વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઝલ

 

એ અચાનક રાહમાં મળ્યા મને તો કેમ છો?

 

એટલું પુછ્યા વગર એને રહેવાયું નહિ.

 

સાવ પાસે એ હતાં પણ કે મ બોલાયું નહિ!!

 

છો તમે મારા' અમારાથી કહેવાયું નહિ.

 

છે અમારો પ્રેમ ચોખ્ખો જેટલું આકાશ છે,

 

શક કરીને શું તમારુ દિલ કચવાયું નહિ ?

 

આંધળો છે પ્રેમ એવું લોક મુખે સાંભળી,

 

સુક્ષ્મ કે સ્થુળ સ્વરુપે સત્ય સચવાયું નહિ

​​આંખ ભીની થાય છે તારા વિરહમાં "સુર્યદિપ",

એમનું એ દુ:ખ મારાથી સહેવાયુ નહિ.

 

​ ચવેલીયા સંદિપ પી (સુર્યદિપ)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ