વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

''માઁ''

હેય મોમ, સાંભળીને જ...
તારું ખીલખીલાટ હસવું,
કયારેક મને મારવા દોડવું.
ગુસ્સામાં આવી ઠપકારવું,
તો ક્યારેક લાડના રંગે રંગાવવું.Nidhi
એક-એક શ્વાસ સાથે તારું મારામાં ઉતરવું,
સફેદ લટો પકડી પકડી એમાં કાળાશનું ઉમેરવું.
હાથમાં હાથ પકડી કલાકો એમજ બેસવું.
તારા ખોળામાં સુતા-સુતા ભૂતકાળને વાગોળવું.
તારી આંખોના પાણી જોતા જ મારા લોહીનું ઉકળવું,
''તું'' એટલે મારી ચારે બાજુ,
વીંટળાયેલી એક હયાતી.
હું સાંભળું ના કોઈનું તોય,
મારા વતી ચારેબાજુ ફેલાયેલી.
ગમે ત્યાં હોઉં છતાં તારી હાજરી ઝીલતું..
મારુ હૃદય એટલે ''તું''
''તું'' એટલે મારામાં તું અને
તારામાં સતત જીવતી હું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ