વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આદત છે

    આદત છે!


માં ભોમની રક્ષા કાજ વીર સપૂતોની શહાદત છે,

પણ એમાંય વચન-પ્રવચન રાજનેતાની આદત છે.


જો હોય કોઈ પોતીકું એમનું, સરહદે કે દેશ રક્ષાએ,

પછી જોઈએ કેટલી થાય માત્ર "નિંદા", જેમ આદત છે.


નાત-જાતના વાળા પાડી મૂર્ખ બનાવી વોટ પડાવે છે,

મોકલો સરહદે, પછી ખબર "વાકયુદ્ધ"ની જ આદત છે.


કંકુ ભર્યો સેંથો આજ રક્તરંજીત થઈ ને દીપી ઉઠ્યો,

જોશું ઇંટની સામે કેટલાં પથ્થર? જેમ વચનોની આદત છે.


લોકોમાં ઉગ્ર રોષ, બંધ, હાહાકાર, પથરાવ અને નારા!

બસ એક-બે દિવસ પછી? પૈસા લઇ વોટ જેમ આદત છે.


નહીં સમજાય એ સરહદ, નોટ-વોટ ભૂખ્યા કે ધર્માંધોને,

સોસીયલ મીડિયાના યુગમાં, માત્ર લાઈક-શેરની જ આદત છે.


દેશભક્ત સપૂતોની દેશ હિત કાજે શું વ્યર્થ જતી શહાદત?

અરે આ તિરંગા માટે પ્રાણ દેવા એ સાચા સપૂતની આદત છે.


દિલેન સોલંકી "બિન્દુ"

માંડવી કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ