વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો જન્મદિવસ


અરે વાહ, આવ્યો આજ મારો જન્મદિવસ,

પણ હા...! મૃત્યુ પછીનો પહેલો જન્મદિવસ.


અઢળક ખુશીઓ અને સોગાતો લઈને આવતો મારો જન્મદિવસ,

અને આજે? નથી જરાય ખુશી કે નથી એકપણ ભેટ,

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


મિત્રો અને સંબંધીઓની શુભેચ્છાઓ લઈને આવતો મારો જન્મદિવસ,

અને આજે? કોઈની શુભેચ્છા જ નહીં.

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


તૈયારીઓ થતી મહિના અગાઉ જ મારા જન્મદિવસની,

અને આજે? જરાય નથી કોઈને ઉમંગ ઉત્સાહ.

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


કેકની સામે ઉભી રાખી ઉજવતા મારો જન્મદિવસ,

અને આજે? કોઈની સામે તસ્વીર પણ નથી મારી.

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


કેક પરની મીણબત્તી બુઝાવી મનાવતા મારો જન્મદિવસ,

અને આજે? મારા હાર જડેલા ફોટા સામે નથી જલતો દીવો'ય.

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


સાથે મળી સૌ ફરવા જતાં મારા જન્મદિવસ પર,

અને આજે? સૌ કોઈ વ્યસ્ત છે એના કામોમાં.

કેમકે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


ખુદ હું પણ ખુશ થતી મારા જન્મદિવસ પર,

અને આજે? હું જ ગેરહાજર  છું મજાના દિવસે

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


વિહરતી કાયમ ઢીંગલી થઈ હું જન્મદિવસ પર,

અને આજે? ગગનપરી થઈ ભેંટી પડી હકીકતને.

કેમકે આજે છે મૃત્યુ પછીનો જન્મદિવસ...


મીરા પટેલ

બંગાવડી(મોરબી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ