વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાયરી 2

  1. ​ઝપાટાભેર તારા નખરા,

         કેટલાં તીખા તારા વલખાં

         નજરને પલટાવ નહિ,

        ખૂબ બારે છે આ તારા તણખાં.

        ના રીબાવ અમને,

        તુ શું એમ માને છે કે,

        ​નથી અમે તારા હકના..(અધિકાર)


2.    આજ કોઈ અમારી અણી કાઢી ગયુ,

       અમે એમની ધારને ન પારખી શક્યા,

       ને પડતર માલની જેમ હાંસિયામાં ધકેલાય ગયા,

       લાગ્યુ એવું કે,

      આજ અમારા હવાઈ કિલ્લાંમાં ભૂકંપ આવી ગયો.



3)  જોખી લે મારા ભરોસાને,

      તારી આત્મ પાસે એવો કોઈ ધડો નથી,

     હું વેંચાઉ ને તને એનો લાભ મળે,

     એવા કોઈ સ્વાર્થી ચલણનો વેપાર નથી.



4)  ચકલી ખોવાય છે.

     વિના માળે વિના ખૂણે વિના ઝાડવે,

     માનવ ભોગે હણાઈ છે

     એવું લાગી રહ્યું છે કે ,

     પ્રેમનો પ નિશબ્દ બની અક્ષરમાળામાંથી કપાયો છે,

     ખાલી માનવનો મ અશક્ત બની,

     લોહી લુહાણ રીતે ઘવાયો છે.



5)  નશાખોર નહિ,

     સર્વસ્વ ખોયાનો મારો આધાર છે.

    ના પૂછ શું હાલ છે,

   બસ શ્મશાન બળતી હોય લાશ.

   એવો જ રોજ મારો બેહાલ છે.



વીજભગત



     


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ