વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખેતરનાં રખેવાળ

શીર્ષક : ખેતરનાં રખેવાળ

 

       વેકેશન પડ્યું એટલે સૌ પોતાના મામાને ત્યાં જઈ રહ્યા હતા. અભિષેકને તેના મામાને ઘેર જવાનું મન થયું . મામાનું ઘર પંચમહાલના છેક છેવાડાના ગામમાં હતું. 1980માં એ વખતે મામાને ઘેર જઈ આંબા પરથી કેરીઓ પાડવી, આંબલી ખાવી, ગાડામાં બેસવું, વડની વડવાઈએ હીંચકા ખાવાની મજા આવતી.

         અમદાવાદથી પંચમહાલના છેવાડાના ગામમાં રામપુરામાં જવાનું થયું. લાલ બસમાં ત્રણની સીટમાં જગ્યા મળી.આશરે ૧૩૫ કિમી અંતર કાપીને લુણાવાડા પહોંચ્યા. ત્યાંથી ગામડાંની એસ.ટી.બસમાં બેઠા જે હીંચકાની જેમ ચાલતી ને ડોલતી. ઢોળાવવાળા રસ્તા આવે એટલે પેટમાં જાણે ગલીપચી થતી. બપોરે બાર વાગ્યે મામાને ઘેર પહોંચ્યા.

         ત્યાંથી અમે સીધા ખેતરમાં પહોંચી ગયા. ખેતરમાં જતા એક બાજુ કૂવો, બાજુમાં મોટા ત્રણ આંબાના ઝાડ હતા.સામેની બાજુ લીલાછમ ઘઉં, મગફળી, ચણા , ઘાસનાં ખેતરો આવેલા હતા. સાંજ પડવા આવી હતી. ખેતરમાં મગફળીના ઢગલાં પડ્યા હતા. ખેતરમાં મગફળીને ટ્રેકટરમાં ભરીને મામા ગોડાઉનમાં લઈ જતા હતા.

         મામાએ મગફળીનું ગાડું ભરીને ઘર ભણી જતા જતા મને કહ્યું," તું અહીંયાં ખેતરનું અને મગફળીનું  ધ્યાન રાખજે. હું હમણાં જ મગફળીનાં કોથળા મૂકીને આવું છું."

        અભિષેકને થયું," થોડીવારમાં મામા આવી જશે."

        સાંજ પડવા આવી હતી,સુરજ ધીમે ધીમે ધરતીને મળવા જઈ રહ્યો હતો. જીવડાં અવનવાં અવાજો કાઢી રહ્યા હતા. ક્યાંક કુતરાં ભસતા,તો ક્યાંક શિયાળો ભૂકતા હતાં. અભિષેકને તો આ પ્રાકૃતિક વાતાવરણ ખૂબ ગમ્યું .

        સામેના ખેતરમાંથી બે આખલા એકબીજાની પાછળ દોડતા હોય તેવું દેખાયું.

         અભિષેકને થયું ," ગામમાં કદાચ આવું થતું હશે."

         કુવાની બાજુમાં આવેલા આંબાઓ ઉપરથી કેરી કુવામાં પડતી હોય એમ ધબુક...ધબુક...અવાજ આવતો હતો.હું કેરીની લાલચમાં ત્યાં ગયો તો કશું જ નહીં. ન કોઈ કેરી....ન પવન...ન પથ્થર..

         હવે અભિષેકને થોડીક ગભરાટ લાગી થયું ," મને કોઈ છેતરતું હશે.કોઈ ભટકતી આત્મા તો નહીં હોય ને!

નાનો છોકરો સમજીને હેરાન કરે છે કે શું?"

       અભિષેક થોડો હાંફળો ફાફળો થતો પાછો મગફળીના ખેતરમાં આવી જાય છે.

         થોડીવારમાં ઢોળાવની જગ્યાએ ખડંગ....ખડંગ....અવાજ પવન સાથે અવાજ આવતો હતો.જાણે કે પોલીસ રીવેટવાળા બુટ પહેરીને નીકળ્યા હોય. બાજુમાં આવેલ પીપળાનાં ઝાડનાં પાન હલી હલીને બીવડાવતા હોય તેવું સંગીત વગાડવા લાગ્યાં.

         અભિષેકનું હ્દય હવે શાંત થયું,"હવે પોલીસ આવી.મને મામાના ઘરે લઈ જશે."

         એ વિચારે પહેલાં પોલીસની જોડે સફેદ વસ્ત્ર પહેરેલી સ્ત્રી આવતી હોય છે. પોલીસના ચહેરાનો કપાળનો ભાગ એક બાજુથી કપાયેલો, આંખ બહાર નીકળેલી,હોઠ ધમણની જેમ ફફડતો ચહેરો ખૂબ  બિહામણો લાગતો હતો. હાથમાંથી ચામડી નીકળી ગઈ હતી , સ્નાયુઓ લટકતાં હતાં,નખ વધી ગયાં હતાં. સાથે ચાલીને આવતી સ્ત્રીના નખ વધેલાં હતાં. મોઢું એક બાજુથી દબાઈ ગયો હોય, અડધાં માથાનો ભાગ કપાઈ ગયો એવી એ મારી તરફ આવી રહી હતી.

           એ  અભિષેકને બીવડાવીને  હાથ હલાવીને એમ કહેતા હોય એમ કહેતાં હતાં," તું અહીં નવો છે ,આ જગ્યા અમારી છે ભાગી જા."

          એ સ્ત્રીએ પણ સાડી દૂર કરી ચહેરો બતાવીને મોટે મોટેથી હાસ્ય કરવા લાગી. નખ ધીમે ધીમે મોટાં થવા લાગ્યા ,મોટી ઈમારત હોય એટલી ઊંચી થઈ જોર જોરથી હાથ ઊંચા કરી અભિષેકને ઘેરી વળે છે.

           અભિષેકને મામાએ આપેલું તાવીજ હાથમાં રાખી મનમાં હનુમાન ચાલીસા જોરથી બોલવા લાગ્યો. થોડીવારમા બધું શાંત થઈ ગયું.

        મામા આવીને અભિષેકને કહે," બેટા, કશું થયું નથી ને કોઈએ તને હેરાન નથી કર્યા ને."

       મામાના શબ્દો સાંભળીને અભિષેકનો ચહેરો ખીલી ઊઠ્યો.

                         'મન'

                મનોજકુમાર પંચાલ

                પાલનપુર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ