વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

अक्षय तृतीया

  આજનો પવિત્રતમ્ દીવસ એટલે  અખાત્રીજ, આજે આ દીવસ સગાઈ,લગ્ન, ઉદઘાટન, ભુમી પુજન, વીગેરે માટે થઈ ગયો પરંતુ આ દીવસ એટલે હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનીઓ અને અવતારોએ સમજણ સાથે ધરતીમાંની કૃતજ્ઞતા અને ભાવ વ્યક્ત કરવાનો અને તેનું પૂજન કરવાનો દીવસ તેવી સમજણ આપેલી.

   ઋષિમુનીઓએ સમજણ આપેલી કે ધરતીમાં દરેક જીવનો ભાર સહન કરે તેને ખાવાનું અને પાણી આપી પોષણ કરે છે, ધરતીનું પેટાળ ચીરી આપણે પાણી બહાર કાઢીયે તો ધરતીમાંની કૃતજ્ઞતા વ્યક્ત કરી તેનું પુજન કરવાનો દીવસ એટલે અખાત્રીજ.

  હજારો વર્ષ થતાં કાળક્રમે આ ભાવ ઓછો થતો ગયો અને ફરી આ ધરતી ઉપર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી (પૂજ્ય દાદા) આવીને લાખો પરીવારમાં આ કૃતજ્ઞતા અને ભાવ વ્યક્ત કરતા કર્યા તો આજના દીવસે ભાવથી દર વર્ષે ધરતીમાંની કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂજન કરતા રહીયે તેવી ભગવાન અને પૂજ્ય દાદાજીને પ્રાર્થના.*****Zkv

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ