વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનંત આનંદ રસધાર

હું આનંદ સ્વરૂપ છું,

અનંત , અનુરાગ છું,


શબ્દમાં સ્પંદીત એક,

વિતરાગ ,  શબ્દ  છું.


==============


કોઈ દર્દનું બારણું કદી ખોલીશ ના,

કોઈ વ્યર્થ શબ્દો કદી બોલીશ ના.


મળતુ જ રહે પ્રારબ્ધ માં છે તે બધુંય,

લાગે ભલે ઓછું ,કદી  તોલીશ ના.


છોને વગાડે બિન મદારી જેમ પણ,

ફણિધરની જેવો તું કદી ડોલીશ ના.


મીઠી જરા વાતોથી ભરમાઈ કદી,

ભાવો તું શબ્દો માં કદી ખોલીશ ના.


ખીલી જવા  આનંદ મય જીવન જરા,

સંસાર  ચિંતન  મન કદી ફોલીશ ના.


======================




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ