વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક વેદના ચકલીની

માણસ ના મૃત્યુ સમયે બધા ભેગા થઈ ને માણસને અગ્નિ દાહ આપે છે જ્યારે પૃથ્વી પરના બીજા જીવો માટે આવી વ્યવસ્થા નથી આજે મેં એક ચકલીના બચ્ચા નું મૃત્યુ જોયું .આપણી જેમ ચકલીના બંચ્ચાં ના માં બાપ બોવ જ આક્રંન્દ સાથે ચીસો પડી રહ્યા હતા. બચ્ચાનું કાઈ કસૂર ના હતો બસ કસૂર એટલો જ હતો કે તેને હજી પાંખો અહીં ના હતી તે ઉડી ના શકતું હતું .તે માણસ ની જેમ બોલી ના શકતું હતું કે મને ભૂખ લાગી છે .તે બોલી ના શકતું હતું કે મને તરસ લાગી છે મને કોઈ પાણી આપો તેનું મૃત્યુ સવારે વહેલા તેના માળા માંથી પડી જવાથી થયું તેને ખબર ના હતી કે હું માળા માંથી બહાર નિકલીશ તો મારું મૃત્યુ થવાનું છે .આજે સવારે જ્યારે જમીન પર પડેલું જોવા મળ્યું ત્યારે તેના માં બાપ અને બીજા ઘણા સંબંધી બોવ જ ઉંચા આક્રંદ સાથે ચીસો પાડીને રડી રહ્યા હતા .તેની આંખોમાંથી આસુ વહેતા હતા પણ કોણ જોવે તેની આંખો ના આંસુ ? કોણ લૂછે તેની આંખો ના આંસુ? થોડીવાર બહુ જ બધા સગા સંબંધી રડ્યા અને તેના માં બાપ ને સાંત્વના આપતા રહ્યા પણ જેને પોતાનું ગુમાયું જોય તેને ખબર હોય તે ભલે ને પછી નાનું બાળ કેમ ના હોય માં અને બાપને પેટમાં તો બલવાનું જ પણ કોઈ તેની વેદના સમજી શકતું નથી .તેને કૌણ દફનાવા જશે અથવા તેની અર્થી કોણ ઉપાડશે.તેને અગ્નિદાહ કોણ આપસે ? બધા સવાલ ના જવાબ કોઈ પાસે નથી મારી પાસે પણ નથી સુ આ તેની જિંદગી છે કે મરી જાય પછી તેને કીડા મંકોડા ખાય સુ તેનો આજ અંજામ છે ? સુ તેની આજ પરિસ્થિતિ છે ? કેવા તેના કરમ હશે કે તેને આવી રીતે મરવું પડ્યું ના કોઈ તેને અગ્નિદાહ દેવા વાળું પણ ના મળ્યું ???

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ