વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જેવું કરો એવુ ભરો




        "ભાઈ,  એક કોથળી પીવાનું  ચોખ્ખું  પાણી "


       "1000 આપો... "

  

      અધીરા થઇને કોથળી લઈને એક ઢાંકણા વાળા વાસણમાં બહુ જ ચીવટપૂર્વક  પાણી કાઢ્યું. એક ઘૂંટ પીને તરસ છીપીને બંધ કરીને વાસણ સોનાની જેમ અંદર મૂકી દીધું.


       સામે એક નાની છોકરી દયામણા ચેહરે જોઈ રહી હતી. ક્યાંયક પાણી માંગીના લે,  એ ડર થી નજર ચૂકવીને પેલો માણસ ભાગી ગયો.


     પેલી છોકરી રડમસ ચેહરે દૂર દૂર સુધી દેખાતી સૂકી ધરતી અને એકદમ ગરમ તડકા માં પાણી માટે તડફડતી રહી.


      શુષ્ક થયેલી વિશાળ પૃથ્વી જેણે ભૂતકાળમાં વિશાળ નદીઓ, વૃક્ષો, તળાવો, હર્યા ભર્યા ખેતરો, લીલા છમ વૃક્ષો વગેરે જોયું હતું, આજે વેરાન બનીને મનુષ્યના કર્મોને લીધે ગ્લોબલ વૉરમિન્ગના કારણે મૃત પ્રાયઃ હતી.

  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ