વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડખો દાઘ પાડે છે

લખું કેમ એના ગુણ!

અહીં તો ઘણાનાં મોં વાંકા.

બોલે તો બેફાડના રાજા.

હૃદયદ્રાર પર તો વર્ષો જૂનાં તાળાં.

વિવેકના કાચા,

વિચારોથી તો ઘડપણમાં એ વાંઢેવાંઢાં.

સંબંધમાં સૌ કોઈના ભ્રાતા.

પાડી દેવામાં તો સૂરોખારના દાતા.

હું ના બોલું. મારી સમજણ એટલી,

એ જ, સમાજ ને આ ધરણીના આકા.

કેમ ના બની એ સાકરના ગાંગડા!

જે માને એ આપણાં અને જે ના માને એય આપણાં.

આપણે સૌએ જંઉ લાકડે,

તો કેમ! મદદ ન કરી આવાં ટાંકણે.

આપણે સૌ મણકાની માળા.

તો વારે વારે કેમ ના કરી ધાગાના સાંધા!

સાહેબ, આપણી આઝાદી એ,

આપણા વડલાંની ખાનદાની.

તો કેમ પાડવા કોઈને ભોઠા ને ભાઠું.

આ જગ પોતપોતાને ઠેકઠેકાણે,

અને આપણો જીવ વેંતનો.

તો શા કારણે ખોટેખોટા કોઈની આત્માના રામ રમાડવા.

કોઈનું મન, ભલી આત્માને બારે એ જીવતેજી દગો.

તેથી હારના ભારે અને ઢોલના ડાંડે મારે એટલું જ કહેવું છે,

કે ડખો દાઘ પાડે છે....



Vijbhagat




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ