વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય

સમયની કરે જે ચિંતા એનો બેડો થાય પાર , 
જે ન  કરે સમયની ચિંતા , મન વિરાજે ભાર . 

સમય છે બળવાન , નહીં મનુષ્ય વીયૅવાન ,
એવો ઊથલો મારે , માનવી ભૂલે છે તેની શાન .

રેતશીશી ઊલટાવીને ચાલે સમયની આ ધાર ,
આવા વ્હેણમાં વહી પછી માનવીને આપે માર . 

એવા ઉપહાસ સામે ડરે અદભૂત માનવી , 
પળે - પળે યાદ કરે જૂની યાદો ને વાતો નવી . 

જે ન રાખે સમયનું ધ્યાન વળી ને ભૂલે ભાન ,
સમય ન વરસાવે ' કૃપા ' ભૂલીને આમ માન .

                                         - કૃપા દીપક સોની 
                                          ( માંડવી - કચ્છ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ