વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના વૉરિયર્સ

હોય ડોક્ટર કે હોય પોલીસ, ભગવાનનું પાત્ર ભજવે છે.

કુટુંબ એમનું એક જ નથી,આખા દેશને કુટુંબ એ સમજે છે.


     સભ્યો ઘરનાં રેઢા મૂકી, ધખતા તડકે ભમે છે.

     લાચારી પરિવારની જુઓ, ઘરનો મોભી ઓટલે જમે છે.


ગૂંગળાય છે દાક્તરો પીપીઈમાં, જે ઠંડકના ગુલામ હતા,Nidhi

ભરડો લીધો આ મહામારીએ,ત્યાં કાંટા લીધા જ્યાં ગુલાબ પણ હતા.


     કરી ના શકીએ મદદ એમની, તો હાથ જોડી બસ આટલું કરો,

     ઘરમાં રહો, સ્વસ્થ રહો, પરિવાર સાથે ખુશીથી વ્યસ્ત રહો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ