વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાયરી

1) સુરજને રાતાશ આવી,

ખબર નહિ સવાર થઈ કે સાંજ ઢળી,

ખુદમાં ખોવાયેલા આ સમયમાં,

એક સરસ ખબર આવી.

જેની હું રાહ જોતો તો એ જ સામે આવી.

બધુંય એક બાજુ હવે તો જીવમાં જાન આવી.



****     ****     ****     ****      *****



2) ઉખડી ગયેલું તણખલું સૂકાઈ જવાનું,

   આવ બેસી લઈ આ બાગમાં.

  આજ નહિ તો કાલ.

આ બધી લીલોતરી  ઉજ્જડ થવાની.

ત્યારે તો આપણીયે મુલાકાત દુર્લભ થવાની.



*****     *****     *****     *****      *****




3) અધૂરા રહી ગયેલાં આપણાં ટાંણાં.

    દેખ આવીને ઊભાં છે સામા.

    છોડ લોકવાતને.

    આપણે બેંઉ ઠેકી ચૂક્યા છીએ એ વાડા.

    હવે કેમ શોધીએ એકમેકના સાટા.

   ચાલ હવે તો ઘટી રહી છે ઉંમર

  જીવ જાય એ પહેલાં કરી લઈએ સંબંધ પાકા.



****     *****      *****      ******      ******



4) ટામેટાં ડુંગળી કોથમીર,

     ભેગાં આયા મરચાં આદુ.

    ભઈ પરણીને આયા કે'દીએ

   વરનો હજીયે ના ઊતર્યો જાદુ.



*****    *****      *****     *****     *****



5) દર્પણ રોજ જોવાનું

    ચહેરાને અમસ્તુ હસતું રાખવાનું,

   કયારેક આંખ મિચાવું એય નકામું.

   મનમાં ભરેલું ક્યાં જઈને ઠાલવવાનું.




******     *******       *******       ******



📗🖋 વીજભગત


તારીખ : 26/04/2020



 




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ