વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાત ના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વાયરસની ભૂમિકા

​​કોરોના એ કેર કરી છે તેનાથી શું ડરી જજવાન

​સાથે મળીને કરીશું સામનો આખરે જીતી જવાના


હવે, આપણે જીતી જવાના!



ગુજરાતનું ગૌરવ ફરીથી જીવી ઉઠશે


આખરે આપણે જીતી જવાના


હવે, આપણે જીતી જવાના !



વિશાળે જગવિસ્તારે એક નાનું શું જંતુ


નામે કોરોના! કરોના !કોરોના



દિવસે કોરોના ! રાત્રે કોરોના 


ચારેકોર કોરોના જ કોરોના !



ટીવીમાં કરોના! છાપાંમાં કોરોના !


ચોરે ને ચોંટે, જગ આંખમાં કોરોના !



સજાગ રહો! સાવચેત રહો !


ભયથી મરોના ! કોરોનાથી ડરોના !



કોરોનામાં વારંવાર, હાથ સાબુથી ધૂવો


પરંતુ, અહંકારથી માનવતાને ધૂવોના !



કોરોનામાં સામાજિક સંપર્ક કરોના


પરંતુ, દિલની દૂરતા રાખોના !



જનતા કર્ફ્યુ કરો, લોકડાઉન કરો


પરંતુ મગજના દ્વાર બંધ કરોના !



કોરોનાથી પણ મસમોટા વાયરસ


ડર- અંધશ્રદ્ધાને મનમાં પેસાડોના !



અફવાઓ - અવૈજ્ઞાનિક દાવાઓ કરોના


સોશ્યલ મીડિયાનો દૂરઉપયોગ કરોના !



નાત - જાત - ધર્મના ભેદભાવો કરોના


વસુધૈવ કુટુમ્બકમની ભાવના ભૂલોના !



ગરીબ-નિ:સહાયને રંજાડોના ભગાડોના


સંકટમાં એમના  અગણિત ઉપકારને ભૂલોના !



સામાન્ય - નિર્દોષોને લાઠી મારોના


ખાખી વર્દીને કલંક લગાડોના!



ચીજવસ્તુઓના કાળાબજાર કરોના


કોરોના માં માનવતાને કારણે મૂકોના !



મિથ્યાજ્ઞાન ને મિથ્યાભિમાન બધું ભૂલો


વિજ્ઞાન ના ઈતિહાસ ને કદી ભૂલોના !



જેને બચાવ્યા શીતળતાથી ને પાથરે હડકવાથી


કોરોનાથી પણ બચાવશે કોઇ વીરલ વિજ્ઞાની !



બસ દોરા-ભૂવા-અંધશ્રદ્ધા માં વિશ્વાસ કરોના


તકૅ -વિજ્ઞાન-વૈજ્ઞાનિક વિચારને છોડોના !



માનવતા અને વૈજ્ઞાનિક અભિગમ છોડોના


કોરોના થી ડરોના ડરોના ડરોના !



વિશાળે જગ વિસ્તારે નથી માત્ર જંતુ


છે એક માનવી ને એનાથી મોટી માનવતા !



વિશ્વની અબજો ની વસ્તી કોરોના તું શું કરવાનો


કાનખજુરા ના બે પગ ટૂટે તેથી શું મરી જવાનો !



તાળવે જીવ ચોંટયા લોકોના


આવ્યું ક્યાંથી આ કોરોના !



ગુજરાતનું ગૌરવ ફરીથી જીવી ઉઠશે


આખરે આપણે જીતી જવાના


હવે, આપણે જીતી જવાના !


- Shaikh Samim ✍️✍️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ