વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રહેવા દે!

    રહેવા દે! એ દુઃખ તણી તું વાત રહેવા દે!

    દટાઈ ગયેલાં સુખ તણી તું વાત રહેવા દે!


    જન્મથી જ ચાલે છે  ઉપવાસ  નકોરડા,

    ભારત મહીં ભૂખ તણી તું વાત રહેવા દે!


    મિથ્યા ઠરશે મહિમા બધો રામરાજ્યનો,

    સીતાજીની  કૂખ તણી તું  વાત રહેવા દે!


    ગાંધી વિચાર છે આજે  શકના ઘેરામાં,

     વાયવી એ રુખ તણી તું વાત રહેવા દે!


    આખિર, સળગી ઉઠશે દશેય દિશાઓ,

    આજ મારા મુખ તણી તું વાત રહેવા દે!

                ***          

              –આખિર બિલાખી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ