમાં બધું ફેંદી માર્યું પણ મને મારી ડાયરી તો ના જ મળી. ડાયરી ના મળવાના લીધે મારું મન બેચેન બની ગયું હતું. હું વિચારવા લાગ્યો કે આખરે મારી ડાયરી મેં ક્યાં મૂકી હશે...? તેજી ને ટકોરો કાફી એમ અચાનક મગજમાં લાઈટ થઇ કે નક્કી મારી ડાયરી નાનકી પાસે હશે અને હું એનાં રૂમમાં ગયો. આમ તેમ જોયું પણ મને મારી ડાયરી તો ના જ મળી. મારી હાલત હવે કફોડી બનતી જતી હતી કારણ કે એ ડાયરીમાં મારો અંશ છુપાયેલો હતો. ડાયરી ના મળતા હું અકળામણ અનુભવી રહ્યો હતો. એવામાં મામી એ બુમ મારી. આયામ ! અહી આવતો એટલે હું તરત એમની પાસે ગયો. બોલો ! મામી શું કામ હતું...? તારે મારી સાથે ડી- માર્ટ માં કરિયાણું લેવા આવવું પડશે.  ચોક્કસ મામી ! તો બોલો ક્યારે જવું છે...? તું રેડી થાય એટલે નીકળીએ અને હું રેડી થવા મારા રૂમમાં ગયો. રેડી થઈને નીચે આવ્યો એટલે એક્ટિવાની ચાવી લઈને એક્ટિવા બહાર કાઢવા લાગ્યો ત્યાંજ નાનકી એની મસ્તીખોર ફ્રેન્ડ્સ જોડે આવી. ભાઈ મમ્મી જોડે ખરીદી કરવા જાઓ છો...? ત્યાં મામી બોલ્યા કે તારા માટે નાસ્તો લેવા જાઉં છું. અને નાનકીની ફરમાઈશ ચાલુ થઈ ગઈ મમ્મા તમે મારા માટે મેગી લેતા આવજો. જોડે જોડે ભાખરવડી અને ચક્રી પણ લેતા આવજો. ઓ બકબક એક્સપ્રેસ આ બધું તું ક્યા પેટમાં નાંખીશ...?  ભાઈ તમે છોને... છોડો જવાદો તમને કશું કેહવું નથી બાકી મારુ આવી બનશે. નાનકી આટલું બોલી એટલે અમે બધા હસી પડ્યા. હું અને મામી ડી- માર્ટમાં ખરીદી કરવા માટે નીકળ્યા. ડી-માર્ટમાં ગયા બાદ પણ મારું મન મારી ડાયરી ક્યાં મુકાઇ ગઇ હશે એજ વિચારોમાં ખોવાયેલું હતું.  ખરીદી કરીને ઘરે આવ્યાં એટલે મામી ને હિસાબ કિતાબમાં મદદ કરીને હું મારાં રૂમમાં ઘુસ્યો. ડાયરી માટે ફરીથી આખો રૂમ ફેંદી માર્યો પણ મારી ડાયરી તો ના જ મળી.


એવામા બાજુના રૂમમાંથી નાનકી અને એના ફ્રેન્ડ્સની ગુપસુપ સંભળાઈ. એવામાં નાનકી બોલી પડી. એ આયશા ! આ ડાયરી નાં ખોલીશ મારા ભૈયુની ડાયરી છે. ભૈયુની ડાયરી...? આ શબ્દ મારા કાને પડ્યા એટલે હું સીધો બેઝિઝક નાનકીના રૂમમાં ઘુસી ગયો અને જોયું તો મારી ડાયરી આયશાના હાથમાં હતી. કાપો તો લોહી ના નીકળે એવી મારી હાલત હતી મારી. મેં નાનકી બાજુ થોડું ગુસ્સાભરી નજરે જોયું. આજે નાનકી પણ તોફાને ચડી હતી. એણે આયશા ને આંખ મારી એટલે આયશાએ ડાયરી ને છુપાવાની નાકામ કોશિષ કરી. થોડી ઝપાઝપી બાદ મને મારી ડાયરી મળી ગઈ. ત્યાં જ આયશા બોલી ભૈયુ – " આ સુંદર ફૂલની શું ભૂલ...? ફૂલ તો એક્સેપ્ટ કરી લો. " આ શોર્ટ સ્ટોરી મને બહુ ગમી. અને હું આ વાક્ય સાંભળીને ચોંકી ઉઠ્યો આખરે મારી ડાયરીનું પેહલું પન્નું આજે ખુલી ગયું. હા મારી અધુરી ડાયરીનું પહેલું પન્નું...


" આ સુંદર ફૂલની શું ભૂલ..? ફૂલ તો એક્સેપ્ટ કરી લો. "



~ આયામ



#અધુરી_ડાયરી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ